the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ફાઇવ કોર ઇલેક્ટ્રોનિક્સ એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યુ)

ફાઇવ કોર ઇલેક્ટ્રોનિક્સ એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યુ (અન્ય)

ફાઇવ કોર ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (એફસીઇએલ) પીએ સિસ્ટમ્સના ઉત્પાદન અને નિકાસમાં રોકાયેલ છે. તે ઑડિઓ સિસ્ટમ્સના ક્ષેત્રમાં ઉદ્યોગ માટે પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરતા વ્યાવસાયિક ગ્રાહકોની જરૂરિયાતો મુજબની અદ્યતન તકનીક અને તરકીબોના ઉપયોગ સાથે દ્વારા ચલાવવામાં આવતાં નવીન ઉત્પાદનો સાથે ઑડિઓ યુગમાં દાખલ થયા હતા.. એફસીઇએલનું ધ્યાન પોતાના બ્રાન્ડ નામ – ૫ કોરની નિકાસ પર હતું . સુધારેલ એન્જિનિયરિંગ અને આક્રમક માર્કેટિંગથી તેના વેચાણ પર નોંધપાત્ર અસર થઈ છે. આજે તે પબ્લિક એડ્રેસ સિસ્ટમ – વૂફર્સ, એમ્પ્લીફાયર્સ, કમ્પ્યુટર સ્પીકર્સ, પર્સનલ સ્પીકર સીસ્ટમ, હેડફોન અને ઇયરફોન્સની સંપૂર્ણ શ્રેણીનું ઉત્પાદન કરે છે અને નિકાસ કરે છે. વર્ષ ૨૦૧૬-૧૭ માં, તે સૌથી વધુ આધુનિક મશીનો અને ટેકનોલોજી સાથે વિકસેલ છે . તે ફેબ્રિકમાં પણ વેપાર કરી રહ્યું છે. તે તેના ઉત્પાદનોને ૫૫ દેશોમાં નિકાસ કરે છે. ઘરેલુ મોરચે, આ ઉદ્યોગ ખૂબ ફ્રેગમેન્ટ છે.
કાર્યકારી મૂડી, સબસીડીયરી માટે ભંડોળ, પ્રમોટર્સ તરફથી લોનની પુનઃચુકવણી/અગાઉથી ચુકવણી કરવા અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૩૩૩૩૦૦૦ ઈકવીટી શેર, રૂ. ૧૪૦ ના મુકરર ભાવથી ઓફર કરીને રૂ. ૪૬.૬૬ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૯.૦૫.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૧.૦૫.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૨૬.૪૧% ટકા હિસ્સો આપશે. આ ઈસ્યુના સંયુક્ત લીડ મેનેજર સારથીકેપિટલ એડવાઈઝર્સ પ્રા. લી. તેમ જ ઈન્ડીયન ઓવરસીસ બેંક લી છે જયારે રજીસ્ટ્રાર બીગ શેર સર્વિસીસ પ્રા. લિ છે. કંપનીએ શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા શેર રૂ. ૫૦ થી રૂ. ૯૦ ના ભાવે આપેલ. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત રૂ. ૪૩.૭૯ અને રૂ. ૫૦.૧૪ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૯.૧૯ કરોડ છે તે વધીને રૂ. ૧૨.૬૨ કરોડ થશે. પ્રમોટરોએ આઈપીઓ અગાઉ પ લાખશેર શુભકામ પ્રોપર્ટીસ એલએલપીને શેર દીઠ રૂ. ૧ર૬ ના ભાવે વેચેલ છે.
દેખાવની વાત કરીએ તો, છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો, રૂ. ૧૧૧.૮૦ કરોડ / રૂ. ૦.૮૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૧૧૩.૪૯ કરોડ / રૂ. ૦.૬૬ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧૨૨.૯૪ કરોડ / રૂ. ૦.૯૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૧૭૦.૬૫ કરોડ / રૂ. ૧.૩૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૮ ના પ્રથમ ૯ માસમાં આ કંપનીએ રૂ. ૨૪૫.૬૧ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૧૦.૨૧ કરોડ નફો કરેલ હતો, જે ખરેખર અદ્‌ભૂત અને આશ્ચર્યજનક છે. તેમણે ના. વ. ર૦૧પમાં તો બોટમ લાઈનમાં પીછેહઠ કરી હતી. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેઓએ સરેરાશ શેર દીઠ આવક રૂ. ર.૦૩ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૪.૯૦ દર્શાવેલ છે. ઈસ્યુ અગાઉના એન એ વી રૂ. ૬૪.૫૦ના આધારે આ ઈસ્યુનો ભાવ ર.ર પી/બીવી થી આવે છે જયારે ઈસ્યુ પછીના એન એ વી ૭૬.૪૪ના આધારે આ ઈસ્યુનો ભાવ ૧.૮ર પી/બીવી થી આવે છે. આપણે જો તેમની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણ કરીએ (જે અદ્‌ભૂત છે) અને ઈસ્યુ પછીના બધાજ શેર આધારે વહેંચીઓ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૧૩ ના પી ઈ રેશિયોથી આવે છે. હજુ સુધી તેમની કોઈ લીસ્ટેડ કંપની નથી, આ સેગમેન્ટમાં આ પ્રથમ જ કંપની છે.
મર્ચંટ બેંક મોરચે, સારથી કેપીટલ તરફથી આ ૩૦ મી કામગીરી છે. છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે૧ ડીસ્કાઉન્ટ ઓફર ભાવે ખુલેલ છે, ર ભાવોભાવ અને ૮ ઈસ્યુ ૩.૭ ટકાથી રર.૮૭ ટકાના પ્રિમિયમથી ખુલેલહતા. ઈન્ડીયન ઓવરસીસ બેંક માટે આ ૭ મી કામગીરી છે, લીસ્ટીંગના દિવસે છેલ્લા ૬ લીસ્ટીંગમા ૧ ડીસ્કાઉન્ટ ભાવે, પ ઈસ્યુ ૧૨.૩ ટકાથી ૨૦ ટકાના પ્રિમિયમથી ખુલેલહતા
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
ફિસ્કલ ૧૪ થી ૧૭ માટેના તેના ટ્રેક રેકોર્ડને આધારે, તેમણે સરેરાશ પ્રદર્શન કર્યું હતું. પ્રથમ નવ મહિના માટે તે અદભૂત કામગીરી પોસ્ટ કરી છે , જે ટકી શકવાની ક્ષમતા અંગે ચિંતા ઊભી કરે છે. જોકે, કંપની આ ક્ષેત્ર સેગમેન્ટમાં પ્રથમ પ્રેરક છે, જો કે ઉદ્યોગ ખૂબ જ ફ્રેગમેન્ટ હોવાથી બોટમ લાઈનના સાતત્ય અંગની ખાસ ચિંતાને ધ્યાનમાં લેતાં, રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ વિચારી શકે છે.