ન્યુટ્રિશનિસ્ટ કોમલ પટેલે કરી સ્વસ્થ જીવનશૈલીના મહત્વ અંગે ચર્ચા

અમદાવાદ, ૧૯ એપ્રિલ ૨૦૧૮ ઃ એક ઈન્ટરએÂક્ટવ સેશનમાં ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ ખાતે જાણીતા ન્યુટ્રિશનિસ્ટ કોમલ પટેલે વિદ્યાર્થીઓ સાથે આજના દોડધામના યુગમાં સ્વસ્થ જીવનશૈલી જાળવવા અંગે ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે તમારા જીવનાં દરરોજ મુઠ્ઠીબર બદામ (આલમન્ડ્‌સ) ખાવા જેવા નાના ફેરફારો કરવા આવકાર્ય છે અને આ સાથે તેમણે સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત અંગે ભાર મૂક્યો હતો. તેમણે આ સાથે એ પણ જણાવ્યું હતું કે કઈ રીતે આલમન્ડ સાથે સ્માર્ટ રીતે નાસ્તો બનાવી શકાય અને તેનાથી કઈ રીતે સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકાય. તેમણે કહ્યું હતું કે સ્વસ્થ હૃદય માટે બદામની ભૂમિકા મહ¥વપૂર્ણ છે અને તે વજન ઘટાડવા, ડાયાબિટિસને કાબુમાં રાખવા તથા ભૂખ ઓછી લાગે એ માટે ઉપયોગી નીવડે છે.
આ પ્રસંગે, કોમલ પટેલે કહ્યું હતું, ‘આપણા વ્યસ્ત શિડ્યુલ વચ્ચે યોગ્ય જીવનશૈલી જાળવવી મુશ્કેલ છે અને જીવનશૈલીમાં વધતું જતું બેઠાડું જીવન વધુ મુશ્કેલીઓ સર્જે છે. આપણે સ્વસ્થ જીવન માટે નાના નાના પણ અસરકારક પગલાં લેવાની જરૂર છે. સામાન્ય કદમો કે જેમકે આલમન્ડ્‌સ જેવો સૂકો મેવો ખાવાથી તે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. આલમન્ડ પ્રોટીન, વિટામીન ઈ, ડાયેટરી ફાઈબર વગેરેથી ભરપૂર હોય છે. જેનાથી જ તે પોષણયુક્ત સ્નેક બનાવવામાં મદદ મળે છે કે જેનાથી આખો દિવસ તમને તે સ્વસ્થ અને ઊર્જાથી ભરપૂર રાખે છે. ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે લોકો કે જેઓ બદામ જેવો સૂકો મેવો ખાય છે તે લોકો જેઓ બદામ જેવો સૂકો મેવો નથી ખાતા તેની તુલનામાં મોર્ટાલિટી રેટના તમામ કારણોમાં ૨૦ ટકા જેટલી ઓછી શક્યતા ધરાવે છે. આલમન્ડ દ્વારા નાસ્તો અન્ય અનહોલસમ નાસ્તા કરતા બે ભોજન વચ્ચેના સમયમાં વધુ સ્વસ્થ જીવન આપી શકે છે.’
મુઠ્ઠીભર બદામ કે જે સરળતાથી ઓન ધ ગો સ્નેક તરીકે સાથે રાખીને આરોગી શકાય છે અને તે ગમે ત્યાં, ગમે ત્યારે ખાઈ શકાય છે. આ નટ્‌સ તમે તમારા કોલેજ બેકપેકમાં લઈ જઈ શકો છો અને ક્લાસિસ વચ્ચે ખાઈ શકો છો અથવા તમારા ડેસ્ક પર રાખીને ભણતા ભણતા પણ ખાઈ શકો છો.
આ ઈવેન્ટનું સમાપન વિદ્યાર્થીઓ સાથે ઓપન ઈન્ટરએક્શન સાથે થયું હતું જેમાં તેઓ કઈ રીતે વધુ સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકે અને તેમના પરિવારો અને તેમના ભાવિ વાલીઓ પણ તે અપનાવી શકે એ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.