એન્ડ પિક્ચર્સ પ્રસારિત કરે છે, થ્રિલિંગ ફિચર ફિલ્મ જેડીનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર, શુક્રવાર 11મી મે, 2018ના રોજ રાત્રે 10 વાગ્યે

એન્ડ પિક્ચર્સ પ્રસારિત કરે છે, થ્રિલિંગ ફિચર ફિલ્મ જેડીનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર, શુક્રવાર 11મી મે, 2018ના રોજ રાત્રે 10 વાગ્યે

 કહેવાય છે કે, પેન એ તલવારથી પણ વધુ ધારદાર હોય છે, જ્યારે તમારી પેનનો ઉપયોગ તમારા નસીબ લખવા માટે થાય ત્યારે શું થાય? શક્તિની સાથે જવાબદારી જ નથી આવતી પરંતુ દુશ્મની પણ આવે છે. એક સત્યઘટના પર આધારીત જેડી એ એક એડિટરની વાર્તા છે, જેના પર એક મહિલા પત્રકારને શારિરીક રીતે હેરાન કરવો આરોપ છે. આ મૂવીમાં પત્રકારના જીવનમાં નિયમિત ધોરણે આવતા પડકારોની સચ્ચાઈને સામે લાવવામાં આવી છે. શૈલેન્દ્ર પાંડે દ્વારા ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવેલી આ મૂવીમાં લલિત બિશ્ત અને વેદિતા પ્રતાપ સિંઘ મુખ્ય પાત્રમાં સાથોસાથ અનુભવી કલાકાર અમન વર્મા અને ગોવિંદ નામદેવ પણ અગ્રણી ભૂમિકામાં છે. એન્ડપિક્ચર્સ, નયે ઇન્ડિયા કા બ્લોકબસ્ટર મૂવી ચેનલ, રજૂ કરશે આ ઊંડાણપૂર્વકનું નાટ્ય શુક્રવાર, 11મી મે, 2018ના રોજ રાત્રે 10 વાગ્યે. 

અમેરિકામાં પત્રકારત્વનો અભ્યાસ કર્યા બાદ, જય દ્વિવેદી ઉર્ફે જેડી (લલિત બિશ્ત) દિલ્હીમાં જઈને આ ઉદ્યોગમાં કંઇક મોટું કરવાના સપના સાથે લખનૌમાં એક નાનકડું પબ્લિકેશન ચાલુ કરે છે. તેની નોકરીના પ્રથમ દિવસે જ તે તેની વાર્તા બાયલાઇન પબ્લિશ કરવામાં સફળ થાય છે અને આ તેના પ્રવાસની શરૂઆત છે. તે તુરંત જ સફળતાના શિખર ચડી જાય છે અને તેના રાજકારણી કાકા દિવાકર વર્મા (ગોવિંદ નામદેવ)ના નાણાકીય સહકાર તે દિલ્હીમાં તેનું પોતાનું એક સામાયિક જેનું નામ જેડી છે, તે ચાલુ કરે છે. તેની એડિટર નૂર (વેદિતા પ્રતાપ સિંઘ) આ સામાયિકનું સમગ્ર સંચાલન કરે છે અને જય પર પણ કાબુ કરે છે. ધીમેધીમે જેડી પર તેની એક મહિલા પત્રકારની સાથે અસભ્ય વર્તનનો આરોપ લાગે છે અને તેનો વકીલ (અમન વર્મા) તેને મુક્ત કરવાની લડાઈ લડે છે.

શું જેડી નિર્દોષ સાબિત થશે કે પછી તેનું જીવન જેલમાં વિતાવવા માટે તેના પર દબાણ આવશે?

જય દ્વિવેદીના નસીબમાં શું છે તે વિશે વધુ જાણવા માટે જૂઓ જેડી, શુક્રવાર, 11મી મે, 2018ના રોજ રાત્રે 10 વાગ્યે એન્ડપિક્ચર્સ પર