કાર્લટોન એજ – બિલ્ટ ટુ લાસ્ટ હવે લાઈફ ટાઈમ અને એરલાઇન ડેમેજ વોરંટી સાથે

કાર્લટોન એજ – બિલ્ટ ટુ લાસ્ટ  હવે લાઈફ ટાઈમ અને એરલાઇન ડેમેજ વોરંટી સાથે

કાર્લટોન લગેજ હવે કાર્લટોન એજ તરીકે ઓળખાતા બિઝનેસ ટ્રાવેલ બેગની બોલ્ડ નવી પ્રીમિયમ રેન્જ લોંચ કરે છે. કાર્લટોનની સૌથી મોટી પ્રોડક્ટ અને સર્વિસ ઇનિસીએટીવ, ધ કાર્લટોન એજ સિરીઝ ગેમ ચેન્જિંન્ગ લાઈફટાઈમ વોરંટી સાથે આવે છે. વિશિષ્ટ રીતે, આ વોરંટીમાં એરલાઇન ડેમેજને પણ આવરી લેવામાં  આવે છે, આ એવું ફીચર છે કે જે ભારતની અન્ય કોઈપણ બેગ ઓફર નહિ કરે.

વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝના વાઇસ ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાધિકા પિરામલ કહે છે કે ” યુનિક લાઈફટાઈમ વોરંટી ધરાવતી કાર્લટોન એજથી અમને આશા છે કે, આ કોઈપણ પ્રકારનું બેગ ડેમેજ થવા દેશે નહિ.મારા માઈન્ડમાં એ જ વિછર આવે છેકે જે એક લીડર ને આવે- રમતના નિયમોમાં વિક્ષેપ, નવીનીકરણ અને ફેરફારો મને ખાતરી છે કે આ અભિયાન આ યુનિક ઓફરિંગ માટે પરફેક્ટ લોન્ચ પેડ હશે.”

 વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝના સીઈઓ સુદીપ ઘોસે ઉમેરે છે કે, “કાર્લટોન એજ અને તેની લાઈફટાઇમ વોરંટી હવે ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમ લગેજ કેટેગરી માટે લેવલ વધારે છે.ઉત્પાદન અને સર્વિસ બંનેમાં આ સાચું સંશોધન છે.બેગ અને યુનિક લાઈફટાઈમ વોરંટી બંનેની ઉજવણી કરવા માટે ડિઝાઇન કરાયેલ આ માર્કેટિંગ કેમ્પેઈન એક હાઈ ઈમ્પૅક્ટ લોન્ચ છે.”

વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝના હેડ ઓફ માર્કેટિંગ અનિરુદ્ધ પાંધરકરે જણાવ્યું કે, “કાર્લટન એજની લાઇફટાઇમ વોરંટી એ કેટેગરી ચેન્જર છે. કોઈ અન્ય બેગ બ્રાન્ડ વોરંટી આપે છે જે તમામ પ્રકારના ડેમેજની કાળજી લે છે, જેમાં એરલાઇનના ડેમેજનો સમાવેશ થાય છે, કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે. આ માર્કેટિંગ કેમ્પેઈન આ બેગના વિશેષ ગુણો અને તેની વિશેષ ઓફર પર પ્રકાશ પાડે છે. “

આ વિકસિત બેગ શ્રેણી અને યુનિક લાઈફટાઈમ વોરંટી બંને લોન્ચ કરવા માટે, કાર્લટોન 360- ડિગ્રી માર્કેટ કેમપેઇન સાથે આવે છે, જે કાર્લટોન એજ એક્સપિરિયન્સના વિવિધ પાસાઓની ઉજવણી કરવા માટે રચાયેલ છે.

આ કેમ્પેઈન કાર્લટોન એજન્સી ઓફ રેકોર્ડ- વ્હાયનેસ વર્લ્ડવાઇડ દ્વારા કલ્પિત છે. આ માર્કેટિંગ કેમ્પેઈનું ટીવી કોમર્શિયલ પ્રખ્યાત બ્રિટિશ એડ ફિલ્મ મેકર પીટર દ્વારા નિર્દેશિત છે. કાર્લટોન બેગની વિરાસત અનુરૂપ કોમર્શિયલને લંડનમાં એક પ્રામાણિક બ્રિટિશ અનુભવ અને શૈલી માટે ફિલ્માવવામાં આવી છે