the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઈન્ડોસ્ટાર કેપિટલ આઈપીઓ પૃથ્થકરણ

ઈન્ડોસ્ટાર કેપિટલ આઈપીઓ પૃથ્થકરણ (લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરો)

એપ્રિલ ૨૦૧૮ ના મહિનાની શરૂઆત પછી, નાણાકીય વર્ષ ૧૮-૧૯ માટે મુખ્ય બોર્ડ આઈપીઓ માટે લાંબા સમય સુધી રાહ જોેયાપછી નોનબેન્કિંગ ફાઇનાન્સ કંપનીએ , તેના લગભગ રૂ. ૧૮૫૦ કરોડ ના આઈપીઓ સાથે આ બર્ફીલી શાંતિને હણી નાખી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ મુખ્ય બોર્ડ આઇપીઓની વિગતો નીચે આપેલ છેઃ
ઇન્ડોસ્ટાર કેપિટલ ફાઇનાન્સ લિ. (આઇસીએફએલ) એક અગ્રણી નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની (“એનબીએફસી”) છે, જેને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિપોઝિટ ન લેતી કંપની તરીકે રજીસ્ટર કરેલ છે. તે એક વ્યવસાયિક વ્યવસ્થાપિત અને સંસ્થાકીય માલિકીની સંસ્થા છે, જે મુખ્યત્વે ભારતના નાના અને મધ્યમ (“એસએમઈ”) લોન ઈચ્છુક સાહસો ને વ્યવસાયિક અને લોન માટે ભારતીય રૂપિયામાં નાણાકીય લોન તેમની શરતોને આધીન પુરી પાડે છે. આઇસીએફએલએ તાજેતરમાં વાહનો અને હાઉસિંગ ફાઇનાન્સ પ્રોડક્ટ્‌સને પણ ઓફર કરવા માટે તેના પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું છે. જો કે, તેમના બિઝનેસ ઓપરેશન્સના પ્રારંભિક વર્ષોમાં કંપનીએ ૨૦૧૧ માં ઓપરેશન શરૂ કર્યા પછી વધારે વિકાસ કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૭ વચ્ચે, તેના કુલ ક્રેડિટ એક્સપોઝર, કુલ આવક અને ચોખ્ખો નફો ૩૦.૦ ટકા સીએજીઆર ના દરે વધ્યો છે અને અનુક્રમે ૩૦.૦%, ૩૧.૪% અને ૨૩.૭% થયેલ છે. તેનો કોર્પોરેટ ધિરાણ વ્યવસાય જે નાણાકીય વર્ષ ૨૦૧૫ માં ૯૯.૮ ટકા હતો તે ૩૧.૧૨.૧૭ ના સમાપ્ત થતાં સમયગાળા દરમિયાન ઘટીને ૭૬.૮ ટકા થયેલ હતો અને તે સમયગાળા માટે એસએમઈ ધિરાણ વ્યવસાય ૦.૨ ટકાથી વધીને ૨૨.૭ ટકા થયો હતો. વાહન ધિરાણ કામગીરી નવેમ્બર ૨૦૧૭ થી શરૂ થઈ અને માર્ચ ૨૦૧૮ થી હાઉસિંગ ફાઇનાન્સ ઓપરેશન્સ શરુ થયેલ છે.
૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધીમાં સમગ્ર ભારતમાં ૭૧ શાખાઓ દ્વારા તેમની કામગીરી મુંબઈમાં કેન્દ્રિય ઓફિસ સપોર્ટ સાથે હાથ ધરવામાં આવી હતી. તે તારીખે તેના વિતરણ નેટવર્કમાં ૫૪૮ કર્મચારીઓ અને લગભગ ૯૪૯ તૃતીય પક્ષ સીધા વેચાણ સહયોગી હતા. આ કંપનીના પ્રમોટરો એવરસ્ટોન ગ્રૂપનો એક ભાગ છે. કંપનીની કુલ એનપીએ અનુક્રમે ૦.૬%, ૦.૨%, ૧.૪% અને કુલ એડવાન્સના ૧.૭% નો હિસ્સો ધરાવે છે, જ્યારે ચોખ્ખી એનપીએ અનુક્રમે ૦.૫%, ૦.૨%, ૧.૨% અને ૧.૩% નેટ એડવાન્સિસ ધરાવે છે. નાણાકીય વર્ષ ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭ માં સરેરાશ ઉધારની કિંમત અને ડિસેમ્બર ૩૧, ૨૦૧૭ ના રોજ પૂરા થયેલા નવ માસક્રમ અનુક્રમે ૧૧.૯ ટકા, ૧૧.૧ ટકા, ૧૦.૩ ટકા અને ૯.૧ ટકા હતો. હાલમાં આઇસીએફએલ પાસે લગભગ ૧૦૦ શાખા નેટવર્ક છે.
