the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

આખરે કર્ણાટકમાં કાલે શપથવિધિ, વજુભાઈનું બી જે પી ને આમંત્રણ

આખરે કર્ણાટકમાં કાલે શપથવિધિ, વજુભાઈનું બી જે પી ને આમંત્રણ
કાલે સવારે ૯.૩૦ વાગે રાજભવનમાં યેદિયુરપ્પા શપથ લેશે

રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપના પ્રસ્તાવને સ્વીકારીને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. રાજ્યપાલે ભાજપને ફ્લોર પર બહુમતી પૂરવાર કરવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે. રાજયપાલના આ નિર્ણય પર કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે, આ અરજી રજીસ્ટ્રારને સુપરત કરી છે અને ન્યાયાધિશ કદાચ રાત્રે આ બાબતે નિર્ણય કરી પણ શક

સંવાદદાતા દ્વારા તા. ૧૬.પ આજે ભાજપના વિધાન સભાના નેતા બન્યા પછી શ્રી યેદિયુરપ્પાએ જાહેરાત કરી હતી કે તેઓશ્રી આવતીકાલે ગુરુવારે સવારે ૯-૩૦ વાગ્યે યેદિયુરપ્પા જ મુખ્યપ્રધાનના શપથ લેશે.’ કર્ણાટક ભાજપે પણ એવો દાવો કર્યો. જોકે, આ દાવાની પુષ્ટિ રાજ્યપાલ તરફથી કરવામાં આવી નથી.
બીજી બાજુ, જેડીએસ અને કોંગ્રેસે તરફથી અભિષેક સીંઘવીએ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી દીધેલ છે. જેની સુનવણી આજે રાત્રે થઈ શકે છે. કોંગ્રેસે હાલ સુપ્રિમકોર્ટના રજીસ્ટ્રારશ્રીને અરજી સુપરત કરેલ છે. જેડીએસ અને કોંગ્રેસના મળીને ૧૧૭ ધારાસભ્યો છે, જે સ્પષ્ટ બહુમતી જેટલા છે. કોંગ્રેસ થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવે એવી શક્યતા છે. કોંગ્રેસે અગાઉ કહ્યું હતું કે તેમને જો સરકાર રચવાની પ્રથમ તક નહિ અપાય તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે અને હવે તેઓએ અરજી આપી દીધેલ છે.
દરમિયાન, બુધવારે ભાજપ અને જેડીએસે રાજ્યપાલ વજુભાઇ વાળાને મળીને રાજ્યમાં સરકાર બનાવવાના દાવા રજૂ કર્યા હતા. રાજ્યપાલને આપેલા દસ્તાવેજોમાં બંનેએ પોતાની પાસે બહુમતી માટે જરૂરી વિધાયકો હોવાનો દાવો કર્યો છે. રાજ્યપાલે બંને પક્ષોના પ્રસ્તાવ પર બંધારણીય રીતે વિચાર કરવાનો વાયદો કર્યો હતો.
આજે જેડીએસ ચીફ કુમારસ્વામી અને કોંગ્રેસના નેતા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા હતા. કુમારસ્વામીએ કહ્યું કે અમે રાજ્યપાલને સમર્થનનો પત્ર આપ્યો. રાજ્યપાલે અમને યોગ્ય નિર્ણયની ખાતરી આપી છે. કોંગ્રેસનું જેડીએસને સંપૂર્ણ સમર્થન છે. કુમારસ્વામીએ કહ્યું કે અમે ૧૧૫ સ્ન્છનું લિસ્ટ રાજ્યપાલને આપ્યું છે.
સરકાર બનાવવા વિશે બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ સતત જોડ-તોડની સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજેપી કહી રહી છે કે તેમના સંપર્કમાં જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ તેમના ધારાસભ્યોને એક રિસોર્ટમાં ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. બુધવારે બેંગલુરુમાં સતત દરેક પક્ષની તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી.
