કોલકાતા નાઇટ રાઇડર્સ પર મુંબઈની ૧૩ રને સરળ જીત

મેન ઓફ દ મેચ તરીકે હાર્દિક પંડ્યા જાહેર
કોલકાતા નાઇટ રાઇડર્સ પર મુંબઈની ૧૩ રને સરળ જીત
મુંબઈની આગામી રાઉન્ડમાં પહોંચવા માટે આશા જીવંત

મુંબઈ, તા. ૬
મુંબઈમાં આજે રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગની ૩૭મી મેચમાં મુંબઈએ કોલકાતા નાઇટ રાઇડર્સ પર ૧૩ રને જીત મેળવીને પોતાની આશા જીવંત રાખી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ ૪ વિકેટે ૧૮૧ રન કર્યા હતા જેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ છ વિકેટે ૧૬૮ રન બનાવી શકી હતી. આ જીતની સાથે જ મુંબઈએ પોઇન્ટ ટેબલમાં સ્થાન જાળવી રાખીને મુંબઈના ચાહકોને રોમાંચિત કરી દીધા છે. જો કે, મુંબઈને હજુ પણ આગામી તમામ મેચોમાં શાનદાર દેખાવ કરવો પડશે. આજે રમાયેલી મેચમાં મુંબઈ તરફથી સૂર્યકુમારે ૫૯ અને લુઇસે ૪૩ રન કર્યા હતા. હાર્દિક પંડ્યા ૩૫ રન કરીને અણનમ રહ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ આજે દબાણ હેઠળ દેખાઈ હતી. એકમાત્ર ઉથ્થપા ૫૪ રન કરી શક્યો હતો. ચેન્નાઈ સામેની મેચમાં જોરદાર દેખાવ કરનાર શુભમન આજે માત્ર ૭ કરી આઉટ થયો હતો. મેન ઓફ દ મેચ હાર્દિક પંડ્યા જાહેર થયો હતો.

મુંબઈ : સ્કોરબોર્ડ
મુંબઈ ઇનિંગ્સ :
સુર્યકુમાર કો. કાર્તિક બો. રસેલ ૫૯
લુઇસ કો. લિન બો. રસેલ ૪૩
રોહિત કો. આરકે બો. નારેન ૧૧
પંડ્યા અણનમ ૩૫
કૃણાલ કો. શુભમન બો. નારેન ૧૪
ડ્યુમિની અણનમ ૧૩
વધારાના ૦૬
કુલ (૨૦ ઓવરમાં ૪ વિકેટે) ૧૮૧
પતન : ૧-૯૧, ૨-૧૦૬, ૩-૧૨૭, ૪-૧૫૧
બોલિંગ : રાણા : ૨-૦-૧૭-૦, પ્રસિદ્ધ : ૪-૦-૩૯-૦, જોન્સન : ૩-૦-૨૫-૦, નારેન : ૪-૦-૩૫-૨, ચાવલા : ૩-૦-૩૫-૦, કુલદિપ : ૨-૦-૧૭-૦, રસેલ : ૨-૦-૧૨-૨.
કોલકાતા નાઇટ ઇનિંગ્સ :
લિન કો. બુમરાહ બો. મેકલાઘન ૧૭
શુભમન કો. પંડ્યા બો. હા.પંડ્યા ૦૭
ઉથ્થપા કો. કટિંગ બો. માર્કંડે ૫૪
રાણા કો. બુમરાહ બો. હા.પંડ્યા ૩૧
કાર્તિક અણનમ ૩૬
રસેલ કો. હાર્દિક બો. બુમરાહ ૦૯
નારેન કો. શર્મા બો. કૃણાલ ૦૫
ચાવલા અણનમ ૦૦
વધારાના ૦૯
કુલ (૨૦ ઓવરમાં ૬ વિકેટે) ૧૬૮
પતન : ૧-૨૮, ૨-૨૮, ૩-૧૧૨, ૪-૧૧૫, ૫-૧૩૫, ૬-૧૬૩.
બોલિંગ : મેકલાઘન : ૪-૦-૩૦-૧, બુમરાહ : ૪-૦-૩૪-૧, હાર્દિક : ૪-૦-૧૯-૨, કૃણાલ : ૩-૦૨૯-૧, માર્કંડે : ૩-૦-૨૫-૧, કટિંગ : ૨–૦-૨૩-૦