ઈનોવેટર્સ ફેસડેસ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ

ઈનોવેટર્સ ફેસડેસ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અધર્સ)

રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ કરવા વિચારે.

ઇનોવેટર ફેસડેસ સિસ્ટમ્સ લિ. (આઇએફએસએલ) ગ્રાહકની આવશ્યકતાઓ અનુસાર સમગ્ર ઉકેલ સાથે ડિઝાઇન, એન્જિનિયરિંગ, ફેબ્રિકેશન અને અગ્રભાગની સિસ્ટમોનું સંચાલન કરે છે. તેણે ૧૮ વર્ષથી વધુ સમયના ઇતિહાસ સાથે તેમની બ્રાન્ડની છબી વિકસાવી રહેલ છે. આઇએફએસએલ ટેક્નિકલ ફેસડેસ માંગમાં નિષ્ણાત છે. તેમની ઉત્પાદન સુવિધા વાડા – મહારાષ્ટ્રમાં છે અને તેઓ તેમનાં તમામઉત્પાદનો સમગ્ર ફેબ્રીકેશન, એટલે કે ડીઝાઈનથી રવાનગી સુધીનું કાર્ય કરે છે. કંપનીના પ્રોડક્ટ બાસ્કેટમાં ગ્લેઝીંગ પડદા દિવાલો, ઉચ્ચ ઓવરના દરવાજા અને બારીઓ, સ્કાયલાઇટ, કેનોપીઝ, લ્યુવર, સ્ટોન ક્લેડીંગ, મેટલ ક્લેડીંગ, રૂફીંગ અને બીજાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તે અલ્ટ્રા વાયોલેટ કીરણો, એસિડિક વરસાદ, ધૂળ, ઘોંઘાટ વગેરે સામે પ્રતિરોધક ઉત્પાદનો ઓફર કરે છે. તે વિવિધ રાજ્યોમાં થી ઓર્ડર મેળવ્યા છે, એટલે કે હરિયાણા, કર્ણાટક, તામિલનાડુ, યુપી અને મહારાષ્ટ્ર. તેમની સમગ્ર ભારતમાં પાંચ શાખા કચેરીઓ છે તેણે અત્યાર સુધીમાં ૨૭૯ પ્રોજેક્ટ્‌સનો અમલ કર્યો છે, જ્યાં સુધી આવાસીય મકાન, વ્યાપારી સંકુલ, આઇટી પાર્ક્સ, એરપોર્ટ, રિટેલ અને ફાર્મા પ્રોજેક્ટ્‌સ વગેરે આવરી લેવામાં આવ્યા છે. હીરાનંદાની, રેલકોન ઇન્ફ્રા, એલ એન્ડ ટી, ગ્રેઅર એન્ડ વેઇલ અને અન્ય જેવા ગ્રાહકોને સેવા આપી છે.
હાલની ઉત્પાદન સુવિધાના અપગ્રેડેશન તેમ જ આધુનિકરણ માટે, કાર્યકારી મૂડી, અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૫૬૬૦૮૦૦ ઈકવીટી શેર, રૂ. ૭૧ થી રૂ. ૭૨ ના ભાવથી ઓફર કરીને રૂ. ૪૦.૧૯ કરોડથી રૂ. ૪૦૭૬ કરોડ (નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે) એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૪.૦૫.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૬.૦૫.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૬૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ એસ એમ ઈપર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર પેન્થોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લી. છે જયારે ઈસ્યુના રજીસ્ટ્રાર લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લિ છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૩૦ % ટકા હિસ્સો આપશે. કંપનીએ શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા શેર રૂ. ૨૦ થી રૂ. ૭૨ ના ભાવે આપેલ.(જેમાં માર્ચ ર૦૧૮ માં પ્રાઈવેટ પ્લેસમેન્ટ્ર દ્વારા રૂ. ૬ર ના ભાવે પેન્થોમેથ સગ્રુપ અને વિજય કડીયાને આપવામાં આવેલ ૧૫૩૨૨૫૮ શેરનો પણ સમાવેશ થાય છે.) આ ઉપરાંત તેમણે જુલાઈ ૨૦૦૫ માં એક શેર પર ૧.૮૬ બોનસ શેર પણ આપેલ હતા. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧૨.૭૨ અને રૂ. ૩૭.૦૮ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૩.૨૧ કરોડ છે તે વધીને રૂ. ૧૮.૮૭ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, છેલ્લા ચાર વર્ષમાં (કોન્સોલીડેટેડ બેઝીસ પર) આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો, રૂ. ૮૩.૭૫ કરોડ / રૂ. ૨.૬૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૯૨.૦૫ કરોડ / રૂ. ૩.૧૪ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૯૪.૩૯ કરોડ / રૂ. ૧.૬૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૧૦૨.૩૬ કરોડ / રૂ. ૧.૮૨ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૮ ના પ્રથમ નવ માસમાં આ કંપનીએ રૂ. ૧૨૬.૩૦ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૫.૭૫ કરોડ નફો કરેલ હતો જે ખરેખર આશ્ચર્યજનક છે. ના.વ. ર૦૧૬ માં તેમણે બોટમ લાઈનમાં પીછેહઠ કરી હતી અને છતાં ના. વ. ર૦૧૭માં ઉંચી ટોપ લાઈન છે. તા. ૩૧.૧૨.૧૭ ના રોજના એન એ વીરૂ. ૬૩.૬૪ના આધારે આ ઈસ્યુનો ભાવ ૧.૧૩ ના પી/બીવી થી આવે છે. જો આપણે આ આઈપીઓ અગાઉના વર્ષમાં કરેલ દેખાવનુુંં વાર્ષિકીકરણ કરીએ અને આ ઈસ્યુના પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો પણ માગવામાં આવેલ ભાવ ૧૮ ના પી/ઈ રેશિયોની આસપાસ આવે છે. તેમની કોઈ લીસ્ટેડ હરિફ કંપની નથી. તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં શેર દીઠ આવક રૂ. ર.૧૩ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૩.૪૧ બતાવેલ છે. આ રીતે જોઈએ તો આ ઈસ્યુ આક્રમક ભાવ બતાવે છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ તેમની ૭૧મી કામગીરી છે, અને તેમનાં છેલ્લા૧૦ લીસ્ટીંગમાં બધા જ ઈસ્યુ ૧.૬% થી ર૦% પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
જો કે કંપની છેલ્લા પાંચ વર્ષમાં ટોપ લાઈનમાં વધતીરૂખ દર્શાવે છે, છતાં ના. વ. ૧૭ અને ના. વ. ૧૭ માં એકાએક બોટમ લાઈનમાં ઘટાડો જણાય છે, અને નાણાકીય વર્ષ ૨૦૦૮ ના પ્રથમ નવ મહિનાની અદભૂત વૃદ્ધિ સાતત્ય માટે ચિંતા ઉપજાવે છે. દેખાવને આધારે આ આક્રમક ભાવની ઓફર છે. રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ કરવા વિચારે.

to invest in Sirca Paints IPO by providing IPO recommendations i.e. subscribe, avoid and neutral.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in new papers.

Email: dilip_davda@rediffmail.com