the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ડુકાતીએ ભારતમાં ઓલ ન્યૂ મોન્સ્ટર 821 લોન્ચ કરી

  • નવી ડુકાતી મોન્સ્ટર 821 રૂ. 9.51 લાખની આરંભિક કિંમતે (એક્સ- શોરૂમ સંપૂર્ણ ભારત) લોન્ચ કરાઈ અને બુકિંગ્સ બધી ડુકાતી ડીલરશિપ્સ ખાતે શરૂ.

  • ઉત્કૃષ્ટ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટ, ઓછો માલિકી ખર્ચ અને વ્યાપક એસેસરી રેન્જ મોન્સ્ટર 821ને પર ફેક્ટ રોજબરોજની બાઈક બનાવે છે.

 

 

મે, 2018: ડુકાતી ઈન્ડિયાએ આજે રૂ. 9.51 લાખ (એક્સશોરૂમ ઈન્ડિયા)ની આરંભિક કિંમતે ભારતમાં ઓલ ન્યૂ મોન્સ્ટર 821 લોન્ચ કરી હોવાની જાહેરાત કરી છે. મોન્સ્ટર 821 મોન્સ્ટર 900ના વારસાને સલામી આપે છે, જેણે 25 વર્ષ પૂર્વે ટ્રુ નેકેડ સ્પોર્ટની ખૂબીઓ સાથે મોટરસાઈકલની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી હતી. આટલું જ નહીં, તેમાં ઘણા બધા એસ્થેટિક અને ફંકશનલ ફીચર્સ છે, જે ફ્લેગશિપ મોન્સ્ટર 1200 પરથી પ્રેરિત છે, જે સ્ટાઈલ, આધુનિકતા અને કામગીરીનું ઉત્તમ એકીકરણ બનાવે છે.

ઓલ ન્યૂ મોન્સ્ટર 821 વધુ સ્ટ્રીમલાઈન્ડ કરાઈ છે. તેમાં સંપૂર્ણ રિડિઝાઈન કરાયેલી ટેન્ક અને ટેઈલ સાથે સ્થિતિસ્થાપક લૂક છે. સંપૂર્ણ નવી એક્ઝોસ્ટ અને હેડલાઈટ ક્લાસિક અને પ્રતીકાત્મક છે. ઉપરાંત નવી મોન્સ્ટર 821માં કરન્ટ ગિયર, ફ્યુઅલ ટેન્ક અને ક્લાસિક ડુકાતી યેલો પેઈન્ટ જોબના ઈન્ડિકેટર સાથે કલર ટીએફટી ડિસ્પ્લેએ પદાર્પણ કર્યું છે, જે ભૂતકાળમાં ઘણી બધી મોન્સ્ટરિસ્ટીમાં શોભતું હતું. તે ડુકાતી રેડ અને બ્લેક કલર વિકલ્પોમાં પણ મળશે.

યુરો 4 કોમ્પ્લાયન્ટ લિક્વિડકૂલ્ડ ટેસ્ટાસ્ટ્રેટા 11 ડિ એન્જિન અત્યંત તરફેણકારી ટોર્ક કર્વ સાથે બાંધછોડ કર્યા વિના 9250 આરપીએમે 109 એચપી (80 કેડબ્લ્યુ)ની મહત્તમ પાવર પ્રદાન કરે છે. 7750 આરપીએમે ટોર્કના તેના 8.8 કેજીએમ (86 એનએમ)ને આભારી 821નું એન્જિન સર્વની પહોંચમાં મોજમસ્તી અને ઉપયોગિતાની ખાતરી આપે છે.

ડુકાતી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સર્ગી કેનોવાસ ગેરિગાએ જણાવ્યું હતું કે છેલ્લાં 25 વર્ષમાં મોન્સ્ટરે સતત દુનિયાભરના બાઈક શોખીનોને ખુશી આપી છે. આ વર્ષે મોન્સ્ટરની 25મી એનિવર્સરી છે અને તેને અનુલક્ષી આ વિશેષ વર્ષમાં ભારતમાં નવી મોન્સ્ટર 821 રજૂ કરવામાં અમને ગૌરવની લાગણી થાયછે. નવી મોન્સ્ટર 821 સ્પોર્ટ નેકેડની મૂળ સંકલ્પના આલેખિત કરે અને મહત્તમ સવારીની ખુશી આપતી સ્લિમ અને સ્પોર્ટી મોટરસાઈકલ નિર્માણ કરવાના લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવી છે.

મોન્સ્ટર 821માં ડુકાટી સેફ્ટી પેક છે, જેમાં બોશ્ચ 9.1 એમપી એબીએસ સિસ્ટમ અને ડુકાટી ટ્રેકશન કંટ્રોલનો સમાવેશ થાય છે, જે બંને અડજસ્ટેબલ ઈન્ટરવેન્શન લેવલ્સ ધરાવે છે. આજ રીતે મહત્મત પાવર અને થ્રોટલ પ્રતિસાદ પાવર મોડ્સ થકી સમાયોજિત કરી શકાય છે. રાઈડિંગ મોડ્સ એબીએસ, ડુકાટી ટ્રેકશન કંટ્રોલ અને પાવર મોડ્સનું આસાન અડજસ્ટમેન્ટ કરાવે છે, જેને લીધે રાઈડરો નવી મોન્સ્ટર 821ને ત્રણ અલગ અલગ મોટરસાઈકલ્સમાં ફેરવી શકે છે, જે દરેક અજોડ વ્યક્તિત્વ ધરાવે છે.

મોન્સ્ટર 821 પર આકર્ષક ઈક્વિપમેન્ટ શ્રેણી ડ્યુઅલ 320 મીમી ડિસ્ક્સ અને એમ4-32 મોનોબ્લોક રેડિયલ કેલિપર્સ અપ ફ્રન્ટ સાથે બ્રેમ્બો બ્રેક્સ છે. બારીકાઈભરી સસ્પેન્શન સિસ્ટમમાં આગળ 43 મીમી ફોર્ક છે અને પાછળ સ્પ્રિંગ પ્રીલોડ એડજસ્ટમેન્ટ સાથે મોનોશોક છે. નવી મોન્સ્ટર 821 આગળ પિરેલી ડાયેબ્લો રોસો 3 120/ 70 ટાયર અને પાછળ 180/ 55 સાથે આવે છે.

મોન્સ્ટર 821 માટે ઉપલબ્ધ એક એસેસરી ડુકાટી ક્વિક શિફ્ટ (ડીક્યુએસ) અપ / ડાઉન છે, જે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ રેસિંગથી પ્રેરિત હોઈ ક્લચનો ઉપયોગ કર્યા વિના ગિયર્સ બદલી કરવાનું શક્ય બનાવે છે.

નવી મોન્સ્ટર 812 માટે બુકિંગ્સ હવે શરૂ થયા છે અને ડિલિવરી દિલ્હી, એનસીઆર, મુંબઈ, પુણે, અમદાવાદ, બેન્ગલુરુ, કોચી અને કોલકતામાં બધી ડુકાતી ડીલરશિપ્સમાં જૂનના પ્રથમ સપ્તાહથી શરૂ થશે.