ટાટા સ્કાય દ્વારા મેક્સિમમ એન્ટરટેઇન્મેન્ટ કેમ્પેઇનનું લોન્ચીંગ, અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેડર

વર્તમાન ક્રિકેટ સીઝનનો લાભ મેળવવા ટાટા સ્કાય દ્વારા અમિતાભ બચ્ચનને દર્શાવતા ઈંૐટ્ઠજિીષ્ઠીહીદ્ભટ્ઠસ્ટ્ઠડટ્ઠટ્ઠર્ન્’ એડ્‌વર્ટાઇઝમેન્ટ કમ્પેન રજૂ કરવામાં આવેલ છે. ૯ સિરીઝની આ એડ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ટાટા સ્કાય દ્વારા ઓફર કરવામાં આવતા એન્ટરટેઇન્મેન્ટને દર્શાવવામાં આવશે જે મે મહિનામાં રજુ કરવામાં આવશે.
ટાટા સ્કાયના ચીફ કોમ્યુનિકેશન ઓફિસર, મલય દિક્ષીતે જણાવ્યું, “ટાટા સ્કાય ફક્ત ટીવી પર જ નહીં પરંતુ મોબાઇલ એપ પર પણ વિવિધ પ્રકારની સંખ્યાબંધ ચેનલો ધરાવે છે. આ જાહેરાત પાછળનો હેતું ગ્રાહકોને એ જણાવવાનો છે કે અમે હંમેશા નવી બાબતો માટે તૈયાર રહી છીએ. અમારૂ અમિતાભ બચ્ચનને લઇને કરવામાં આવી રહેલું આ કેમ્પેઇન પણ તે જ દર્શાવે છે. તે દર્શાવે છે કે ટાટા સ્કાય હંમેશા ગ્રાહકોને અસિમિત મનોરંજન અને અદ્યતન અનુભવ પૂરો પાડવા હંમેશા તત્પર રહે છે.”

દરેક પ્રેક્ષકમાં એક ક્રિટીક છુપાયેલો હોય છે અને અને આ જાહેરાતની શ્રેણીમાં અમિતાભ બચ્ચન પણ તમને આ જ કરતા જોવા મળશે. ૮૧ મુવી ચેનલ્સ અને કુલ ૬૦૦ થી વધારે ચેનલ્સ સાથે ટાટા સ્કાય ગ્રાહકોને તેમના દ્વારા નક્કી થતી કિંમતે મનોરંજન પુરુ પાડે છે. વધુમાં, ટાટા સ્કાય મોબાઇલ એપને એક સાથે બે રજિસ્ટર્ડ ડિવાઇઝ પર ઉપયોગમાં લઇ શકાય છે કે જેથી કુટુંબમાં બે લોકો એક સાથે મનોરંજન મેળવી શકે છે.