કર્ણાટકની જનતાએ ગુમરાહ કરનારાને જવાબ આપ્યો: વિજયની ખુશી પણ બનારસમાં દુર્ઘટનાથી દુઃખ:ભાજપ મુખ્યાલયમા મોદીનું સંબોધન

કર્ણાટકની જનતાએ ગુમરાહ કરનારાને જવાબ આપ્યો: વિજયની ખુશી પણ બનારસમાં દુર્ઘટનાથી દુઃખ:ભાજપ મુખ્યાલયમા મોદીનું સંબોધન

જનતાએ ન માત્ર કોંગ્રેસને નકારી પરંતુ વંશવાદની રાજનીતિ અને વિભાજનકારી જાતિવાદને પણ ફગાવ્યો :અમિતભાઇ શાહ

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ દિલ્હી સ્થિત ભાજપ હેડ ક્વાર્ટરમાં ઉત્સવી માહોલ જામ્યો હતો અહીં પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક થઈ રહી છે. બેઠકમાં સામેલ થવા માટે પાર્ટી અધ્યક્ષ અમિતભાઈ  શાહ, વડાપ્રધાન મોદી, વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ સહિત પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા અમિતભાઇ શાહ પાર્ટી મુખ્યાલય પહોંચતા જ ભવ્ય સ્વાગત કરાયું હતું બેઠકમાં રાજનાથ સિંહ પણ પહોંચ્યા છે.

 બેઠક શરૂ થયા પહેલા અમિતભાઈ  શાહે કર્ણાટકમાં પાર્ટીની જીત પર કર્ણાટકની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, આ જનાદેશથી સ્પષ્ટ છે તે કર્ણાટકની જનતાએ કોંગ્રેસને નકારી દીધી છે. તેમણે કહ્યું કે, જનતાએ ન માત્ર કોંગ્રેસને નકારી પરંતુ વંશવાદની રાજનીતિ અને વિભાજનકારી જાતિવાદને પણ ફગાવી દીધો છે.

   બેઠકને સંબોધિત કરતા પાર્ટી અધ્યક્ષ અમિતભાઈ શાહે કહ્યું કે, 2014 બાદ દેશમાં વિકાસની જે યાત્રા ચાલી, તેનું પરિણામ છે કે ભાજપ સતત 15 રાજ્યોમાં ચૂંટણી જીત્યું છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં આપણે માત્ર બહુમતથી 7 સીટ પાછળ રહી ગયા તો કોંગ્રેસને ખૂબ ખુશી મળી. અમિતભાઈ  શાહે કહ્યું કે, તે કોંગ્રેસને જણાવી દેવા માંગે છે કે કોંગ્રેસ ખુદ 122 સીટો પરથી 77 પર પહોંચી ગઈ છે. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા પોતાની પરંપરાગત સીટ પરથી હારી ગયા છે. બીજી સીટ પણ ખુબ ઓછા અંતરથી જીત્યા છે.

   કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કહ્યું કે પાર્ટી અધ્યક્ષ અમિતભાઈ  શાહની ઉત્તમથી ઉત્તમ રણનીતિને કારણે ભાજપ સતત જીત મેળવી રહી છે. તેમણે પોતાના સંબોધનમાં વારાણસીમાં થયેલી ફ્લાઇઓવર દુર્ઘટના પ્રત્યે પણ દુખ વ્યક્ત કર્યું હતું.

   તેમણે કહ્યું કે, આ ચૂંટણીએ તેમના મનને ખૂબ પ્રભાવિત કર્યું. ગેર હિન્દી ભાષી ક્ષેત્રમાં જતા સમયે મારા મનમાં સંકોચ થતો હતો કે ત્યાં કેમ સંવાદ સ્થાપિત કરવામાં આવશે. પરંતુ તેમણે કહ્યું કે, કર્ણાટકની જનતાએ તેમને એટલો પ્રેમ આવ્યો કે ભાષાની અજ્ઞાનતા તેમની વચ્ચે ન આવી.

   પીએમ મોદીએ કહ્યું કે, જનતા જનાર્દન ભગવાનનું રૂપ હોય છે. કર્ણાટકની જનતાએ ગુમરાહ કરનારાને જવાબ આપ્યો છે. કર્ણાટકની જનતાને શુભેચ્છા આઠવું છું. પીએમ મોદીએ કહ્યું, સંગઠન શક્તિથી ક્યાં પ્રકારે ચૂંટણી લડી શકાય છે, તે અધ્યક્ષ જી (અમિત શાહ) પાસેથી શીખી શકાય છે.

   તેમણે કહ્યું કે, પશ્વિમ બંગાલમાં 14 મેએ યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં લોકતંત્રની હત્યા થતા દેશે જોઈ છે. ઉમેદવારીથી લઈને વોટિંગ સુધી લોકતંત્રની હત્યા કરવામાં આવી. બંગાળમાં સત્તાધારી પાર્ટી સિવાય તમામ પાર્ટીઓના નિર્દોષ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી. તેમણે કહ્યું કે ચૂંટણીમાં લોકતંત્રના માથામાં જે ઘાવ બન્યા છે, તેમાંથી બહાર નિકળવા માટે તમામ પાર્ટીઓના તમામ જવાબદાર લોકોએ કોઈને કોઈ ભૂમિકા અદા કરવી પડશે