નિફ્ટી ૯૭ પોઇન્ટ ઉછળીને ૧૦૭૦૦થી પણ ઉપરની સપાટીએ

નિફ્ટી ૯૭ પોઇન્ટ ઉછળીને ૧૦૭૦૦થી પણ ઉપરની સપાટીએ
સુપર મન્ડેની સ્થિતિ : સેંસેક્સ ૨૯૩ પોઇન્ટ ઉછળી બંધ થયો
વિવિધ હકારાત્મક પરિબળોની અસર જોવા મળી : નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો મોટો ઉછાળો નોંધાયો : શેરબજારમાં કારોબારીઓ આશાવાદી

મુંબઇ,તા. ૭
શેરબજારમાં આજે તેજી રહી હતી. જુદા જુદા પરિબળોની અસર હેઠળ શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. નિફ્ટી ૯૭ પોઇન્ટ ઉછળીને ૧૦૭૦૦થી ઉપરની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૦૭૧૫ની સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ સેંસેક્સ ૨૯૩ પોઇન્ટ ઉછળીને ૩૫૨૦૮ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૫૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. એપ્રિલ મહિના માટે યુએસ જોબના રિપોર્ટ બાદ તેમાં સુધારો થયો છે. બેરોજગારીનો દર ઘટીને ૧૭ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. આવી સ્થિતિમાં તેની અસર જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વેલ્સસ્પુનના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એશિયન શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. ન્યુયોર્ક અને લંડન બજારમાં પણ ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. ક્રૂડની કિંમત નવી ઉંચી સપાટીએ પહોંચી રહી છે. નવેમ્બર ૨૦૧૪ બાદથી પ્રથમ વખત ક્રૂડની કિંમત બેરલદીઠ ૭૦ ડોલરથી ઉપર પહોંચી છે. એબીબી ઇન્ડિયા, અન્ય કેટલીક કંપનીઓના પરિણામ મંગળવારના દિવસે જારી કરવામાં આવશે. જેએસપીએલના પરિણામ બુધવારના દિવસે જારી કરાશે. અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્‌સ, નેસ્લે ઇન્ડિયા, તાતા કોમ્યુનિકેશન, ટાઇટન કંપની, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઝી એન્ટરટેઇનમેન્ટના પરિણામ ગુરુવારના દિવસે જારી કરવામાં આવનાર છે. આવી જ રીતે જીલેટ ઇન્ડિયા, તાતા ગ્લોબલના ત્રિમાસિક ગાળાના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવશે. ૧૨મી મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જ્યારે પરિણામ ૧૫મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે માર્ચ મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૭.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત સરકાર એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરશે. માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૪.૨૮ ટકા રહ્યો હતો. આની સાથે જ સતત ત્રીજા મહિનામાં ૧૭ મહિનાની ઉંચી સપાટીએ રિટેલ ફુગાવો રહ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયનની બેઠક ૧૦મી મેના દિવસે યોજાઈ રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ બેંક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરને લઇને સાવધાનીથી આગળ વધી શકે છે. બેંક ઓફ જાપાનની બેઠક આવતીકાલથી શરૂ થઇ રહી છે તેના પરિણામ ઉપર પણ નજર રહેશે.એપ્રિલ મહિનામાં યુએસ જોબ ગ્રોથનો આંકડો અપેક્ષા કરતા વધુ ઘટ્યો છે. બેરોજગારીનો દર ૩.૯ ટકાનો રહ્યો છે ૧૭.૫ વર્ષની નીચી સપાટી ઉપર રહ્યો છે. ઇરાન સામે અમેરિકા દ્વારા લેવામાં આવનાર અમેરિકાના પ્રતિબંધની અસર કેટલી રહે છે તેના ઉપર પણ તમામની નજર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સામે આર્થિક પ્રતિબંધો ઉપર રાહત લંબાવશે કે પછી પ્રતિબંધને આગળ વધારશે તે અંગે ૧૨મી મેના દિવસે નિર્ણય કરનાર છે. જો પ્રતિબંધ નહીં લંબાવે તો વૈશ્વિક બજારમાં તેની અસર જોવા મળશે.