કેટલાંક દેવાની ફરે ચુકવણી / અગાઉથી ચુકવણી, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા આશરે ૩૨૨૩૭૭૬૨ ઈકવીટી શેર, રૂ. ૫૭૦ થી રૂ. ૫૭૨ ના ભાવથી ઓફર કરીને નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે રૂ. ૧૮૩૭.૫૫ કરોડ થી રૂ. ૧૮૪૪.૦૦ કરોડએકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૯.૦૫.૨૦૧૮ ના રોજ ખુલી ખુલશે અને તા. ૧૧.૦૫.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૬ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. આ ઈસ્યુ માટે બીઆરએલએમ જેએમ ફાયનાન્સ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કો. લિ., મોર્ગન સ્ટેન્લી ઈન્ડિયા કંપની પ્રા. લિ., મોતીલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યુરિટીઝ (ઈન્ડિયા) પ્રા.લિ કાર્યકરી રહેલ છે જયારે લિન્ક ઇન્ટાઈમ ઇન્ડિયા પ્રા.લિ. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ / એન એસ ઈ પર લીસ્ટ થશે.
શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજાશેર રૂ. ૧૦૦ થી રૂ. ૩૧પ ના ભાવે આપેલ હતા. પ્રમોટરો, વેચનાર શેર હોલ્ડરો અને બીજા વેચનાર શેરહોલ્ડરો દ્વારા દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧૩૦ થી રૂ. ૧૩૩.૨૭ છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૩૫.૩૭ % ટકા હિસ્સો આપશે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૭૮.૯૦ કરોડ છે તે વધીને રૂ. ૯૧.૧૪ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, છેલ્લા ચાર વર્ષમાં (કોન્સોલીડેટેડ આધારે) આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો, રૂ.૩૯૬.૯૧ કરોડ / રૂ. ૧૧૨.૧૩ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૫૨૮.૦૬ કરોડ / રૂ. ૧૪૯.૦૪ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૬૪૪.૦૫ કરોડ / રૂ. ૧૯૧.૬૪ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૭૧૯.૯૨ કરોડ / રૂ .૨૧૦.૮૦ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૮ ના તા. ૩૧.૧૨.૧૭ના રોજ પુરા થતા પ્રથમ ૯ માસમાં આ કંપનીએ રૂ. ૫૮૫.૯૫ ના ટર્નઓવર પર રૂ. ૧૬૪.૦૮ કરોડ નફો કરેલ હતો. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૨૫.૫૩ અને સરેરાશ આરઓએનડબલ્યુ રૂ. ૧૧.૬૨ ટકા દર્શાવેલ છે. તા. ૩૧.૧૨.૧૭ના એન એ વી રૂ. ૨૬૩.૯૬ ના આધારે તેમના ઈસ્યુનો ભાવ રૂ. ૨.૧૭ના પી/બીવી થી આવે છે. જો આપણેતેમની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણકરીએ અને ઈસ્યુ પછીના બધા જ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ ર૪ના પીઈ રેશિયોથી આવે છે. જે સામે આ ઉદ્યોગની સરેરાશ ૨૮.૬૬ છે. ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ તેણે લિસ્ટેડ પેઢીઓ તરીકે એલ એન્ડ ટી ફાયનાન્સ, પિરામલ એન્ટરપ્રાઇઝ, આદિત્ય બિરલા કેપિટલ, કેપિટલ ફર્સ્ટ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, સુંદરમ ફિન, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ. , રેપકો હોમ ને દર્શાવેલ છે કે જે અનુક્રમે લગભગ ૨૫, ૩૧,૪૮, ૨૧, ૨૫, ૩૬, ૨૮ અને ૨૧ ની પી / ઇ પર ટ્રેડ થઈ રહેલ છે (૦૨.૦૫.૧૮ ના રોજ)
મર્ચંટ બેંક મોરચે, આ ઓફર સાથે પાંચ બેંકો જોડાયેલ છે, જેઓએ છેલલા પ્રણ વર્ષમાં ૪ર ઈસ્યુનું સંચાલન કરેલ છે, જેમાંથી ૯ પબ્લિક ઈસ્યુ, ઈસ્યુના દિવસે જ ઈસ્યુ ભાવ નીચે બંધ આવેલ છે
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
આ ઈસ્યુ પૂર્ણ ભાવનો ઈસ્યુ છે, જો કે, આ સેગમેન્ટના વિકાસની સંભાવના જોતાં, રોકાણકારો લાંબા સમયગાળા માટે રોકાણ કરી શકે.