જીનિવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ધડાકો દુનિયાના ૧૫ સૌથી પ્રદુષિત શહેર પૈકી ૧૪ ભારતના છે

જીનિવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ધડાકો
દુનિયાના ૧૫ સૌથી પ્રદુષિત શહેર પૈકી ૧૪ ભારતના છે
યાદીમાં કાનપુર ટોપ પર અને દિલ્હી છઠ્ઠા સ્થાન પર છે દિલ્હીમાં પ્રદુષણની સ્થિતી ખુબ ચિંતાજનક : અહેવાલ

નવી દિલ્હી,તા. ૨
જીનિવા સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ૨૦૧૬ના સૌથી પ્રદુષિત શહેરોની યાદી જારી કરી દીધી છે. જેમાં ભારતના ૧૪ શહેરો સામેલ હોવાના હેવાલ મળ્યા છે. આ યાદીમાં કાનપુર ટોપ પર છે. સૌથી પ્રદુષિત શહેરોની યાદીમાં દિલ્હી છઠ્ઠા સ્થાને છે. ડબલ્યુએચઓના ડેટાબેસથી જાણી શકાય છે કે વર્ષ ૨૦૧૦થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં દિલ્હીમાં પ્રદુષણના સ્તરમાં નજીવો સુધારો થયો હતો પરંતુ વર્ષ ૨૦૧૫માં ફરી એકવાર હાલત ખરાબ થઇ હતી. દિલ્હીમાં પીએમ ૨.૫ એનુવલ એવરેજ ૧૪૩ માઇકેરોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે. જે નેશનલ સેફ સ્ટાન્ડર્ડથી ત્રણ ગણુ વધારે છે. જ્યારે પીએમ ૧૦ એવરેજ ૨૯૨ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે. જે નેશનલ સ્ટાન્ડર્ડથી ૪.૫ ગણો વધારે છે. સામાન્ય રીતે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલે હાલમાં દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૧૬ની તુલનામાં વર્ષ ૨૦૧૭માં વાયુ પ્રદુષણના સ્તરમાં સુધાર થયો છે. પરંતુ બોર્ડ દ્વારા હજુ ુ સુધી ૨૦૧૭ માટે હવામાં વર્તમાન પીએમ ૨.૫નો આંકડો જારી કર્યો છે. વર્ષ ૨૦૧૬ના અંતમાં વાયુ પ્રદુષણનો અંત લાવવા માટે કેટલાક પગલા લેવામાં આવ્યા હતા. ઓક્ટોબરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન, ડિસેમ્બરમાં ટ્રક પર ચાર્જ લાગુ કરવા અને પ્રદુષણ નિયંત્રણ માટે કેટલાક પગલા લેવામાં આવ્યા હોવા છતાં પ્રદુષણના સ્તરમાં ઘટાડો થઇ રહ્યો નથી. વર્ષ ૨૦૧૦ના રિપોર્ટ મુજબ દિલ્હી સૌથી પ્રદુષિત શહેરમાં હતુ. ત્યારબાદ પાકિસ્તાનના શહેર પેશાવર અને રાવલપિંડી હતા. આ વખતે દુનિયાના ૧૦ સૌથી પ્રદુષિત શહેરોમાં ભારતના અન્ય શહેરોમાં માત્ર આગરાનો સમાવેશ કરાયો હતો. વર્ષ ૨૦૧૧માં રિપોર્ટ જારી કરવામાં આવ્યો ત્યારે સ્થિતી બદલાઇ ગઇ હતી. વર્ષ ૨૦૧૨માં સ્થિતી બદલાઇ જવાની શરૂઆત થઇ હતી. દુનિયાના ૨૦ સૌથી વધારે પ્રદુષિત શહેરોમાં એકલા ભારતના ૧૪ શહેરો હતા. વર્ષ ૨૦૧૩, અને વર્ષ ૨૦૧૪ તેમજ વર્ષ ૨૦૧૫મા પણ દુનિયાના સૌથી વધારે પ્રદુષિત ૨૦ શહેરોમાં ભારતના ચારથી સાત શહેરો હતા. પરંતુ હવે બુધવારના દિવસે એટલે કે આજે જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયાના સૌથી વધારે પ્રદુષિત ૧૫ શહેરોમાં ભારતના ૧૪ શહેરો સામેલ છે. દિલ્હીને લઇને નિષ્ણાંતો પણ સમજી શકતા નથી કે આખરે ક્યા કારણસર વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬માં પ્રદુષણમાં વધારો થયો છે. સીપીસીબી એર લેબના પૂર્વ પ્રમુખ દીપાંકર સહાએ કહ્યુ છે કે વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬માં પ્રદુષણમાં વધારો થયો છે. આના માટે ખેતરોમાં બિનજરૂરી વેસ્ટને સળગાવી દેવાથી પણ પ્રદુષણ થાય છે. પડોશી રાજ્યોમાંથી પ્રદુષણના રજકણો દિલ્હીમાં આવી જાય છે. તેના કારણે પણ પ્રદુષણમાં વધારો થાય છે. વર્ષ ૨૦૧૩માં દુનિયાના ૨૦ સૌથી પ્રદુષિત શહેરોમાં એકલા ચીનના બેજિગ સહિતના ૧૪ શહેરો હતા. પરંતુ ત્યાં પ્રદુષણની સમસ્યા પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી છે. આનુ પરિણામ એ રહ્યુ છે કે વર્ષ ૨૦૧૬માં ચીનના માત્ર ચાર શહેરો જ આ યાદીમાં સ્થાન મેળવી શક્યા છે. દિલ્હી અને બેજિંગ વચ્ચે પ્રદુષણના સ્તર મામલે સીધી સ્પર્ધા પણ છે. ડબલ્યુ એચઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બેજિંગમાં વર્ષ ૨૦૧૩ બાદથી પ્રદુષણના સ્તરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૬મા ંબેજિંગમાં પીએમ ૨.૫ પાર્ટિકલ ૭૩ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતા જે દિલ્હીમાં ૧૪૩ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ડેટા પર નજર કરવામાં આવશે તો જાણી શકાશે કે બેજિંગ અને મેક્સિકો સહિત દુનિયાના કેટલાક શહેરોમાં પીએમ ૨.૫ લેવલમાં ઉલ્લેખનીય રીતે ઘટાડો થઇ ગયો છે.

સૌથી પ્રદૂષિત શહેરા
વિશ્વના સૌથી પ્રદૂષિત ૧૫ શહેરોમાં ૧૪ ભારતના શહેરો નિકળ્યા છે જેમાં દિલ્હી સામેલ છે. દિલ્હીમાં પીએમ ૨.૫ વાર્ષિક સરેરાશ ૧૪૩ માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર છે. જે નેશનલ સેફ સ્ટાન્ડર્ડ કરતા ખુબ ધારે છે. સૌથી પ્રદૂષિત શહેરોની યાદી નીચે મુજબ છે.
શહેર પીએમ ૨.૫
કાનપુર ૧૭૩
ફરિદાબાદ ૧૭૨
વારાણસી ૧૫૧
ગયા ૧૪૯
પટણા ૧૪૪
દિલ્હી ૧૪૩
લખનૌ ૧૩૮
આગરા ૧૩૧
મુઝફ્ફરપુર ૧૨૦
શ્રીનગર ૧૧૩
ગુડગાંવ ૧૧૩
જયપુર ૧૦૫
પટિયાલા ૧૦૧
જોધપુર ૯૮ે