the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કારકિર્દીના ઓફબીટ વિકલ્પો – નવા ક્ષેત્રોમાં તકોનું સર્જન

કારકિર્દીના ઓફબીટ વિકલ્પો – નવા ક્ષેત્રોમાં તકોનું સર્જન

ડો. બી. રાજશેખર, ડીન, સ્કૂલ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સિસ, મનીપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન

થોડાં વર્ષો પહેલાની જ વાત છે કે જ્યારે સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે પરંપરાગત કારકિર્દીની તકો પસંદ કરવી એક માત્ર વિકલ્પ હતો. જોકે, હવે ઘણી સંખ્યામાં ઓફબીટ વિકલ્પો ઉપલબ્ધ છે, જે સંખ્યાબંધ લાભો પૂરા પાડે છે. આજની પેઢી પાસે તેમની રૂચિ, કૌશલ્યો અને વ્યક્તિગત વિશેષતાઓને આધારે કારકિર્દી પસંદ કરવાના સંખ્યાબંધ વિકલ્પો છે. બિનપરંપરાગત ક્ષેત્રોમાં કારકિર્દી વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે અને મોટાભાગના લોકો આ પડકારજનક તકોને પસંદ કરી રહ્યાં છે અને સતત બદલાતા અને ઉભરતા વિશ્વ ઉપર અસરો પેદા કરવા ઇચ્છે છે.

એન્જિનિયરીંગ અને મેડીસીન ગત પેઢીના વિદ્યાર્થીઓ માટે પસંદગીના વિકલ્પો હતો, પરંતુ હવે ઘણાં ક્ષેત્રોમાં સ્દ્યોશિયલાઇઝેશન પ્રત્યે વિદ્યાર્થીઓમાં રૂચિ અને લોકપ્રિયતા વધી રહી છે અને આમાંથી મોટાભાગના કોર્સ વૈશ્વિક જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યાં છે.

વિપુલ સંભાવનાઓ સાથે ઓફબીટ કોર્સિસ

એલાઇડ હેલ્થ સાયન્સિસ
હું હેલ્થકેરમાં સાયન્સ અને ટેકનોલોજીમાં અરજી કરવા માગું છું અને તે હેલ્થ સાયન્સિસમાં નવી તકોનું સર્જન કરી રહ્યાં છે. આ કોર્સ વિદ્યાર્થીઓને પસંદગીના ચોક્કસ ક્ષેત્રને અપનાવવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થીઓ ન્યુક્લિઅર મેડીસીન ટેકનોલોજી, મેડીકલ ઇમેજીંગ ટેકનોલોજી, કાર્ડિઓ વાસ્ક્યુલર ટેકનોલોજી, હેલ્થ ઇમ્ફર્મેશન એન્ડ મેનેજમેન્ટ, ઓક્યુપેશનલ થેરાપી, રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી એન્ડ ડાયાલિસિસ ટેકનોલોજી, એક્સરસાઇઝ એન્ડ સ્દ્યાોટ્‌ર્સ સાયન્સ વગેરેમાં અભ્યાસ કરી શકે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં નવા વિચારોને પરિણામે અસંખ્ય લાભો થઇ રહ્યાં છે તેમજ યુવાનોની ઇઙ્માોવેશનની ક્ષમતાને બળ આપવા ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે.

કોર્સની લિંકઃ https://manipal.edu/soahs-manipal.html

જીયોપોલિટિક્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
જટિલ આંતરસંબંધો, અન્ય દેશો વિશે મજબૂત માહિતી, રાજકીય સિસ્ટમ, વિવિધ માનસિકતાઓ, લોકોના હિતો અને આ તમામ માહિતીને એકત્ર કરવાની ક્ષમતા જીયોપોલિટિક્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સમાં સફળ કારકિર્દી બનાવવા માટેની પૂર્વ-જરૂરિયાતો છે.

કોર્સની લિંકઃ જીયોપોલિટિક્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ

પબ્લિક હેલ્થ
વિકસિત દેશો અને પબ્લિક હેલ્થ પ્રોફેશ્નલ્સ માટે સમુદાયોની સલામત અને તંદુરસ્ત રાખવાની જરૂરિયાતો વધી રહી છે.
કોર્સની લિંકઃ

યુરોપિયન સ્ટડિઝ એન્ડ ગાંધીયન પીસ સ્ટડિઝ
યુરોપિયન સંસ્કૃતિ અને વારસામાં રૂચિ હોય તો યુરોપિયન સ્ટડિઝમાં કોર્સ કરી શકાય. આ કોર્સ એ પ્રકારે ડિઝાઇન કરાયો છે કે જેનાથી વિદ્યાર્થઈઓ ઇન્ટરકલ્ચર સજ્જતા કેળવવાની સાથે-સાથે વિદેશી ભાષામાં નિપૂંણતા પણ હાંસલ કરી શકે.

આજ પ્રકારે વિશ્વભરમાં ગાંધીના મૂલ્ય, સિદ્ધાંતો અને વિચારધારાને ફેલાવવા ઇચ્છતા સ્કોલર્સ ગાંધીયન વિચારધારાનો અભ્યાસ કરી રહ્યાં છે. આ કોર્સથી લીડરશીપ વિકસાવવામાં તથા વૈશ્વિક પરિબળોને લક્ષ્યમાં રાખીને વ્યૂહાત્મક કૌશલ્યો હાંસલ કરવામાં મદદ મળી રહેશે.

કોર્સની લિંકઃGandhian and Peace Studies , European Language and Intercultural Studies
તારણ
ભૌગોલિક સરહદો દૂર થતાં ભારતીય રોજગાર બજાર રોજગારી ઇચ્છતા લાખો લોકો માટે નવા ક્ષેત્રો અને વિવિધ જોબ પ્રોફાઇલ્સ સાથે ઉભરી રહ્યું છે. માહિતી અને ઇન્ટરનેટના યુગમાં પ્રતિભા અને માહિતી ધરાવતા કોઇપણ વ્યક્તિ માટે સપના સાકાર કરવું શક્ય બન્યું છે. ભારત પાસે વૈવિધ્યસભર યુવા પ્રતિભા છે અને તેઓ જોખમની સાથે આઉટ-ઓફ-બોક્સ વિચારોથી સજ્જ છે. હવે શૈક્ષણિક સંસ્થાઓ આ વિદ્યાર્થીઓની માહિતીની જરૂરિયાતોને પ્રોત્સાહન આપે અને તેમને પોતાના રસના ક્ષેત્રોમાં આગળ વધવા બળ આપે તે આવશ્યક છે