ફિલ્મ જગતમાં રેપ નથી થતો જે થાય છે તે સહમતીથી થાય છે : રાખી સાવંત

ફિલ્મ જગતમાં રેપ નથી થતો જે થાય છે તે સહમતીથી થાય છે : રાખી સાવંત
કાસ્ટિંગ કાઉચ રાખીએ જણાવ્યું કે, આજ કાલતો છોકરીયો કહે છે કે કઈ પણ કરી લો મને કામ આપી દો.

નવીદિલ્હી
હાલમાં જ રાખી સાવંતે કઠુઆ ગેંગરેપ અને આસારામને મળેલી સજા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. હવે રાખી સાવંતે ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. આ નિવેદન રાખીએ બોલીવુડના કાસ્ટિંગ કાઉચ પર આપ્યું છે. રાખીએ જણાવ્યું કે, ‘ફિલ્મ જગતમાં રેપ નથી થતો જે થાય છે તે સહમતીથી થાય છે. આજ કાલતો છોકરીયો કહે છે કે કઈ પણ કરી લો મને કામ આપી દો. આમાં પ્રોડ્યુસર્સની ભૂલ ક્યાં છે?’
કાસ્ટિંગ કાઉચના મુદ્દા પર કોરિઓગ્રાફર સરોજ ખાનનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, ‘સરોજજી ખોટા નથી. ફિલ્મ જગતમાં ઘણી યુવતીઓ હિરોઈન બનવા આવે છે અને કંઇક બીજું જ બની જાય છે..તમે સમજી રહ્યા છો હું શું કહેવા માંગી રહી છું.?’ રાખીએ જણાવ્યું કે શરૂઆતના દીવસોમાં પ્રોડ્યુસર્સે મને કામ આપવાના બદલામાં સેકસુઅલ ફેવાર્સ માગ્યા હતા.
રાખીએ જણાવ્યું કે, ‘ મારી પાસે ટેલેન્ટ હતું માટે મેં કોમ્પ્રોમાઈઝ નથી કર્યું. મેં ‘ના’ કહેતા શીખી લીધી.મેં પોતાના ટેલેન્ટના દમ પર સફળતા મેળવી.’
રાખીએ સ્ટ્રગલિંગ એક્ટ્રેસને સલાહ આપતા કહ્યું કે તેમણે પોતાના ટેલેન્ટ પર ભરોસો રાખવો જોઈએ અને કોમ્પ્રોમાઈસ કરવાની જગ્યા પર સાચા સમય અને તકની રાહ જોવી જોઈએ.ે