ઇન્ડોનેશિયન લોકો માટે ૩૦ દિવસના ફ્રી વિઝાની ઘોષણા

ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે ૧૫ એમઓયુ કરાયા
ઇન્ડોનેશિયન લોકો માટે ૩૦ દિવસના ફ્રી વિઝાની ઘોષણા
ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકોની સાથે શિખર વાતચીત બાદ સંયુક્ત નિવેદન : મોદી દ્વારા ભારતીય સમુદાયને સંબોધન

જાકાર્તા, તા. ૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયન નાગરિકો માટે ૩૦ દિવસના ફ્રી વિઝાની જાહેરાત કરી હતી. સાથે સાથે ન્યુ ઇન્ડિયાના અનુભવના ભાગરુપે તેમના દેશના પ્રવાસ કરવા ઇન્ડોનેશિયન નાગરિકોને અપીલ કરી હતી. ઇન્ડોનેશિયન પાટનગર જાકાર્તામાં જાકાર્તા કન્વેન્શન સેન્ટરમાં એક કાર્યક્રમમાં બોલતા મોદીએ કહ્યું હતું કે, ન્યુ ઇન્ડિયાનો અનુભવ લેવાનો સમય આવી ગયો છે. ૩૦ દિવસ સુધી પ્રવાસ કરવા માટે ઇન્ડોનેશિયન નાગરિકો માટે કોઇ ખર્ચ રહેશે નહીં. ભારતમાં ઘણા બધા લોકો હજુ સુધી આવ્યા નથી. આ તમામ લોકોને આગામી વર્ષે પ્રયાગમાં કુંભ માટે ભારત આવવા તેઓએ અપીલ કરી હતી. મોદીએ કુંભ મેળા અંગે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પર સૌથી મોટી સંખ્યામાં જ્યાં લોકો કોઇ કાર્યક્રમમાં ભેગા થાય છે તે કુંભ મેળા તરીકે છે. અગાઉની સરકારોની ઝાટકણી કાઢતા મોદીએ કહ્યું હતું કે, તેમની પ્રથમ પ્રાથમિકતા દેશને ભ્રષ્ટાચાર મુક્ત, નાગરિકલક્ષી અને વિકાસલક્ષી બનાવવાની રહી હતી. અમારી સરકારે ભારતને ૨૧મી સદીના અનુભવ અને અપેક્ષાઓ તથા જરૂરિયાત મુજબ બનાવ્યું છે. અમે આનાથી પણ એક પગલું આગળ વધીને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં આગળ વધ્યા છે. અમારુ ધ્યાન હવે ઇઝ ઓફ લિવિંગ ઉપર કેન્દ્રિત છે. એટલે કે સરળ જીવન ધોરણ જરૂરી છે. અમારી પ્રક્રિયા પારદર્શી અને સંવેદનશીલ છે. અમે ભારતને ન્યુ ઇન્ડિયા બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ૨૦૨૨ સુધી ન્યુ ઇન્ડિયાના સપનાઓને પૂર્ણ કરવા આગળ વધી રહ્યા છીએ. ૨૦૨૨માં ભારત સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ મનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા અઢી વર્ષના ગાળામાં નવ હજાર સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે જે ભારતમાં બીજા નંબરમાં ઇકો સિસ્ટમ છે. આ પ્રક્રિયા સરળ બની રહી છે. મંગળવારે રાત્રે મોદી જાકાર્તા પહોંચ્યા હતા. તેઓએ અગાઉ પ્રમુખ જોકો સાથે વાતચીત કરી હતી. ઇન્ડોનેશિયન યાત્રા પર પહોંચેલા મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે વાત કરી હતી. પોતાની સરકારની ઉપલબ્ધની પણ રજૂઆત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ચાર વર્ષમાં ભારતનું સન્માન વધ્યું છે. દેશમાં એજ કાનૂનો, એજ ઓફિસ છે પરંતુ સરકાર બદલી છે અને હવે દેશ બદલાઈ રહ્યો છે. અગાઉની સરકારો ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ ગર્વ કરતા હતા કે, અમે કાનૂન બનાવ્યા હતા. અમને ગર્વ છે કે કાયદાઓને ખતમ કરી રહ્યા છે. ભારતીય સમુદાયને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ૧૯૬૨માં જાકાર્તા એશિયન ગેમમાં ગુરનામસિંહે ઇન્ડોનેશિયા માટે ચંદ્રક જીત્યો હતો. એ ગાળો એ હતો જ્યારે આપના પૂર્વજોને જુદી જુદી સ્થિતિના કારણે ભારત છોડવાની ફરજ પડી હતી. ભારત દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે છે. ઇન્ડોનેશિયામાં પણ લોકશાહીની જડો મજબૂત છે. દુનિયામાં સૌથી ઓપન ઇકોનોમી પૈકી ભારતમાં રેકોર્ડ સ્તર પર વિદેશી રોકાણ થઇ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સામાન્ય લોકોએ તેમને પ્રધાન સેવક બનાવ્યા છે. ઇન્ડોનેશિયામાં પણ પોતાના રાષ્ટ્રપતિ ચુંટાયા છે. ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચેના સંબંધો ખુબ જુના રહ્યા છે. ઇન્ડોનેશિયાના ગુજરાત સાથે ખુબ જુના સંબંધો રહ્યા છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોઇએ કહ્યું હતું કે, કચ્છમાં રહેનાર મુસ્લિમો ત્યાંથી નિકળી ચુક્યા છે અને ઇન્ડોનેશિયા પહોંચી ચુક્યા છે જેના કારણે ગુજરાતી ભોજનની પણ ઇન્ડોનેશિયામાં શરૂઆત થઇ છે. ઇન્ડોનેશિયા ભારતના સૌથી નજીકના પડોશી દેશ તરીકે છે. બાલીમાં ભારતના આયુર્વેદ સેન્ટરોની લોકપ્રિયતા વધી રહી છે. મોદીએ પતંગ મ્યુઝિયમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તમામ પતંગ રામાણય અને મહાભારતની થીમ ઉપર હતી. આસ્થા અને સંસ્કૃતિ એક સાથે નજરે પડે છે. બંને દેશો એકબીજાની નજીક પહોંચ્યા છે. ઇન્ડોનેશિયા આશિયાન દેશોમાં ભારતના સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે છે. કારોબાર ૧૮ અબજથી વધુ પહોંચી ચુક્યો છે. ઇન્ડોનેશિયા સહિત ૧૦૬ દેશોમાં અમે ઇ-વિઝાની સુવિધા આપી ચુક્યા છે. મોદીએ ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિદોદો સાથે વાચતીત કર્યા બાદ સંયુક્ત નિવેદન પણ જારી કર્યું હતું. બંને દેશોએ ૧૫ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. શહીદોને શ્રદ્ધાંજલિ પણ મોદીએ આપી હતી. ત્રાસવાદના મુદ્દા ઉપર આક્રમક નિવેદન કર્યું હતું.