ઇટાલીની વુડ કોટિંગ બ્રાન્ડ સિરકા સ્પાએ ભારતમાં ઉત્પાદન એકમની સ્થાપના માટે સિરકા ઇન્ડિયા સાથે હાથ મિલાવ્યા

ઇટાલીની વુડ કોટિંગ બ્રાન્ડ સિરકા સ્પાએ ભારતમાં ઉત્પાદન એકમની સ્થાપના માટે સિરકા ઇન્ડિયા સાથે હાથ મિલાવ્યા
કંપની રૂ. ૭૭.૯૧ કરોડ ના આઈપીઓ સાથે ૧૬ મે ૨૦૧૮ના રોજ મૂડી બજારમાં પ્રવેષશે

વુડ કોટિંગ અને પેઇન્ટ્‌સના ક્ષેત્રમાં પોતાની કામગીરી અને પરંપરાને આગળ ધપાવવા માટે દિલ્હી સ્થિત સિરકા પેઇન્ટ્‌સ ઇન્ડિયા લિમિટેડ ભારતમાં પોતાના ઉત્પાદન એકમની સ્થાપના માટે તૈયાર છે. ઉદ્યોગજગતમાં સિરકા બ્રાન્ડ ખૂબ જાણીતી છે, જે પોલિયુરેથેન કોટિંગ્ઝ, વોટર બેઝ્‌ડ કોટિંગ્ઝ,વુડ કેર પ્રોડક્ટ્‌સ, વુડ ફિલર્સ, એબ્રેસિવ્ઝ, બફિંગ કમ્પાઉન્ડ્‌સ ની આયાત, વેપાર અને રિપેકિંગ ક્ષેત્રે કાર્યરત છે.
કંપનીના આગામી વર્ષના મહત્વકાંક્ષી આયોજનમાં કંપનીના બ્રાન્ડીંગને વધું અસરકાર બનાવવું, આઇપીઓ, કાર્યક્ષમ તથા નવા ઉત્પાદન એકમની સ્થાપના વગેરેને સમાવેશ થાય છે.
કંપનીનો રૂ. ૭૭.૯૧ કરોડ નો આ ઈશ્યુ ૧૬ મે ૨૦૧૮ ના ખુલશે અને ૨૨ મે ૨૦૧૮ ના બંધ થશે. પ્રતિ શેર ભાવ રૂ. ૧૫૧ – ૧૬૦ છે અને ન્યુનતમ ૮૦૦ શેરનો હિસ્સો રાખવામાં આવ્યો છે. ઈશ્યુમાં પ્રમાણિત સંસ્થાકીય ખરીદનાર (ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર) માટે રૂ. ૩૭ કરોડ નો હિસ્સો અલગ રાખવામાં આવ્યો છે, જેમાં એન્કરનો હિસ્સો રૂ. ૨૨.૧૫ કરોડ અને બિન-એન્કર હિસ્સો રૂ. ૧૪.૮૫ કરોડ છે. બાકી રૂ. ૪૦.૯૧ કરોડ એચએનઆઇ, માર્કેટ મેકર અને રિટેઇલ રોકાણકારો માટે છે. આ આઇપીઓ દ્વારા કંપની ૪૮,૬૯,૦૦૦ ઇકવીટી શેર ઉભા કરશે.
સિરકા પેઇન્ટ્‌સ ઇન્ડિયા લિમિટેડના સીએમડી શ્રી સંજય અગરવાલે આ વિસ્તરણ અંગે જણાવ્યું હતું, “ભારતીય ગ્રાહકોની લાઇફસ્ટાઇલની ઝડપથી થઇ રહેલા પરિવર્તનને કારણે પેઇન્ટ અને કોટિંગ ઉદ્યોગમાં ભવિષ્યમાં ઉચ્ચ વૃદ્ધિ થાય તેવી પૂરી શક્યતા છે. ડેકોરેશનની પસંદગીને પગલે આજ-કાલના જીવનમાં વુડ કોટિંગ અને પેઇન્ટ અભિન્ન અંગ સમાન બની ગયા છે. અમારા નવા એકમને કારણે આ પ્રકારના ઉત્પાદનોનું ઝડપથી ઉત્પાદન શક્ય બનશે. નવા એકમથી ફક્ત અમે આર્થિક લાભ જ નહીં થાય પરંતુ અમે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનો વાજબી કિંમતે આપી શકીશું.”
આ વિસ્તરણ કંપનીના ઇટાલિયન ભાગીદાર સિરકા સ્પા સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. સિરકા પેઇન્ટ્‌સ ઇન્ડિયા લિમિટેડે સિરકા સ્પા સાથે ઉત્પાદન અને તકનીકી કરાર કર્યા છે. સિરકા સ્પા સિરકા પેઇન્ટ્‌સ ઇન્ડિયા લિમિટેડમાં ૫.૨૨ ટકા હિસ્સો ધરાવે છે, જેના દ્વારા તેઓ શ્રી લંકા, બાંગ્લાદેશ અને નેપાળના બજારમાં એક્સ્ક્લુઝીવ સેલ્સ રાઇટ્‌સ મળશે.
આ સૂચિત ઉત્પાદન એકમ કંપનીને તેની પ્રોડક્ટ રેન્જમાં વધારો કરવાના હેતુમાં મદદ કરશે. પ્રતિ વર્ષ ૧૦૦ લાખ લિટર/કિલોગ્રામથી વધુની ઉત્પાદન ક્ષમતા સાથે સિરકા પેઇન્ટ્‌સ ઇન્ડિયા લિમિટેડ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના અંત સુધીમાં તેનું વેચાણ બમણું કરવાનું આયોજન ધરાવે છે. કંપનીએ નેપાળ અને શ્રીલંકામાં ડિસ્ટ્રીબ્યુટર્સની પસંદગી કરી લીધી છે અને માર્ચ ૨૦૧૯ના અંત સુધીમાં ઉત્પાદન એકમ શરૂ કરવાની યોજના પણ હોવાથી વેચાણમાં ખૂબ વધારો થશે.
વુડ કોટિંગ ઉદ્યોગમાં સિરકા અગ્રણી ઓઇએમ કંપનીઓના સ્વરૂપમાં મજબૂત ગ્રાહકો ધરાવે છે. કંપની આ સેક્ટરમાં ખૂબ જ વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ આપવાની શાખ ધરાવે છે. સમગ્ર ઉત્તર ભારતમાં સફળ વેપાર બાદ કંપની હવે આખા દેશમાં ડિલર નેટવર્ક દ્વારા વેપારનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે.