ટાટા મોટર્સના એક્સપિરિયન્સ સેન્ટરનો વડોદરામાં પ્રારંભ

ટાટા મોટર્સના એક્સપિરિયન્સ સેન્ટરનો વડોદરામાં પ્રારંભ
– ટાટા મોટસ ન્યુ જનરેશન પેસેન્જર વિહિકલ્સનો એક્સપિરિયન્સ આપવા ૫૦ શહેરોમાં આક્રમક ધોરણે એક્સપિરિયન્સલ પ્રોગ્રામ શરૂ કર્યો

વડોદરા, ૫ મે, ૨૦૧૮ઃ હેક્સા એક્સપિરિયન્સ સેન્ટર તથા વર્ષ ૨૦૧૭માં ૨૮ શહેરોમાં ટાટા મોટર્સ એક્સપિરિયન્સ સેન્ટર (ટીએમઇસી)ના પ્રથમ તબક્કાને સારો પ્રતિસાદ સાંપડ્યાં બાદ ટાટા મોટર્સ હવે ટીએમઇસીના બીજા તબક્કાને આક્રમક ધોરણે અમલમાં મૂકી રહ્યું છે. આ એક ઇન્ટરેક્ટિવ અને હાઇ-સ્પિરિટેડ એક્સપિરિયન્શલ પ્રોગ્રામ છે, જે ગ્રાહકો અને ઓટોમોબાઇલમાં રૂચિ ધરાવતા લોકોને ન્યુ જનરેશન પેસેન્જર વિહિકલ – ટાટા હેક્સા, ટાટાનેક્સોન, ટાટા ટિયાગો અને ટાટાટાઇગોરનો અનુભવ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. બીજા તબક્કામાં કંપની ૫૦ શહેરોને ટાર્ગેટ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે બે દિવસીય એક્સપિરિયન્સલ પ્રોગ્રામનું ઉદ્‌ઘાટન વડોદરાના મેયર શ્રી ભરત ભાઇ ડાંગરે અને પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ એ કર્યું હતું.
ટાટા મોટર્સના માર્કેટિંગ, પીવીબીયુના વડા શ્રી વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ટાટા મોટર્સ એક્સપિરિયન્સ સેન્ટર એક વિશિષ્ટ એક્સપિરિયન્સલ અરેના છે, જે અમારા ગ્રાહકોને લક્ષ્યમાં રાખીને ડિઝાઇન કરાયો છે. આ એક એંગેજમેન્ટ પ્રોગ્રામ છે, જ્યાં અમારા વર્તમાન અને સંભવિત ગ્રાહકો ભેગા મળીને અમારી પ્રોડક્ટ્‌સની નવી શ્રેણીના પર્ફોર્મન્સની ક્ષમતાઓને ચકાસી શકશે. હેક્સા એક્સપિરિયન્સ સેન્ટર અને ટીએમઇસીના પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં લોકોની સહભાગીતા જોવા મળી હતી અને તેનાથી ૨૮ શહેરોમાં અમારી પ્રોડક્ટ્‌સ અંગે સકારાત્મક પ્રતિભાવ ફેલાવવામાં મદદ મળી છે. અમને વિશ્વાસ છે કે ટીએમઇસીના બીજા તબક્કા સાથે અમે અગાઉના તબક્કાની તુલનામાં વધુ લોકોને આકર્ષી શકીશું તેમજ ટાટા ના નેક્સ્ટ જનરેશન પેસેન્જર વિહિકલ્સનો અનુભવ કરશે.”
ટીએમઇસીના બીજા તબક્કામાં હેક્સા માટે સાઇડ ઇન્કલાઇન, આર્ટિક્યુલેશન રેમ્પ્સ, લોગ બેરિયર, કેર્બ સ્ટોન્સ, સ્ટેપ અને રોલર રેમ્પ્સ જેવા વધારાના અવરોધોને સામેલ કરાયા છે તેમજ નેક્સોન માટે કોન સ્લેલોમ, પેરેલલ પાર્કિંગ અને રુમ્બલર્સને સામેલ કરાયા છે. આ ઉપરાંત ગ્રાહકો ટિયાગો અને ટાઇગોરની ટેસ્ટ ડ્રાઇવ લઇ શકશે. દરેક કોર્સને વાહનના મુખ્ય પર્ફોર્મન્સને દર્શાવી શકાય તે પ્રકારે ડિઝાઇન કરાયા છે.
ઉલ્લેખનીય છે કે ટીએમઇસી ગ્રાહકોને ન્યુ જનરેશન કાર્સની મુખ્ય વિશેષતાઓ સાથે સાંકળવા માટેનું સારું પ્લેટફોર્મ છે તથા શો-રૂમમાં ઓફર કરાતી ભૌતિક ટેસ્ટ ડ્રાઇવથી અલગ છે.