કોટક સિક્યોરિટીઝ દ્વારા સ્ટોક માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા ફ્રી ઇન્ટ્રાડે ટ્રેડિંગની શરૂઆત

આશિષ ચૌહાણ અને કમલેશ રાવે ભારત અને ભારતની આમ જનતા માટે સંપત્તિ સર્જનના માર્ગો વિષે ચર્ચા કરી
કોટક સિક્યોરિટીઝ દ્વારા સ્ટોક માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા ફ્રી ઇન્ટ્રાડે ટ્રેડિંગની શરૂઆત
૧૮ મહિનામાં ગ્રાહકોની સંખ્યા બમણી કરાશે
બહુવિધ એએમસીના મ્યુચ્યુઅલ ફન્ડ્‌સમાં રોકાણ માટે મ્જીઈ જીંછઇ સ્હ્લ પ્લેટફોર્મ માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે હાથ મિલાવ્યા

અમદાવાદ, મે ૭, ૨૦૧૮ઃ કોટક સિક્યોરિટીઝ લિમિટેડે (કેએસએલ) આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી આશિષ ચૌહાણની હાજરીમાં સ્ટોક માર્કેટ અંગેની તેની ભાવિ યોજનાનો ચિતાર આપ્યો હતો. સમગ્ર રાષ્ટ્ર અને આમ આદમી પોતાની સંપત્તિમાં વધારો કરી શકે તે હેતુથી, કેએસએલે ફ્રી ઇન્ટ્રાડે ટ્રેડિંગ ઓફર કરવાની શરૂઆત કરી છે, જે આજ સુધીની આ પ્રકારની પહેલી ઓફર છે. આ ઓફર હેઠળ ગ્રાહકો વાર્ષિક ફક્ત રૂ.૯૯૯ ભરી કેશ, ફ્યુચર અને ઓપ્શન્સ સેગમેન્ટ્‌સમાં વિના કોઇ દલાલી ટ્રેડ કરી શકશે. વધુમાં, ગ્રાહકો તેમના વ્યવહારોની ખાતરી અને ચોકસાઇ માટે કેએસએલના રિસર્ચ અને ટેક્નોલોજી પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકશે.

ફ્રી ઇન્ટ્રાડે ઓફર કરી કેએસએલ આગામી ૧૮ મહિનાના સમયગાળામાં તેના ગ્રાહકોની સંખ્યા બમણી કરવાની યોજના ધરાવે છે. આ ઓફરથી બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટા પરિવર્તન આવશે અને સેકન્ડરી માર્કેટમાં બહોળી વૃદ્ધિ જોવા મળશે.

કેએસએલે તેના ગ્રાહકોને મ્જીઈ જીંછઇ સ્હ્લ પ્લેટફોર્મ ઓફર કરવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે હાથ મિલાવ્યા છે. ૧ જુન, ૨૦૧૮થી ગ્રાહકો બહુવિધ એમએમસીની મ્યુચ્યુઅલ ફન્ડ્‌સ સ્કીમમાં રોકાણ કરી શકશે. ગ્રાહકો મોબાઇલ, વેબસાઇટ અને ડીલર નેટવર્ક દ્વારા ડાયરેક્ટ અને રેગ્યુલર સ્કીમ્સમાં રોકાણ કરી શકશે. થોડા સમય બાદ આ પ્લેટફોર્મ ગ્રાહકો ન હોય તેવા વ્યક્તિઓને પણ ઓફર કરવામાં આવશે.

કેએસએલના રિટેલ ભાગીદારીમાં વધારો કરવાના આ પ્રયત્નોને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ડિયાસ્ટેકનો ટેકો મળી રહ્યો છે કે જે ભારતીય અર્થતંત્ર અને નાણાકીય બચતને પ્રોત્સાહન આપે છે. વધુમાં, ભારત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ ટ્રિલીયન યુએસ ડોલરનું અર્થતંત્ર બને તેવી પૂરી સંભાવના છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ આશિષ ચૌહાણએ જણાવ્યું, “સંપત્તિ સર્જન માટે ઇક્વિટી અત્યાર સુધીમાં સૌથી વધુ કાર્યક્ષમ રોકાણ સાબિત થયું છે. ઇક્વિટી માર્કેટની વૃદ્ધિ થવાથી મૂડી સર્જન થાય છે જે હજારો નોકરીનું સર્જન કરે છે. દુર્ભાગ્યે હાલમાં ફક્ત બે કરોડ લોકો ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરે છે. પોતાની મેળે લાંબા ગાળાનું રોકાણ કરતા રોકાણકારો જ બજારને જીવંત રાખે છે. ફ્રી ઇન્ટ્રાડે ટ્રેડિંગની શરૂઆત કરવા બદલ હું કોટક સિક્યોરિટીઝને બિરદાઉં છું.”

શ્રી ચૌહાણ વધુમાં જણાવ્યું “ઇક્વિટી માર્કેટમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં વધારો થાય તે માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. મ્જીઈ જીંછઇ સ્હ્લ પ્લેટફોર્મ એ બધા જ હિસ્સેદારોને બહુવિધ લાભો પૂરા પાડે છે. રિટેલ રોકાણકારો હવે બહુવિધ એએમસીની મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓમાં પારદર્શી રીતે સીધું રોકાણ કરી શકશે.”

કોટક સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ, કમલેશ રાવે જણાવ્યું “અમે હંમેશા અમારા ગ્રાહકોની સંપત્તિમાં વધારો કરવાના પ્રયત્નો કરતા આવ્યા છીએ. ફ્રી ઇન્ટ્રાડે ટ્રેડિંગ બધા જ જરૂરી ઘટકો – ટેક્નોલોજી, ફ્રી રિસર્ચ અને કોસ્ટ ઇકોનોમિક્સ વગેરે છે જે રિટેલ રોકાણકારોને પ્રોત્સાહન પુરા પાડશે અને લોકો પદ્ધતિસરની બચત કરી શકશે. આ ઓફર બાદ અમે આગામી ૧૮ મહિનામાં અમારા ગ્રાહકોની સંખ્યા વધારી બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.”

રાવે વધુમાં જણાવ્યું કે રિટેલ રોકાણકારોને બહુવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મ્જીઈ જીંછઇ સ્હ્લ પ્લેટફોર્મ ઓફર કરવામાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. અમે લાખો ભારતીયોને તેમના સંપત્તિ સર્જનના ધ્યેયને આર્થિક રીતે પરવડે તેવી રીતે પૂર્ણ કરવામાં મદદ કરવા માગીએ છીએ.

બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં ડિજીટલ પાયોનિયર તરીકે કેએસએલે ગ્રાહકોને આર્થિક રીતે સમક્ષ ટ્રેડિંગ અનુભવ આપે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. ગત વર્ષે કેએસએલે ‘ચેટ ટુ ટ્રેડ’, ‘હેપ્પી અવર્સ’, ‘હેપ્પી ડે’ અને ‘ડબલ ઓર ક્વીટ્‌સ’ નું લોન્ચીંગ કર્યું હતું.