પ્રાચી: સાધુએ લજવ્યો ભગવો, પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર

ગીર સોમનાથ: આસ્થાના પ્રતિક સમાન મંદિરોમાં લાખો ભક્તો એવા સાધુની લીલા ફરી એકવાર સામે આવી છે. થોડા સમય પહેલા જ કેશોદ પંથકના સ્વામીએ ભગવો લજવ્યો હતો. આજે ફરી પ્રાચીના સાધુએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો પોલીસ ચોપડે પહોંચ્યો છે. પરંતુ સંતો- મહંતોના રાજકીય વગને લઇને ફરિયાદ કર્યા પછી પગલા લેવામાં પોલીસને ઢીલી નીતિ સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ પ્રાચી તીર્થના માધવરાય મંદિરના મહંત ઋષિપુરી વિરૂદ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, મહંત ઋષિપુરીએ માધવરાય મંદિરની જગ્યામાં અને અંબાજી ખાતે બળાત્કાર ગુજાર્યો હતો. રાજકીય વગ ધરાવતા મહંતને બચાવવા રાજકીય નેતાઓ મેદાને આવી ગયા હોવાનો પીડિતાના પરિવાજનોએ આક્ષેપ કર્યો છે. તેમજ ફરિયાદ પાછી ખેંચવાના પણ હવાતીયા કરવામાં આવી રહ્યા છે. પરિણીતાએ 23 મેના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે પરંતુ પોલીસ કાર્યવાહી કરી નથી. ત્યારે બીજી તરફ પોલીસ કાર્યવાહી ચાલુ હોવાનું રટણ કરી રહી છે. બીજી તરફ મહંત પણ ભૂગર્ભમાં ઉતરી ગયાનું જાણવા મળી રહ્યું છે.