કર્ણાટક ચૂંટણીઃ પોલિટિકલ 3D ગેમથી યુથને ટાર્ગેટ કરી રહ્યા છે ‘મારિયો’ કુમારસ્વામી

તેમનો બોલવાનો લહેકો હોલિવૂડની પ્રખ્યાત વોર બેઝ્ડ ફિલ્મ ‘ગ્લેડિએટર’ની યાદ અપાવે છે. અહીં ગ્લેડિએટરના રસેલ ક્રોની વાત નથી થઇ રહી. અહીં વાત થઇ રહી છે જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા કુમારસ્વામીની. તેઓ ભલે ફિલ્મો નથી કરતા પરંતુ અભિનય રગ-રગમાં છે. કર્ણાટકની ચૂંટણીમાં કુમારસ્વામી તેનો પરિચય આપી રહ્યા છે. પોતાના પહેલા રાજકીય રમતને અલગ રીતે રમી રહ્યા છે.

એક અનોખી કોશિશ અંતર્ગત જેડીએસએ એક ગેમ રિલિઝ કરી છે. જે એક રીતે વીડિયો ગેમ મારિયોની જેવી જ છે. જેડીએસના આ ગેમમાં કુમારસ્વામી મારિયોની જેમ એક સ્લેમની જેમ બીજા સ્લેમમાં સિફ્ટ થતાં નજરે ચડે છે. સ્લેબનો રંગ વાદળી કે નારંગી ફૂલ જેવો છે. જે કોંગ્રેસ અને બીજેપીને દર્શાવે છે.

ગૂગલ એપ સ્ટોર પર જેડીએસની 3D ગેમને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધી આ ગેમના 250 રિવ્યૂઝ આવ્યા છે. ગૂગલ એપ સ્ટોરે આ ગેમને 4.8નું રેટિંગ આપ્યું છે. આ ગેમ 5000 વખત ડાઉનલોડ કરવામાં આવી છે. જેડીએસનો દાવો છે કે, આ ગેમને પાર્ટીના ઓફિશિયલ વેબસાઇટથી 11,000થી વધારે ડાઉનલોડ કરવામાં આવી છે.

જેડીએસના આ ગેમને અમેરિકામાં રહેનારા કિરન શિવલિંગએ જણાવ્યું હતું કે, જેડીએસનો દાવો છે કે, શિવલિંગ પાર્ટી સાથે સંકળાયેલા નથી. તેઓ કુમારસ્વામી સાથે ફેન છે અને તેમને કોલ કરે છે.

જો ફરીથી વાત કરીએ જેડીએસની આ ગેમની તો જ્યારે પ્લેયર આ ગેમના કેરેક્ટર (કુમારસ્વામી)ને તો ખાસ સ્લેબ પર લેન્ડ કરે છે. ત્યારે પોઇન્ટ એડ થઇ જાય છે. ગેમના કેરેક્ટરને એક વધારે સ્ટેપ શિફ્ટ કરાવવાથી મહિલા કેરેક્ટર (જેના હાથમાં તાજો પાક છે.) સ્લેબ પર જોવા મળે છે. જેડીએસના આઇટી સેલના હેડ નવીન સીએ જણાવ્યું હતું કે, આ ગેમમાં 20થી વધારે લોકો કામ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોથી અન્ય શહેરોમાં ખાસકરીને યુવાઓમાં પોતાની ઓળખ બનાવવા માટે અમારી પાર્ટીની એક અનોખી કોશિશ છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા અને મોબાઇલ ગેમિંગ ડોમેનમાં આ એન્ટ્રી રસપ્રદ છે. આ પહેલા પાર્ટીની ઓળખ ગ્રામીણ કર્ણાટક અને ખેડૂતો વચ્ચે ખુબ જ વધારે હતી.