the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ડીબીએસે ફ્યૂચર રિટેલ માટે ઈનવોઈસમાર્ટ પર પોતાનો પ્રથમ ફેક્ટરિંગ ટ્રાન્ઝેક્શન કર્યું

ડીબીએસે ફ્યૂચર રિટેલ માટે ઈનવોઈસમાર્ટ પર પોતાનો પ્રથમ ફેક્ટરિંગ ટ્રાન્ઝેક્શન કર્યું

એપ્રિલ, ૨૦૧૮ઃ અગ્રણી ડિજિટલ ઈનવોઈસ ડિસ્કાઉન્ટિંગ પ્લેટફોર્મ ઈનવોઈસમાર્ટે ડીબીએસ બેંક ઈન્ડિયા દ્વારા પહેલા ફેક્ટરિંગ ટ્રાન્ઝેક્શનને કાર્યાન્વિત કરવાની ઘોષણા કરી છે. આ ભાગીદારી ફાઈનાસિંગના નવા સ્વરૂપના દ્વાર ખોલે છે કે જે ઓનલાઈન ડિજિટલ ઈનવોઈસ ડિસ્કાઉન્ટિંગના રૂપમાં સામે આવ્યા છે.

આ પ્રસંગે શ્રી કલ્યાણ બાસુ, એ. ટ્રેડર્સ લિમિટેડના સીઈઓ તથા એમડી (ઈનવોઈસમાર્ટના માલિક તથા પરિચાલક)એ કહ્યું, ડીબીએસનાસંકલન સાથે, અમે પોતાની પહેલેથી જ વધી રહેલ ફાઈનાન્સર્સની સૂચીમાં એક આંતરરાષ્ટ્રીય સાખ વાળું વિત્તીય સ્થાન જોડી રહ્યાં છે. ડીબીએસ એક પ્રતિષ્ઠિત વિદેશી બેંક છે કે જે ફેક્ટરિંગ બિઝનેસની ગતિશીલતાને સમજે છે. અમને તેની સાથે ભાગીદારી કરીને ખુશી થઈ રહી છે અને અમે તેમની સાથે લાંબા તથા લાભદાયક સહયોગની આશા કરીયે છીએ.

વિશ્વ સ્તર પર ફેક્ટરિંગ ૩ ટ્રિલિયન અમેરિકી ડોલરનો ઉદ્યોગ છે, પરંતુ ભારતની ભાગીદારી આમાં ખૂબ જ ઓછી છે. આરબીઆઈની પહેલ એમએસએમઈને ફાઈનાન્સના વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડવામાં આવે, આ વખાણને પાત્ર છે જ, સાથે જ રોકડની અછત ઝેલી રહેલ એમએસએમઈ માટે એક મોટું વરદાન છે જે અર્થ વ્યવસ્થાનો આધાર છે.

ડીબીએસ બેંકના હેડ- ટ્રાન્જેક્શન રોશન મેથ્યૂએ જણાવ્યું કે, સંપૂર્ણ દુનિયામાં બેકિંગમાં તકનીકી અનેબલ્ડ બદલાવ જોઈ શકાય છે. ડીબીએસ, બેંકિંગના પારંપરિક રૂપથી પરિચલન કરવાની રીતને પડકાર આપવામાં સૌથી આગળ છે અને આ નવી રીતની ટેકનિકનો ઉપયોગ કરી વસ્તુઓને અલગ રીતથી કરવાનું કામ કર્યું છે. આ જ રીતે ઈનવોઈસ્માર્ટ જેવા પ્લેટફોર્મ પણ ઓનલાઈન ફેક્ટરિંગની મદદથી વર્ષોથી ચાલ્યા આવતાં બિઝનેસ મોડલોને બદલી રહ્યાં છે.

ફ્યુચર રિટેઇલ લિમિટેડના હેડ ટ્રેજરી હર્ષા સક્સેનાએ જણાવ્યું કે, “ટ્રેડ્‌સ અમારા અને અમારા એમએસએમઇ સપ્લાયર્સ માટે એક સ્પષ્ટ શ્રેષ્ઠ મોડલ છે, આ અમારા સપ્લાયર્સને તેમનું પેમેન્ટ જલ્દી કરાવે છે. પેમેન્ટ પ્રક્રિયાના ઓટોમેશન સાથે, આ વ્યાજ કિંમતના રૂપમાં ઉલ્લેખનીય બચત પણ કરે છે”

શ્રી કલ્યાણ બાસુ એ જણાવ્યું, “આ પ્લેટફોર્મ જલ્દીથી વિકસી રહ્યું છે, એવામાં અમે દરરોજ ફીડબૈક લઇ રહ્યાં છીએ અને પોતાની ક્ષમતાઓને વધારી રહ્યાં છીએ. આ નાણાંકીય વર્ષમાં, અમે જીએસટીને એકીકૃત કરીશું જે એમએસએમઇને વૈકલ્પિક સ્ત્રોત હેઠળ ક્રેડિટ હિસ્ટ્રી બનાવામાં મદદ કરશે. આ બધા પહેલા ટ્રેડ્‌સમાં ગ્રાહકોની વિશ્વસનીયતા ઉપરાંત ભરોસા વધારવાની દિશામાં કામ કરશે.”