કર્ણાટક : અંતે સિદ્ધારમૈયાએ રાજ્યપાલને રાજીનામુ સોંપ્યું

રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે રાજીનામુ આપ્યું
કર્ણાટક : અંતે સિદ્ધારમૈયાએ રાજ્યપાલને રાજીનામુ સોંપ્યું
બે બેઠકો પૈકીની એક ઉપર સિદ્ધારમૈયાનો પરાજય થયો

બેંગ્લોર, તા. ૧૫
કર્ણાટક વિધાનસભાના ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં રાજકીય મેનેજમેન્ટનો દોર શરૂ થયો હતો. પરિણામ અને પ્રવાહ જારી થયા બાદ હાલના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સાંજે સવા ચાર વાગ્યાની આસપાસ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને મુખ્યમંત્રી પદેથી આપેલું રાજીનામુ સુપ્રત કર્યું હતું. સિદ્ધારમૈયાથી પહેલા કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પરમેશ્વર પણ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા પરંતુ રાજભવનથી સમય ન મળતા આ મુલાકાત થઇ શકી ન હતી. પરમેશ્વર પરત ફર્યા બાદ જ સિદ્ધારમૈયા રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને મુખ્યમંત્રી તરીકે રાજીનામુ સુપરત કર્યું હતું. એમ માનવામાં આવે છે કે, આ ગાળા દરમિયાન રાજ્યપાલ અને સિદ્ધારમૈયાએ થોડાક સમય સુધી ચર્ચા કરી હતી. ત્યારબાદ વિદાય લેતા મુખ્યમંત્રી રાજભવનથી રવાના થઇ ગયા હતા. બે સીટો ઉપર ચૂંટણી લડી રહેલા સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી સીટ પરથી જેડીએસના ઉમદેવાર સામે હારી ગયા છે. જો કે, બદામી સીટ પર તેઓ મુશ્કેલથી જીતી શક્યા હતા. અહીં તેઓએ ભાજપના ઉમેદવાર પર જીત મેળવી હતી.