– કોંગ્રેસ-જેડીએસના બધા ધારાસભ્યો રાજ ભવન પહોંચી ગયા છે. પરંતુ નિયમ પ્રમાણે માત્ર ૧૦ ધારાસભ્યોને જ રાજભવનમાં એન્ટ્રી આપવામાં આવી છે. એવી પણ એક અફવા ઉડી હતી કે ભાજપ દ્વારા હોર્સ ટ્રેડીંગ કરવામાં આવી રહેલ છે અને તેઓએ જેડીએસ – કોંગ્રેસના ધારાસભ્યોને રૂ. ૧૦૦ કરોડની ઓફર આપેલ છે પણ ભાજપએ આ વાતને નકારો આપેલ છે અને જણાવેલ છે કે જેડીએસ-કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યને કોઈ જ રૂ. ૧૦૦ કરોડની ઓફર નથી, જો કે કુમારસ્વામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપ દરેક ધારાસભ્યને રૂ. ૧૦૦-૧૦૦ કરોડ ઓફર કરી રહ્યા છે. હવે ક્યાં ગયા તે ઈન્કમટેક્સ અધિકારીઓ અને ક્યાંથી આવ્યા આ બ્લેકમની. આ દરમિયાન કોંગ્રેસના ચાર ધારાસભ્યો વિધાનસભા પક્ષની બેઠકમાં હાજર નહીં રહેતા અનેક તર્કવિતર્કો વહેતા થયા હતા. એવી અફવાઓ વહેતી થઈ હતી કે આ ગેરહાજર રહેલા ચાર ધારાસભ્ય ભાજપની પાટલીમાં બેસી ગયા છે. જોકે કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે આ ચાર ધારાસભ્ય અન્ય કોઈ પક્ષના સંપર્કમાં નથી અને પક્ષ તેમને લેવા માટે બીદર અને કલબુર્ગીમાં હેલિકોપ્ટર મોકલશે.
જો કે બુધવારે જેડીએસ અને કોંગ્રેસે તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મીટીંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે. જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં ૭૮માંથી ૬૬ ધારાસભ્યો જ હાજર રહ્યા છે. આ દરમિયાન રાજ્યપાલને મળ્યા પછી બીજેપી સીએમ ઉમેદવાર યેદિયુરપ્પાએ આવતી કાલે શપથ લેવાનો દાવો કર્યો છે.
– જેડીએસ ચીફ કુમારસ્વામીએ કહ્યું, કર્ણાટકમાં ક્યાંય મોદી લહેર નથી. ભાજપની અશ્વમેઘ યાત્રા ઉત્તરથી શરૂ થઈ હતી પરંતુ કર્ણાટકમાં અમે તેમના ઘોડા રોકી દીધા. આ જનાદેશ ભાજપની અશ્વમેઘ યાત્રા રોકવા માટે છે. ભૂલી જાઓ કે ઓપરેશન કમલ સફળ થશે. પ્રકાશ જાવડેકરે કહ્યું, લોકો બીજેપીને ઈચ્છે છે અને અમે જ સરકાર બનાવીશું.
પરંતુ આ તેમના દાવા સાથે હવે સમય એવો આવી ગયો જે કે મળતા સમાચારો મુજબ રાજપાલશ્રી વજુભાઈ વાળાએ ભાણપને સરકાર રચવા માટે આમંત્રણ આપેલ છે અને બહુમતી પુરવાર કરવા ૧પ દિવસનો સમય આપ્યો છે, આ કારણે હવે સત્તાની સાઠમારી સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી છે, શકય છે કે સવાર સુધી સુપ્રિમ કોર્ટ તેનો ચુકાદો આપી પણ છે, પણ આ માટે રહા જોવી રહી.
જો કે હાલમાં તો યેદિયુરપ્પાએ શપથ માટે ૧૭ મેનું મુહૂર્ત કઢાવ્યું, સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે કોંગ્રેસ અને જેડીએસના અમુક ધારાસભ્યોને ઓફર કરી છે. પાર્ટી તેમને દરેક સ્થિતિમાં સપોર્ટ કરવા માટે તૈયાર છે. જો આ ધારાસભ્યો ભાજપને વોટ આપે અથવા ફ્લોર ટેસ્ટ દરમિયાન ગેરહાજર રહે તો બંને રીતે સરકાર બનવાના ગણીતમાં મોટો ફેર પડી શકે છે. આ સંજોગોમાં ભાજપે તેમને ટીકિટ આપીને પેટા ચૂંટણી લડવા માટેનો વિકલ્પ આપ્યો છે. તેઓ ન ઈચ્છે તો તેઓ તેમના સંબંધીઓને પણ આ સીટ પર ચૂંટણી લડવા માટે ઓપ્શન આપી શકે છે. જો કોઈ ધારાસભ્ય પેટા ચૂંટણી ન લડવા ઈચ્છતા હોય તો તેમને વિધાન પરિષદમાં એડ્‌જસ્ટ કરવામાં આવશે.
દરમિયાન ’આજતક’ ચેનલના હેવાલ મુજબ કર્ણાટકમાં કોંગ્રેસ-જનતાદળ એસને આમંત્રણ નહિ મળે તો ખૂન-ખરાબા સર્જાશે તેવી ખૂલ્લી ધમકી આપી છે અને કહ્યું છે કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહ્યો છે. કોંગ્રેસના ગુલામ નબી આઝાદને ટાંકીને આ અહેવાલ જણાવે છે કે, સરકાર રચવા આમંત્રણ નહિ મળે તો ખૂની સંઘર્ષ માટે તૈયાર રહેજો