the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એમટીવી લવસ્કૂલ નવાયુગના સંબંધોની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે સીઝન ૩ સાથે પુરાગમન કરે છેઃ એફઓ એમ ઓ

ડેટિંગ છતાં સિંગલ

એમટીવી લવસ્કૂલ નવાયુગના સંબંધોની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે સીઝન ૩ સાથે પુરાગમન કરે છેઃ એફઓ એમ ઓ
ઈંકપલ ગોલ્સનો ફરી એકવાર નવો દાખલો, કરણ કુંદ્રા અને અનુ શાદાંડેકર મુશ્કેલીમાં મુકાયેલા સંબંધોને મેન્ટર કરતાં જોવા મળશે

૭ મે, ૨૦૧૮ઃ તમે પ્રેમમાં હોય ત્યારે જીવન સુંદર હોય છે, પરંતુ તમારા આ પરફેક્ટ સંબંધોમાં જ્યારે એફ ઓ એમ ઓ ઘૂસી જાય ત્યારે શું થાય છે? જો તમારા મનમાં એવો મૂંઝારો શરૂ થાય કે કોઈક વધુ સારું મળી શકે તો શું થાય? જો તમારો વર્તમાન પ્રેમ ધાર્યા જેવો નહીં હોય તો શું થાય? આજકાલના બધા આધુનિક સંબંધોમાં પ્રેમ ભંગનો ડર લગભગ બધાને જ સતાવતો હોય છે. અગાઉની પેઢીઓથી વિપરીત નવી પેઢીઓ ડેટિંગ એપ્સની દુનિયામાં ઊછરી રહી છે ત્યારે આ નવી પેઢીના સ્વભાવમાં ઊંડાણથી ડોકિયું કરતાં એમટીવી ડેટિંગ અને સંબંધોનો રિયાલિટી શો એમટીવી લવસ્કૂલ સીઝન ૩, પાવર્ડબાય એન્ગેજડિયોઝ એન્ડ પરફ્યુમ્સની કો- પાવર્ડ બાય એલો ફ્રુટની ત્રીજી આવૃત્તિ પાછી લાવી રહીછે, જેનો હેતુ તંગ સંબંધોમાં ફરી ચમકલાવવાનો છે. લવ પ્રોફેસર્સ તરીકે ટેલિવિઝનના હોટ કપલ કરણ કુંદ્રા અને અનુશા દાંડેકર આ કપલ્સને તેમના સંબંધો સમૃદ્ધ બનાવવા અને તેમના જોડાણને વધુ મજબૂત બનાવવા માટે મદદરૂપ થશે, જેશો ૧૨ મેથી દર શનિવારે ફક્ત એમટીવી પરથી પ્રસારિત થશે.

એમટીવી લવસ્કૂલ મુશ્કેલીમાં મુકાયેલા અને તેમના સંબંધો સુધારવાની તાતી જરૂર ધરાવતા અસલ જીવનના કપલ્સ માટે સંસ્થા છે. અભિ મુખતાનો અભાવ હોય, ભરોસો ઓછો હોય, કટિબદ્ધતા અથવા પ્રેમની સમસ્યા હોય, કપલ્સની મોજ મસ્તી ભર્યા અને એક્ટિવિટીઝ થકી આ બધાં પરિમાણો પર કસોટી કરવામાં આવેછે, જે તેમને તેમના જોડીદારને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થાય છે. આ સમયે એફ ઓ એમ ઓને કેન્દ્રમાં રાખાં કપલ્સે તેમના સાથીની શોધમાં નીકળેલા સિંગલ્સના વધારાના ખતરા સાથે પનારો પાડવાનો છે. કસોટીમાં સિંગલ્સ એક પલ્સ માટે ઉત્તમ પડકારજનક ગ્રાઉન્ડ હશે, જેમાં તેઓ ખરેખર એકબીજા માટે છે કે પછી તેમણે વધુ શોધ કરવાની જરૂર છે તે શોધી કાઢશે. આ કપલ્સને દિલની બાબતમાં શીખ આપવા સાથે તેમના જીવનમાં પ્રવેશ કરનારા સિંગલ્સ સાથે તેમના જોડીદારની વફાદારીના ઊંડાણથી ખોજ પણ કરાશે. સિંગલ્સને ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારવાનો અને નવેસરથી શરૂઆત કરવાનો મોકો મળશે.

બીજીવાર શોનો હોસ્ટ બન્યોતે બદલ કરણ કુંદ્રા કહે છે, પ્રેમ આજ સુધી હયાત સૌથી સુંદર લાગણી છે, પરંતુ સમય અને અવગણના સાથે નાના મુદ્દાઓ પણ કપલ્સ માટે કડવી વાસ્તવિકતાઓમાં ફેરવાઈ જાય છે. એમટીવી લવ સ્કૂલ સાથે અમે કપલ્સની સમસ્યાઓને સમજવાનું અને તેમના સંબંધોને કમ સે કમ એક તક આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ રોમાંચક વળાંક સાથે આ સીઝન શરૂ થવાની હું આતુરતાથી વાટ જોઈ રહ્યો છું, કારણ કે કપલ્સના હચમચી ઊઠેલા સ્વર્ગમાં સિંગલ્સનો પ્રવેશ થઈ ચૂક્યો હોવાથી તેમને માટે વધુ કપરાં ચઢાણ છે.

એમટીવી લવસ્કૂલ સીઝન ૩ કપલ્સ માટે અસલ જીવનના સંજોગો લાવશે અને સિંગલ્સ તેમના જીવનમાં પ્રવેશ કરવાથી તેમને એક વિચાર સાથે પોતાના સંબંધોનું પુનઃઆકલન કરવું પડસે કે શું મારે માટે કોઈક વધુ સારું છે? એમ અનુ શાદાંડેકરે ઉમેર્યું હતું.

હૃદય ભંગથી હૃદય જોડવાથી નવી પ્રેમકથા લખવા સુધી એમટીવી લવસ્કૂલ સીઝન ૩ દર્શકોને લવર કોસ્ટર રાઈડ પર લઈ જવા માટે સુસજ્જ છે. નવી ફોર્મેટ ભરપૂર રોમાંચ લાવવા વચન બદ્ધ છે, જે સ્પર્ધકો અને દર્શકો માટે પણ પ્રેમ અને સંબંધો પર અમાર અણધાર્યા અને કપરા પાઠ આપશે.