the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાંમાં 5000 પથ્થરબાજો વચ્ચે ફસાયા હતા 600 જવાનો

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાંમાં 5000 પથ્થરબાજો વચ્ચે ફસાયા હતા 600 જવાનો
આતંકીઓના શબ સાથે સુરક્ષિત બહાર નીકળવા અઢી કલાક કરી મથામણ : આતંકીઓનાં મૃતદેહ છીનવવા ઇચ્છતા હતા પથ્થરાબાજો

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના શોપિયામાં અથડામણ દરમિયાન સીઆરપીએફ,સેના અને સ્થાનિક પોલીસના જવાનો સામે આતંકીઓથી વધુ સ્થાનિકન પથ્થરબાજોએ સમસ્યા ઉભી કરી હતી સ્થિતિ એવી હતી કે આતંકીઓની ગોળીનો સામનો કરતા જવાનોને પંછ હજારથી વધુ ભીડે માત્ર ઘેરી રાખ્યા જ નહોતા પરંતુ પથ્થરબાજી કરી રહ્યા હતા.

  સીઆરપીએફ રાજસ્થાન રાઈફલ્સ અને સ્થાનિક પોલીસના 200 જવાનો માટે મુશ્કેલી થઇ રહ્યું હતું કે તે આતંકીઓની ગોળીઓનો જવાબ આપે કે પથ્થરાબાજીનો માર સહન કરે આતંકવાદીઓને સુરક્ષાદળો તેની ભાષામાં જવાબ આપી રહ્યાં હતા પરંતુ પથ્થરાબાજો પર કોઈપણ બળ પ્રયોગ કરવાનું મુશ્કેલ બની રહયું હતું આ સ્થિતિ અંદાજે દોઢ કલાક સુધી રહી હતી સવારે આશરે 9 વાગ્યે સીઆરપીએફની ત્રણ અલગ અલગ બટાલિયનના 400 જવાનો પહોંચ્યા બાદ સ્થિતિમાં થોડો ઘણો કાબુ આવ્યો હતો વધારાની ફોર્સ પહોંચ્યા બાદ અંદાજે 200 જવાનો આતંકવાદીઓ સાથે અથડામણ અને 400 જવાનો પથ્થરબાજો સામે ઝઝૂમતા રહ્યાં હતા.

  શોપિયામાં સવારે 11,15 વાગ્યે સુરક્ષાદળોએ તમામ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા પરંતુ સુરક્ષાદળોએની મથામણ ખતમ નહોતી થઇ સુરક્ષાદલોને સૌથી મુશ્કેલ કામ આતંકીઓના શબને સ્થળ પરથી બહાર કાઢવાનું હતું અથડામણ સ્થળથી નજીક પથતરાબાજોની ભીડ કોઈપણ ભોગે શબને છીનવવા ઇચ્છતા હતા.

   સુરક્ષાદળ આતંકીઓના શબ સાથે કેટલાક દૂર નીકળવામાં સફળ થયા પરંતુ આ દરમિયાન સ્થિતિ એવી બની કે અંદાજે 600 જવાનોને 5000 પથ્થરાબાજોની ભીડે ઘેરી લીધા ,મજબૂરીવશ સુરક્ષાદળોએટિયરગેસ,મરચા ગ્રેનેડ અને હવાઈ ફાયરનો સહારો લેવો પડ્યો હતો પથ્થરાબાજો જેટલું પાછળ હટતા સુરક્ષાદળો એટલું આગળ વધતા હતા આમ અંદાજે અઢી કલાકની કવાયત બાદ બપોરે દોઢ વાગ્યે સુરક્ષાદળ પથ્થરાબાજોની ભીડથી બહાર નીકળી સુરક્ષાદળો અને સ્થાનિક તંત્રે કાનૂની પ્રક્રિયા પુરી કર્યા બાદ આતંકીઓના શબ તેના પરિવારજનોને સોંપી દીધા.

 હિઝબુલ મુઝાહિદીનના આતંકી સદ્દામ પૈદારને સુપુર્દે ખાક કરી દીધો વાસ્તવમાં સુપુર્દે ખાકનો રિવાજ દરમિયાન આતંકી સદ્દામની મોતને શહાદત માનીને ગોળીઓની સલામી આપવા લાગ્યા આ ગોળીબારી સ્મશાન ઘાટથી કેટલાક અંતર દૂર કરાઈ રહી હતી.

  સુરક્ષાદળો અને પથ્થરાબાજો વચ્ચે ઝડપમાં એક ડર્ઝનથી વધુ પથ્થરાબાજોને ગંભીર ઇજા પહોંચી હતી તમામ ઘાયલ પથ્થરાબાજોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા જોકે હજુ સુધી મોતનું અસલી કારણની જાણકારી મળી નથી સુરક્ષાદળોનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતના કારણ સામે આવશે