કલર્સના તુ આશિકીમાં રાકેશ બાપટ પોતાનો અભિનય દર્શાવશે

કલર્સની લોકપ્રિય ડ્રામા સીરિઝ, તુ આશિકી  આવનારી સ્ટોરીલાઇનમાં નવી એન્ટ્રી જોશે. લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા, રાકેશ બાપટને રેયાંશ દિવાનની ભૂમિકા ભજવવા ઉતારવામાં આવી રહેલ છે.

રેયાંશ દીવાન તરીકે રાકેશ બાપટ શોમાં પ્રવેશ કરશે, જે એક ઉદ્યમી અને સંગીત રસિયો છે. તે લંડનમાં ક્લબ્સની આખી હરોળ ધરાવે છે. તે સકારાત્મક પાત્ર છે પુષ્કળ કરિશ્મા અને ઉત્સાહપૂર્ણ. તે ઉષ્માપૂર્ણ છે, છતાં પણ સાચો વ્યવસાયી અને શુદ્ઘ વેપારી છે. કહાણીના આગળ વધવાની સાથે, રાકેશનું પાત્ર આહાન (રિત્વિક અરોડા) અને પંક્તિ (જન્નત ઝુબેર)ના જીવનમાં નવા વળાંકો અને ઘુમાવો લઇને આવશે.

પોતાની ભૂમિકા અંગે બોલતાં, રાકેશ બાપટે કહ્યું, “મેં આ શોને ધ્યાનમાં લીધો તેનું કારણ છે ‘ભૂમિકા’. આના ભ્રમકારક, મિષ્ટ અને આશ્ચર્યથી ભરપૂર અને આશ્ચર્યો  હંમેશા ઉત્તેજનાત્મક રહૃાાં છે. મારા માટે આ ભૂમિકા પ્રથમછે અને મને આશા છે કે હું આ નવા શેડ વડે દર્શકોનું મનોરંજન કરી શકીશ. કલર્સ અને નિર્માતા ગુરુદેવ ભલ્લા સાથે કામ કરવા આતુર છું. એ પણ કે ભેગા મળી હું સરસ સકારાત્મક રચનાત્મક મુસાફરીની આશા સેવું છું.”

વધુ જાણવા માટે, તુ આશિકી સાથે જોડયેલા રહો દર સોમવાર થી શુક્રવાર સાંજે 7.00 કલાકે ફક્ત કલર્સ પર.