એનએસડીએફ, એનએસડીસી અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સ્કિલ ઈન્ડિયા ઝુંબેશને ટેકો આપવા માટે કરાર કર્યા

એનએસડીએફ, એનએસડીસી અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સ્કિલ ઈન્ડિયા ઝુંબેશને ટેકો આપવા માટે કરાર કર્યા

એક વર્ષમાં ૮૪૦ ઉમેદવારોને તાલીમ આપવા કરાર કરાર હેઠળ ૭૦ પ્લેસમેન્ટ ફરજિયાત રહેશે.

નવી દિલ્હી, ૧લી મે, ૨૦૧૮ઃ ઉદ્યોગની ભાગીદારી થકી સ્કિલ્ડ ઈકોસિસ્ટમ નિર્માણ કરવા માટે વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું લેતાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. (આઈઓસીએલ) અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ફંડ (એનએસડીએફ) દ્વારા બોનગાયગાવ, બરૌની અને ગુજરાત રિફાઈનરીઓમાં ૮૪૦ યુવાનોને કુશળતાની તાલીમ આપવા માટે આજે ત્રિપક્ષી સમજૂતી કરાર (એમઓયુ) પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા.
પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઉદ્યોગમાં નોકરીઓ અને સ્વ- રોજગારી થકી તકોને બહેતર પહોંચ આપવા માટે કુશળતા તાલીમ અને પરિપૂર્ણ વિકાસ થકી યુવાનોમાં આર્થિક સલામતી અને સ્થિરતાની કેળવણી કરવાનો છે.
સમજૂતી કરાર પર સહીસિક્કા કરવા સમયે બોલતાં એનએસડીસીના એમડી અને સીઈઓ શ્રી મનીષ કુમારે જણાવ્યું હતું કે અમારો ધ્યેય શિક્ષણ, રોજગારી અને વેપાર સાહસિકતા થકી અવિધિસર ક્ષેત્રમાં આજીવિકા અભિમુખ બનાવવાનો છે. આ ભાગીદારી એકધાર્યો પ્રયાસ છે અને વિવિધ ક્ષેત્રોમાં તકો બહેતર બનાવવા માટે યુવાનોને મદદરૂપ થશે.
સમજૂતી કરાર (એમઓયુ) વિવિધ ક્ષેત્ર વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉમેદવારોને કુશળતાની તાલીમ આપવા અને ભાવિ નોકરીની તકો સાથે તેમને સશક્ત બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. તાલીમ આસામમાં બોનગાયગાવ રિફાઈનરી, બિહારમાં બરૌની રિફાઈનરી, વડોદરામાં ગુજરાત રિફાઈનરી નામે આઈઓસીએલનાં ત્રણ સ્થળો ખાતે કરારની અમલની તારીખથી ૧૨ મહિનાના સમયગાળા માટે હાથ ધરવામાં આવશે. દરેક રિફાઈનરીમાં ઈલેક્ટ્રિકલ ટેકનિશિયન, મેકેનિકલ ફિટર, વેલ્ડિંગ ઓપરેટર, પ્લમ્બર જનરલ, મેસન જનરલ, આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશિયન, કન્સ્ટ્રકશન ફિટર, કન્સ્ટ્રકશન વેલ્ડર અને મેસન જનરલ જેવી નોકરીની ભૂમિકાઓમાં અનુક્રમે ૨૯૦, ૩૫૦ અને ૨૦૦ યુવાનોને તાલીમબદ્ધ કરવાનું લક્ષ્ય છે.

એનએસડીસીના ઉદ્યોગ ભાગીદારી મોડેલો સીએસઆર કટિબદ્ધતાઓને પહોંચી વળવા અને પરિપૂર્ણ કરવા અને કોર્પોરેટ નાગરિકત્વમાં આગેવાની લેવા માટે તકો પૂરી પાડે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ સપોર્ટ ઉપરાંત એનએસડીસી તેની સંલગ્નિત તાલીમ ભાગીદારો થકી પ્રોજેક્ટોની અમલબજાવણી પર નજર રાખશે.

ઈન્ડિયન ઓઈલના રિફાઈનરીઝ ડિવિઝન એચક્યુના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (એચઆર) શ્રી વી કે શુક્લાએ જણાવ્યું હતું કે ઈન્ડિયન ઓઈલ કુશળ ભારતના ધ્યેય અને કુશળતા બહેતર બનાવવા માટે સક્રિય છે, જે તેની પોતાની કોર્પોરેટ સમાજિક જવાબદારીના પ્રયાસો પર મુખ્યત્વે કેન્દ્રિત છે. અમે યુવાનોમાં રોજગારક્ષમતા અને સ્વ-રોજગારી માટે ક્ષમતા વધારવા નિયમિત ધોરણે વિવિધ કુશળતા અપગ્રેડેશન કાર્યક્રમો હાથ ધરીએ છીએ અને અમારો એનએસડીસી સાથે હાલનો સહયોગ અમારાં રિફાઈનરી એકમો આસપાસ નિવાસીઓ માટે કુશળતા વધારવા માટે વધુ એક નક્કર તક ખુલ્લી કરશે. આ તાલીમ કાર્યક્રમો બરૌની, બોનગાયગાવ, ગુજરાતની ભારતીય ઓઈલ રિફાઈનરીઓ આસપાસ હાથ ધરાશે અને અન્ય રિફાઈનરીઓમાં પણ તે સતત વિસ્તારવામાં આવશે. મને લાગે છે કે વોકેશનલ તાલીમ લાભદાયી રહેશે અને વેપારોએ બજારો દ્વારા આવશ્યક રોજગારક્ષમ કુશળતાઓ વિકસાવવા માટે રાષ્ટ્રીય લક્ષ્યો સાથે મળીને કામ કરવું જોઈએ. આ પ્રોજેક્ટ સાથે સહયોગ સમુદાયના જીવનની ગુણવત્તા સમૃ઼દ્ધ બનાવવામાં મદદરૂપ થવા માટે અમારા કોર્પોરેટ ધ્યેય પર ભાર આપે છે.