પહેલા રૂપિયા ૩૫૦માં મળતો lED બલ્બ હવે ૪૦ થી ૫૦માં મળે છે : નરેન્દ્ર મોદી

કર્ણાટકમાં ચિત્રદુર્ગા બાદ રાયચૂરમાં ચૂંટણી રેલીને સંબોધન
પહેલા રૂપિયા ૩૫૦માં મળતો LED બલ્બ હવે ૪૦ થી ૫૦માં મળે છે : નરેન્દ્ર મોદી

એજન્સી દ્વારા રાયચૂર,તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચૂંટણી રાજ્ય કર્ણાટકમાં છે. તેઓ તાબડતોન રીતે એક પછી એક રેલીઓને સંબોધિત કરી રહ્યાં છે. મોદીએ રવિવારે ચિત્રદુર્ગા બાદ રાજચૂરમાં રેલીને સંબોધિત કરી. અહીં પણ તેમણે કોંગ્રેસ અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર આકરા પ્રહારો કરવાનું યથાવત રાખ્યું હતું. પીએમ મોદીએ દેવગૌડાની જેડીએસને પણ આડેહાથ લીધી હતી.
રાયચૂરમાં ભારે ગરમીમાં પણ ખચોખચ ભરેલી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકના લોકોને ભાષામાં અડચણ મહેસુસ નથી થઈ રહી, તમારા પ્રેમમાં હું એક ભારત, શ્રેષ્ઠ ભારત મહેસુસ કરી રહ્યો છું. તેમણે કહ્યું હતું કે, આ હરિદાસ અને વચનાકારની ભૂમિ છે, પરંતુ કોંગ્રેસ અહીંથી કશું જ ના શીખી. જો તેમણે અહીંથી કંઈક શીખ્યું હોત તો ભાષા, જાતિ, પંથના નામે કર્ણાટકને વિભાજીત કરવાનું કામ ના કરત. રાયચૂર સાથે મારો જુનો નાતો છે.
અહીં લોકો જ્યારે અલગ રાજ્યની માંગણી કરી રહ્યાં હતાં ત્યારે જનસંઘના લોકોતમારી સાથે ઉભા હતાં અને કોંગ્રેસ વિરોધમાં. ભાજપ વિકાસને સમર્પિત છે અને કોંગ્રેસ વિકાસમાં અડચણરૂપ. ભાજપ સબકા સાથ, સબકા વિકાસનું વિચારે છે જ્યારે કોંગ્રેસ માત્ર એક પરિવાર માટે જ બધુ કરવા માંગે છે. ભાજપ ભ્રષ્ટ વ્યવસ્થાની વિરૂદ્ધ છે તો કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓનું સમર્થન કરે છે. કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં માનન પાર્ટી છે.
મોદીએ કહ્યું હતું કે, અમે ખેડુતો માટે કામ કરનારા લોકો છીએ,કોંગ્રેસ ખોટા વાયદાઓ કરતી પાર્ટી છે. કોંગ્રેસ પાસે વાયદાઓનો હિસાબ નથી. માત્ર આરોપ જ લગાવે છે. કોંગ્રેસના દિલ્હીના નેતા હોય કે કોઈ ગલીના, તેમની પાસે કોઈ વાયદાનો હિસાબ જ નથી. આ લોકો દિવસ રાત મોદી-મોદી-મોદી જ કરતા રહે છે. દેશભરમાંથી કોંગ્રેસ સાફ થઈ ગઈ, હવે કર્ણાટકમાંથી પણ તેનો સફાયો થવો જરૂરી છે. કર્ણાટકમાંથી કોંગ્રેસને કોઈ બચાવી નહીં શકે. ૪૦૦માંથી કોંગ્રેસ ૨૦૧૪ની ચૂંટણીમાં માત્ર ૪૦ પર આવી ગઈ.
મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકની નિંદ્રાધિન સરકારને રાયચૂરના લોકોની કોઈ જ ચિંતા નથી. પહેલા ન્ઈડ્ઢ બલ્બ ૩૫૦ રૂપિયાનો મળતો હતો, પણ હવે ૪૦ થી ૫૦ રૂપિયામાં મળે છે.મોદીએ કોંગ્રેસને નિશાન બનાવતા કહ્યું હતું કે, કોંગ્રેસનો નવો મંત્ર છે – જુઠ્ઠું બોલો, જ્યાં બોલી શકો, જેટલું બોલી શકો એટલુ જુઠ્ઠું બોલો. આ જ તેમનું અભિયાન છે. તેમના અર્થસાશ્સ્ત્રીઓ પણ થોલ નગારા સાથે ખોટું બોલવા નિકળી પડે છે. ચૂંટણી આવતા કોંગ્રેસની આ યુક્તિને ઓળખી કાઢો. સંસદમાં હોબાળો કરવાના બહાને મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ સંસદ ચાલવા નથી. કારણ કે તેમને ડર છે કે, એક મોદી એક પછી એક કામ કરી રહ્યા છે, દેશના લોકોનો વિશ્વાસ જીતતા જાય છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે ઓબીસી કમીશનને બંધારણીય અધિકાર આપવાને લઈને કોઈ જ કામ નથી કર્યું. એ કામ અમે કર્યું છે. દલિત, ઓબીસી, આદિવાસીની વિરોધી કોંગ્રેસે રાજ્યસભામાં આ બિલને પસાર થવા નથી દીધું. પીએમ મોદીએ એચ ડી દેવગૌડાની પાર્ટી જનતા દળ (સેક્યુલર) એટલે કે જેડીએસ પર પણ આકરા પ્રહાર કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની વાતો માત્ર ગેરમાર્ગે દોરનારી છે. રાજ્યમાં જેડીએસ કોઈ જ ચિત્રમાં નથી.
કર્ણાટકના ચિત્રદૂર્ગમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રાધન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર કટાક્ષ કર્યાં હતાં. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક વીરો અને વીરાંગનાઓના બદલે સુલ્તાનોનું જ સન્માન કર્યું. મોદીએ કોંગ્રેસ પાર્ટી પર દલિતો અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો. મોદીએ કહ્યું હતું કે, જે પાર્ટી ગરીબોનું ‘વેલફેર’ નથી કરી શકતી, કર્ણાટકના લોકોએ તે પાર્ટીનું જ ‘ફેરવેલ’ કરી દેવુ જોઈએ.
મોદીએ કહ્યું હતુ કે, કોંગ્રેસના નેતાઓને લોકો તેમની ડીલના નામે પણ ઓળખે છે. કોંગ્રેસ પાર્ટી ન તો દિલ વાળી છે અને ન તો દલિતો વાળી, તે તો માત્ર ડીલ વાળી છે. જ્યારે અહીંના મુખ્યમંત્રી તો એવા છે કે તે પોતાની સુરકેસમાં કેરેક્ટર સર્ટિફિકેટ તૈયાર રાખે છે, કોઈ સવાલ ઉભા થાય ત્યારે તુરંત જ તેના પર સહી કરી દે છે. મોદીએ કહ્યું હતું કે, જે કોંગ્રેસ તમારા વેલફેર માટે નથી વિચારતી તો હવે તેનો ફેરવેલ કરવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દલિત કલ્યાણના નામે અહીંના એક મંત્રીએ પોતાના જ કલ્યાણની યોજના કઈ રીતે બનાવી તે ચિત્રદુર્ગના લોકો સારી રીતે જાણે છે. ગંગા કલ્યાણના નામે તેમણે પોતાનું કલ્યાણ કર્યું.કોંગ્રેસ સરકાર તમારા પાણીના પૈસા ખાઈ ગઈ. આદિવાસીઓની હોસ્ટેલમાં બિસ્તરના પૈસા ખાઈ ગઈ. ચાદર, તલિયા સુધીના પૈસા પણ ખાઈ ગઈ. એવું ના બને કે તમારા ઘરના બિસ્તરના પૈસા પણ ખાઈ જાય.