જાપાનના મંત્રી બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન સાઈટની મુલાકાતે :પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

જાપાનના મંત્રી બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન સાઈટની મુલાકાતે :પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

જાપાનના સંસદીય ઉપમંત્રી અકિમોટો મસાતોશીએ  અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સાઈટની મુલાકાત લીધી હતી આ પ્રોજેક્ટ અંતર્ગત કેટલું કામ પૂરું થયું તેનું નિરીક્ષણ કર્યું હતું મસાતોશીએ કહ્યું કે, “જ્યારે આ બે પ્રોજેક્ટની વાત આવે છે ત્યારે અમારા દેશની જવાબદારી વધી છે.”
મસાતોશીએ કહ્યું કે, “ભારતમાં હાઈસ્પીડ રેલ અને મેટ્રો પ્રોજેક્ટમાં સહયોગી બનવામાં જાપાનને રસ હતો. આ પ્રોજેક્ટના કારણે અમારા દેશની જવાબદારી વધી છે.” જાપાનની સરકારમાં જમીન, ઈન્ફ્રાસ્ટ્રક્ટર, ટાંસપોર્ટ અને ટુરિઝમના ઉપમંત્રી મસાતોશીએ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) અને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટનું કાલુપુર રેલવે સ્ટેશન પર નિરીક્ષણ કર્યું. ઓછા દરે જાપાનની સરકાર તરફથી આ બંને પ્રોજેક્ટ માટે ભારતને લોન મળી છે