આતંકવાદ સામેની લડાઈમાં અમે ઇન્ડોનેશિયાની સાથે ઉભા છીએઃ નરેન્દ્ર મોદી

આતંકવાદ સામેની લડાઈમાં અમે ઇન્ડોનેશિયાની સાથે ઉભા છીએઃ નરેન્દ્ર મોદી

જકર્તા,તા.૩૦
ત્રણ દેશના પ્રવાસે ઇન્ડોનેશિયા પહોંચેલા મોદીએ બુધવારે સવારે ઇન્ડોનેશિયાની આઝાદી માટેની લડાઇમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપીને પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. બાદમાં એક નિવેદનમાં મોદીએ કહ્યું હતું કે, “આતંકવાદ સામેની લડાઇમાં ભારત ઇન્ડોનેશિયાની પડખે ઉભું છે. અમે તાજેતરમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરીએ છીએ,જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.” સાથે જ મોદીએ કહ્યું હતું કે “ભારતની એક્ટ ઇસ્ટ પોલીસની સાથે સાથે જીછય્છઇ (સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિઝન)નું વિઝન છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલા કરારમાં દ્વિપક્ષિય સંબંધો મજબૂત કરવામાં ખૂબ મદદ મળશે.”
મોદીએ કલીબાતા નેશનલ હિરોઝ સિમેટ્રી ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દક્ષિણ જકાર્તામાં કલીબાતા હીરોઝ સિમેટ્રીએ ઇન્ડોનેશિયાના સૈનિકોનું કબ્રસ્તાન છે. આને વર્ષ ૧૯૫૩માં બનાવવામાં આવ્યું હતું. તેને ૧૯૫૪માં શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રથમ વખત અહીં કોઈને દફન કરવામાં આવ્યા હતા.
દરમિયાન અહી બંન્ને દેશો વચ્ચે લગભગ ૧૫ સમજૂતિઓ પર સહી સિક્કા થયા હતાં. ત્યારબાદ એક સંયુુકત નિવેદન જારી કરવામાં આવ્યું છે. વડાપ્રધાન રાષ્ટ્રપતિ ભવન ઇસ્તાના મર્ડેકા પહોંચ્યા હતાં અહીં રાષ્ટ્રપતિ જો કે વિડોડોએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદીને રેડ કાર્પેટ વેલકમ અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી છે મર્ડેકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો કે વિડોડોની હાજરીમાં જકાર્તામાં બંન્ને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઇ આ દરમિયાન ભારત અને ઇડોનેશિયાની વચ્ચે ૧૫ સમજૂતિઓ પર સહી થઇ હતી.આ સમજૂતિઓમાં રક્ષા સહયોગ સમજૂતિના નવીકરણ કરવાની સાથે અંતરિક્ષ રેલવે વિજ્ઞાન અને ટેકનોલોજી આરોગ્ય વગેરે સામેલ છે. છ સમજૂતિ વિવિધ સરકારી અને બિન સરકારી સંગઠનોના માધ્યમથી થયા છે. ઇડોનેશિયાના બાલી અને ભારતના ઉત્તરાખંડ રાજયોને સહોદર રાજય બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને ઇડોનેશિયાએ સંયુકત નિવેદન જારી કર્યું હતું મોદીએ ઇડોનેશિયામાં આતંકી હુમલા પર દુખ વ્યકત કર્યું હતું.વડાપ્રધાને કહ્યું કે આતંકવાદની લડાઇમાં ભારત ઇડોનેશિયાની સાથે ઉભુ છે. તેમણે તાજેતરમાં થયેલ આતંકી હુમલાની ટીકા કરી હતી. મોદીએ કહ્યું કે આતંકવાદથી લડવા માટે વિશ્વસ્તર પર કરવામાં આવી રહેલ પ્રયાસોમાં વધુ ગતિ લાવવાની આવશ્યકતા છે.
મોદીનું ઇડોનેશિયા પહોંચવા પર શાનદાર સ્વાગત થયુ હતું. જકાર્તામાં ભારતીય સમુદાયના લોકોએ હર હર મોદીના જોરશોરથી સુત્રો પણ લગાવ્યા હતાં. લોકોએ વડાપ્રધાનની સાથે સેલ્ફી લેવાની દોટ મુકી હતી. મોદીએ શાનદાર સ્વાગત માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ મહાન અને સુંદર દેશની મારી પહેલી યાત્રા છે અને આ યાત્રાના શાનદારર પ્રબંધ માટે રાષ્ટ્રપતિનો આભાર વ્યકત કરૂ છું. જે રીતે મારૂ સ્વાગત કરવામાં આવ્યું તેનાથી મારૂ દિલ ખુશ થઇ ગયુ છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, “એવું ન બની શકે કે અમે ઇન્ડોનેશિયાની આઝાદી માટે લડનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપાનું ભૂલી જઈએ. વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ કલીબાતા નેશનલ હીરોઝ સિમેટ્રીમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને વિઝિટર ડાયરીમાં હસ્તાક્ષર કર્યાં હતા.” નોંધનીય છે કે ઇન્ડોનેશિયાની આઝાદી માટે લડાઇ લડીને શહીદ થયેલા અને તે લડાઇમાં ભાગ લેનાર ૭,૦૦૦થી વધારે લોકોને આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે.
આ યાદ રહે કે ૩૧મી મેના રોજ સિંગાપોર જતા પહેલા મોદી તેઓ થોડો સમય સુધી મલેશિયામાં પણ રોકાશે. અહીં તેઓ મલેશિયાની નવી સરકારને અભિનંદન પાઠવશે તેમજ વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે અને તેમને અભિનંદન આપશે વડાપ્રધાન મોદી એક જુને સિંગાપુરના રાષ્ટ્રપતિ ગલીમા યાકુબની મુલાકાત કરશે અને સિંગાપુરના વડાપ્રધાન લીની સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા કરશે. બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે જેમાં રક્ષા અને કૌશલ વિકાસ જેવી સમજૂતિ થશે વડાપ્રધાન બે જુનને કલીફળોર્ડ પિયરમાં એક પટ્ટિકાનું અનાવરણ કરશે જયાં ૨૭ માર્ચ ૧૯૪૮ના રોજ ગાંધીજીની અસ્થિતિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મોદી સરકારે ભારતની એકટ ઇસ્ટ નીતિઓ શરૂ કરી છે જેનો હેતુ એશિયા પ્રશાંત વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાનના આ ત્રણ દેશોના પ્રવાસથી ભારતની એકટ ઇસ્ટ નીતિને મજબુતી મળશે