અમારી પાર્ટીએ જ દેશને પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ આપ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમારી પાર્ટીએ જ દેશને પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ આપ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકની જનતા રૂપૈયા સરકાર પાસે પાઈ-પાઈનો હિસાબ માંગે છે
બેલ્લારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલબર્ગા બાદ બેલ્લારીમાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં પણ પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરવાનું યથાવત રાખ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કેમ કોંગ્રેસનો અંતિમ કિલ્લો પણ ધરાશાયી થવો નિશ્ચિત જ છે.વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસે બેલ્લારીને બદનામ કરવાના તમામ પ્રયાસ કર્યા. દેશ અને દુનિયામાં બેલ્લારીને ખોટી રીતે પ્રચારીત કરવામાં આવી રહ્યું છે, જેમ કે અહીં કોઈ ચોર કે લૂંટારાઓ રહેતા હોય.વડાપ્રધાને ભાષણની શરૂઆત કન્નડથી કરી હતી.
તેમણે કહ્યું હતું કે, તેમણે બેલ્લારી કનેક્શન જોડતા કહ્યું હતું કે, અમારી સરકારે પૈસાની જે નવીએ નોટો છાપી છે, તેમાં અમે થંપીનું ચિત્ર છાપ્યું છે. થંપીનું આ ચિત્ર વિજયનગર સામ્રાજ્યનું ગૌરવ દર્શાવે છે. પીએમ મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે રાજ્યમાં સીધા-રૂપૈયાની સરકાર છે. આ રૂપિયા સરકારે કર્ણાટકને દેવા તળે દુબાડી દીધું. અમારી પાર્ટીએ જ દેશને પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ આપ્યાં હતાં.ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકની જનતા રૂપૈયા સરકાર પાસે પાઈ-પાઈનો હિસાબ માંગે છે. રૂપૈયા સરકારના એક મંત્રી પર ખાણ કૌભાંડનો આરોપ છે, તેમને જેલ જવું પડ્યું. તેમ છતાંયે કોંગ્રેસે તેમને ટિકીટ આપી. રાજ્ય સરકારે જે ખર્ચ કર્યા તેનો મોટો લાભ વચેટિયાઓને જ મળ્યો છે. કોંગ્રેસમાં નાનાં નાનાં કામો પણ પૈસા વગર થતાં નથી. માટે જ આ સરકારનું નામ રૂપૈયા સરકાર પડ્યું છે. કોંગ્રેસ સરકારે ગેરકાયદેસર ખોદકામને પ્રોત્સાહન આપ્યું છે. કોલસાની ખાણોની હેરાજી માટે કર્ણાટક સરકારે કોઈ નીતિ જ નથી બનાવી.
વડાપ્રધાન મોદી કહ્યું હતું કે, મેડમ સોનિયા જ્યારે બેલ્લારીથી ચૂંટણી લડ્યાં હતાં ત્યારે તેમને ૩૦૦ કરોડના પેકેજની વાત કરી હતી. પરંતુ આ બાતો હવા-હવાઈ થઈ ગઈ. જ્યારે અમારી સરકાર હતી ત્યારે અમે બેલ્લારી માટે ૨૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ લાગું કર્યું હતું. કર્ણાટકની સરકાર અત્યાર સુધી ઉંઘતી હતી, પરંતુ ચૂંટણી આવતા જ અચાનક નવી નવી યોજનાઓ જાહેર કરી રહી છે. જો ભાજપ સરકારમાં આવશે તો રાજ્યમાં પાણીની સમસ્યાનો અંત આવશે. અહીં કોંગ્રેસની સરકાર બની તેના બે જ વર્ષ બાદ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની. ત્યાં અમે પાણીની સમસ્યાઓનો અંત આણ્યો. કર્ણાટક સરકારે મહારાષ્ટ્રની ભાજપ સરકાર પાસેથી કંઈક સીખવું જોઈએ. આ આખ આંદોલન લોકો અને સરકારે મળીને ચલાવ્યું.વડાપ્રધાને ખેડુતો માટેની યોજનાઓ ગણાવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડુતો માટે ખુબ જ કામ કર્યું. પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત કરોડો ખેડુતોને તેનો લાભ મળ્યો. કોંગ્રેસ માત્ર ને માત્ર વોટબેંક માટે રાજનીતિ કરે છે. કોંગ્રેસ પાર્ટી દલિત-આદિવાસી વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ ઓબીસીની પણ ઘોર વિરોધી છે. છેલ્લા ૨૩ વર્ષથી ઓબીસી સંસ્થાના લોકો તેમની સંસ્થાને બંધારણીય દરજ્જો આપવાની માંગણી કરી રહ્યાં હતાં, પરંતુ કોંગ્રેસે આમ ક્યારેય ના કર્યું. અમારી સરકારે આ માંગણી પુરી કરી. અમે કાયદો લાવ્યા પરંતુ કોંગ્રેસે તેને સંસદમાં અટકાવી રાખ્યો. જે કોંગ્રેસની ઓબીસી વિરોધી વિચારધારા દર્શાવે છે.પીએમ મોદીએ કોંગ્રેસ પર આરોપો લગાવવાનું યથાવત રાખતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દલિત અને મુસ્લિમોના નામે રાજનીતિ કરવામાં માહિર છે. કર્ણાટકની ચૂંટણીમાં તે દલિતોના નામના ગીત ગાઈ રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે આ બીજી જનસભાને સંબોધી હતી.