ચેન્નાઈ સુપર અને કોલકાતા વચ્ચે આજે રોચક મેચ રહેશે

ધોની અને દિનેશ કાર્તિક આમને સામને આવશે
ચેન્નાઈ સુપર અને કોલકાતા વચ્ચે આજે રોચક મેચ રહેશે
કોલકત્તા નાઇટ રાઇડર્સ પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતી મજબુત કરવા ઉતરશે : ધોની સહિતના સ્ટારો પર નજર

કોલકત્તા,તા. ૨
ચેન્નાઈમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની મેચમાં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જોરદાર ટક્કર થશે. ધોની અને દિનેશ કાર્તિકની ફરી એકવાર કસોટી થશે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર હાલમાં આઠ મેચોમાં છમાં જીત સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે સનરાઇઝ હૈદરાબાદ બીજા સ્થાને છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ હાલમાં ચોથા સ્થાને છે. જેથી તે પોતાની સ્થિતીને મજબુત કરવાના પ્રયાસ કરશે. ટોપની ચાર ટીમો આગામી દોરમાં પ્રવેશ કરવા તૈયારી કરી રહી છે. ધોની જોરદાર ફોર્મમાં હોવાથી તેના પર તમામની નજર રહેશે. હાલમાં તે છગ્ગા અને ચોગ્ગાન રમઝટ બોલાવી રહ્યો છે. ૧૦મી એપ્રિલના દિવસે કોલકત્તા સામેની હાઇ સ્કોરિંગ મેચ ચેન્નાઇએ એક બોલ ફેંકવાનો બાકી હતો ત્યારે જીતી લીધી હતી. આ મેચમાં કોલકત્તાએ પહેલા બેટિંગ કરતા છ વિકેટે ૨૦૨ રન કર્યા હતા. જવાબમાં ચેન્નાઇએ પાંચ વિકેટે ૨૦૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે.
૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ : આસિફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહેર, ધોની (કેપ્ટન), પ્લેસીસ, હરભજન, તાહીર, જાડેજા, જાધવ, જગદીશન, શર્મા, મોનુ કુમાર, લુંગીગીડી, રૈના, રાયડુ, સેન્ટનર, શેઠ, શર્મા, સોરે, ઠાકુર, વિજય, વોટસન, વુડ.
કોલકાતા નાઇટ રાઇડર્સ : કાર્તિક (કેપ્ટન), ચાવલા, કુરેન, ડેલપોર્ટ, જગ્ગી, જ્હોનસન, કુલદીપ, લીન, નગરકોટી, નારેન, રાણા, રસેલ, સિયરલેસ, માવી, ગીલ, સિંહ, ઉથ્થપા, વિનયકુમાર, વાનખેડે.