ઇન્ડોનેશિયામાં ત્રણ ચર્ચો પર આત્મઘાતી હુમલો :નવના મોત :ડઝનબંધ લોકો ઘાયલ

ઇન્ડોનેશિયામાં ત્રણ ચર્ચો પર આત્મઘાતી હુમલો :નવના મોત :ડઝનબંધ લોકો ઘાયલ

સુરાબાયાના ત્રણ ચર્ચો નિશાન બનાવાયા : હુમલો ઇસ્લામિક સ્ટેટથી પ્રેરીત જૂથ જિમા અંશરૂટ દૌલાહે કર્યો હોવાની શંકા
ંતા. ૧૩, એજન્સી દ્વારા આત્મઘાતી હુમલાખોરોએ ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાના ત્રણ ચર્ચો પર હુમલો કર્યો છે આ હુમલામાં નવ લોકો મૃત્યુ પામ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ હુમલા એકબીજાથી થોડી મિનિટોના અંતરે કરવામાં આવ્યા હતા. હજી સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.
ટીવી પર એક ચર્ચના પ્રવેશ દ્વારા પાસે જ બોમ્બ વિસ્ફોટને કારણે વિખેરાયેલા કાટમાળના દૃશ્યો જોવા મળતા હતા.
ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે. અહીં છેલ્લાં કેટલાક મહિનાઓમાં ઇસ્લામિક ઉગ્રવાદ ફરીથી માથું ઉચકી રહેલો જોવા મળી રહ્યો છે.
ઇન્ડોનેશિયામાં સ્થાનિક સમય અનુસાર સવારે સાડા સાત વાગ્યે (ભારતીય સમય અનુસાર સવારે ૬ વાગ્યે) આ હુમલો થયો હતો.
દેશની જાસૂસી સંસ્થાએ કહ્યું છે કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટથી પ્રેરીત જૂથ જિમા અંશરૂટ દૌલાહે કર્યો હોવાના સૌથી વધુ સંભાવના છે.
થોડા દિવસો પહેલાં પાટનગર જાકાર્તાના છેડે આવેલી એક ઉચ્ચ સુરક્ષા ધરાવતી જેલમાં ઇસ્લામિક ઉગ્રવાદી કેદીઓ સાથેની અથડામણમાં ઇન્ડોનેશિયન સુરક્ષા દળોના પાંચ સભ્યોના મૃત્યુ થયા હતા