અરવિંદ સ્માર્ટસ્પેસીસની નાણાકીય વર્ષ ૨૦૧૮ની એકત્રિત રેવન્યુ ૨૭ ટકા વધીને રૂ.૨૦૨ કરોડે પહોંચી

• નાણાકીય વર્ષની અન્ય વ્યાપક આવક બાદનો નફો રૂ.૩૦ કરોડ
• કુલ એકત્રિત રેવન્યુ રૂ.૨૦૨ કરોડ જે વાર્ષિક ધોરણે ૨૭ ટકા વધીઃ ઓપરેટિંગ નફો ૪૭ ટકા વધ્યો
• વેચાણનું કુલ બૂકીંગ મૂલ્ય નાણાકીય વર્ષ ૨૦૧૮માં રૂ.૧૧૪ કરોડે પહોંચ્યું
• વર્ષ દરમિયાન વેચાણપાત્ર વિસ્તારના ૨૦ લાખ ચોરસ ફૂટની સાથે બે નવા પ્રોજેક્ટનો ઉમેરો
• અરવિંદ સ્માર્ટસ્પેસીસનો આગામી ૪ વર્ષમાં રૂ.૧૦૦૦ કરોડની રેવન્યુનો લક્ષ્યાંક

મે ૧, ૨૦૧૮, રાષ્ટ્રિયઃ અરવિંદ સ્માર્ટસ્પેસીસ, દેશની અગ્રણી રિઅલ એસ્સેટ ડેવલોપમેન્ટ કંપની જેનું વડુમથક અમદાવાદમાં છે, તેને આજે ૩૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થતા ત્રિમાસિકગાળાના અને વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
કંપનીની એકત્રિત રેવન્યુ ૩૧મી માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષના અંતે, રૂ.૨૦૨ કરોડ થઈ છે, જે આગલા નાણાકીય વર્ષના આ સમયગાળા દરમિયાન રૂ.૧૫૯ કરોડ હતી. નાણાકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિકગાળાની એકત્રિત રેવન્યુ રૂ.૧૦૮ કરોડ થી છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૭ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ.૧૦૦ કરોડ હતી.
૩૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષને અંતે, એકત્રિત ઇબીઆઇટીડીએ રૂ.૬૫ કરોડ નોંધાયો હતો, જે આગલા નાણાકીય વર્ષના આ સમયગાળા દરમિયાન રૂ.૪૫ કરોડ હતો. નાણાકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળાનું ઇબીઆઇટીડીએ રૂ.૩૧ કરોડ નોંધાયો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૧૭ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ.૨૯ કરોડ નોંધાયું હતું.
કંપનીનો એકત્રિત પીએટી ૩૧મી માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષને અંતે, રૂ.૩૦ કરોડ થયો છે, જે આગલા વર્ષે આ સમયગાળા દરમિયાન રૂ.૨૦ કરોડ નોંધાયો હતો. નાણાકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિકગાળામાં પીએટી (કરવેરા બાદનો નફો) કંપની દ્વારા રૂ.૧૬ કરોડ નોંધાયો હતો, નાણાકીય વર્ષ ૨૦૧૭ના ચોથા ત્રિમાસિકગાળામાં પીએટી રૂ.૧૭ કરોડ નોંધાયો હતો.
કંપનીના પરિણામો અને આઉટલૂક્સ અંગે જણાવતા, શ્રી કમલ સિંગલ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ, અરવિંદ સ્માર્ટસ્પેસીસએ જણાવ્યું કે, “ અરવિંદ સ્માર્ટસ્પેસીસ ઓગસ્ટ ૨૦૧૫માં તેના લિસ્ટીંગના સમયથી લઈને દર વર્ષે વાર્ષિક ધોરણે ૨૫થી ૩૦ ટકા વૃદ્ધિ સાથે પર્ફોર્મન્સમાં વધારો કરી રહ્યું છે. અમે અત્યાર સુધીમાં લગભગ ૨૩ લાખ ચોરસ ફૂટના ૬ પ્રોજેક્ટ રજૂ કરી દીધા છે અને કુલ લગભગ ૮૦ લાખ ચોરસ ફૂટના અલગ- અલગ સ્ટેજમાં વિકાસમાં હોય જે આગામી ૩-૪ વર્ષમાં પૂરા થશે તેવા ૮ પ્રોજેક્ટ કાર્યરત છે.”
શ્રી સિંગલે ઉમેર્યું કે, તાજેતરના વિવિધ માઇક્રો-ઇકોનોમિક બાબતોને લીધે વંચિત ગ્રાહકોના સેન્ટીમેન્ટને લીધે હાલ રિઅલ એસ્ટેટ બજારમાં દબાણ ચાલી રહ્યું છે, તેમ છતાં પણ કંપની સતત સારું પર્ફોર્મ કરી રહી છે. આ ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે. સરકારની એફોર્ડેબલ હાઉસિંગ વગેરેની પહેલએ ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે. રેરાના અમલથી બજારમાં જરૂરી એવી Âસ્થરતા આવી છે, જેનાથી ક્ષેત્રમાં પારદર્શક્તા અને જવાબદારીમાં સુધારો લાવવા માટે મદદ મળી છે. સમગ્ર દેશમાં પ્રોપર્ટીના બજારોમાં નવી રજૂઆતની રીતે કે પછી જૂના એકમોમાં લેવાની રીતે પણ નવી શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. આ બજારમાં આત્મવિશ્વાસ વધારાનો સંકેત છે, ધીમે-ધીમે મુદ્રીકરણ, રેરા અને જીએસટી જેવા માળખાકીય સુધારણાના પગલાનો Âસ્વકાર છતા, ઉદ્યોગમાં હજી પણ ગુડ્‌સ અને સર્વિસ ટેક્સની રજૂઆત બાજ નવા ટેક્સના માળખા હેઠળ બજારમાં હજી ઊંચા કરવેરાનું દબાણ છે. બજારની Âસ્થતિના સુધારાનો લાભ લેવા માટે કંપની સુસજ્જ છે.