કલર્સના ડાન્સ દીવાને પર ડાયરેકટર શશાંક ખૈતાન અને કોરિયોગ્રાફર તુષાર કાલિયા સાથે જોડાઇ માધુરી દિક્ષિત જજિસની સીટ પર પાછી ફરશે!

ધક ધક ગર્લના હુલામણાં નામથી ઓળખાતી, માધુરી દિક્ષિત નેને કલર્સના અનોખા ડાન્સ રિઆલિટી શો ડાન્સ દીવાને પર જજ તરીકે આવવા સાથે ટેલિવિઝન પર પાછી ફરી રહેલ છે. તેણીની સાથે પોતાના ડાયરેકટોરિયલ સાહસ – હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, બદરીનાથ કી દુલ્હનિયા માટે જાણિતા ડાયરેકટર શશાંક ખૈતાન અને કોરિયોગ્રાફર તુષાર કાલિયા જે ડાન્સ માટેના પોતાની કોન્ટેમ્પરરી સ્ટાઇલ તથા ઝલક દિખલા જામાં ભાગ લેવા બાબતે જાણિતા છે જોડાશે.

ભારતીય ટેલિવિઝન પર વર્તમાન ડાન્સ શોઝના ઝૂમખામાં, આ અદ્વીતિય ફોર્મેટ એવા ડાન્સર્સને એક મંચ પુરું પાડે છે જેઓ પોતાની પ્રતિભા દેખાડવા ઘેલા અને ઘેલછાથી ભરપૂર છે. ભાગ લેનારા તમામ પોતની વર્ગાવલી સ્પર્ધા કરશે –બાળકો, યુવાનો અને વયસ્કો એમ 3 વય વર્ગાવલીઓની શ્રેણી ધરાવે છે. દરેક વર્ગાવલીમાં એક એમ ત્રણ ફાઇનાલિસ્ટસ ઇન્ડિયાના અલ્ટીમેટ ડાન્સ દીવાના હોવાનું બિરૂદ પામવા સ્પર્ધા કરશે.

શો પર ટિપ્પણી કરતાં, માધુરી દિક્ષિત નેને એ જણાવ્યું, “કલર્સ અને હું હંમેશા ખૂબ જ સફળ સબંધ ધરાવતાં આવ્યાં છીએ અને તેઓના અનોખા નવા રિઆલિટી શો – ડાન્સ દીવાનેનો ભાગ હોવા બાબતે હું સુપરએકસાઇટેડ છું. શોની USP એ છે કે તે ભારતની 3 પેઢીઓને પરફોર્મ કરવા એક કોમન પ્લેટફોર્મ પુરું પાડી તમામ વય જૂથો વચ્ચે ડાન્સની ઘેલછાની ઊજવણી કરે છે, જયારે પ્રતિભા હંમેશા ચમકશે, બાળકોથી લઇ વયસ્કો સુધીની રેન્જના અમારા પ્રતિસ્પર્ધીઓ માંહે ડાન્સ માટેની દીવાનગી જોવાની અમને આશા છે જે અમારા શોને અલગ પાડનાર સૌથી મોટી બાબત છે. મારા માટે, ડાન્સિંગ એક ઘેલછા અને હું જે છું તેનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છેસ આથી હું શોના શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલ છું કે જેથી અમે ભારતના સાચા ડાન્સ દીવાનાને શોધી શકીએ.”

ડાયરેકટર શશાંક ઐતાને કહ્યું, “ડાન્સ દીવાને સાથે, હું એક એવા રિઆલિટી શો પર પદાર્પણ કરી રહેલ છું જે વિવધ જૂથો માંહે છે અને વિભિન્ન વય જૂથોને એક જ મંચ પર લઇ આવનાર છે. અમે એવા પ્રતિભાશાળી ડાન્સર્સની શોધમાં છીએ, ભારતને ડાન્સ માટેની દીવાનીથી જે પણ રીઝવી દે, વય સબંધી કોઇ  બેડીઓ નથી. માધુરીજી સાથે જયૂરીની પેનલમાં હોવું એક બહુમાનની વાત છે, તેણી હંમેશાથી મારી અંગત રીતે મનપસંદ રહેલ છે અને ટૂંક સમયમાં જ શોનું શૂટિંગ થાય તેની હું રાહ જોઇ રહેલ છું.”

આ માનવંતા જજિસની પેનલ સાથે જોડાવા બાબતે આનંદિત, કોરિયોગ્રાફર તુષાર કાલિયાએ કહ્યું, “પ્રતિસ્પર્ધી હોવાથી લઇ વિવિધ બોલીવુડ ફિલ્મ્સનું કોરિયોગ્રાફિંગ કરવું અને હવે જજિસ ત્રિપુટીનો હિસ્સો બનવું, મારા માટે આ લાંબી પણ ભરપૂર કરી દેનાર મુસાફરી રહી. જીવનમાં જવલ્લે જ મળતી આ તક માટે હું આભાર છું, તમારા કો–જજ તરીકે માધુરી મેડમ અને શશાંક ખૈતાનની સાથે બેસવું ચોકકસપણે ગળગળા કરી દેનાર છે. જો કે, મને ખાતરી છે કે આ અનુભવ અવિસ્મરણીય છે.”

ઇન્ડિયાસ ડાન્સ દીવાનેના દેશવ્યાપી ઓડિશન્સ ચાલી જ રહૃાાં છે અને શો ટૂંક સમયમાં કલર્સ પર શરૂ થવા જઇ રહેલ છે.