ફેમિલિ ઇન્ડિયન્સ ઝી સિનેમા પ્રિમિઅર લીગમાં બીજા અઠવાડિયે મોખરે છે  

 

ચાહકો તેમની માનીતી ટીમને ટેકો આપવા સોશિયલ મીડિયા ઉપર ઉતર્યા

૩૦ એપ્રિલ ૨૦૧૮, મુંબઈ: ઝી સિનેમાની અનોખી જણસ સિનેમા પ્રિમિઅર લીગ તેના બીજા અઠવાડિયામાં સોશિયલ મીડિયા ઉપર ઘણી હલચલ જગાવી ચૂકી છે. જેમ જેમ લડાઈ જોર પકડી રહી છે, તેમ તેમ નાટ્યાત્મકતા અને શોર વધી રહ્યો છે કારણ કે ચાહકો તેમની માનીતી ટીમ માટે સોશિયલ મીડિયા ઉપર તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ ઉપર પોસ્ટનો મારો થઈ રહ્યો છે જ્યાં ચાહકો પોતાની માનીતી ટીમને ટેકો આપવામાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યાં. આ મહિનાની શરુઆતમાં રજૂ થયેલું સિનેમા પ્રિમિઅર લીગ એક અનોખી રજૂઆત છે જેનો ઉદ્દેશ છે ‘ચેમ્પિયન ફિલ્મે હર દિન’.

પાંચ ટીમો – ખાન રાઇડર્સ, ફેમિલિ ઇન્ડિયન્સ, કોમેડી ચેલેન્જર્સ, સાઉથ કિંગસ અને એક્શન વોરિયર્સ ટોચનું સ્થાન મેળવવા માટે ટક્કરમાં ઉતર્યા છે. લીગ પ્રસારણના બીજા અઠવાડિયામાં પ્રવેશી છે જ્યાં ફેમિલિ ઇન્ડિયન્સ ટોચના સ્થાને પહોંચી ગયા છે, અને ખાન રાઇડર્સ ગયા અઠવાડિયાના પહેલા સ્થાન પરથી બીજા સ્થાને આવી ગયા છે અને તેમની પાછળ ત્રીજા સ્થાને એક્શન વોરિયર્સ છે.

 સિનેમા પ્રિમિઅર લીગના ઉત્સાહિત ચાહકો તેમની માનીતી ટીમો માટે હેન્ડલ બનાવી રહ્યાં છે અને ડિસ્પલે પિક્ચર બદલી રહ્યા છે જેથી ટીમનો લોગો તેમના ટેકાને દર્શાવે. દરેક ટીમના હેશટેગ્સ સાથે ૧૦૦૦૦ કરતાં વધારે ટ્વીટ્સ પોસ્ટ થઈ છે અને ચાહકો તેમની માનીતી ટીમ ના ટેકામાં જોરશોરથી આગળ આવી રહ્યાં છે.

ટીમનો ટેકેદાર હિતેન તેજવાની ટ્વીટર ઉપર પોતાના ચાહકો સાથે પોતાનો ઉત્સાહ વહેંચતા કહી રહ્યો હતો, “આગળ વધતા રહો #FamilyIndians. મારી ટીમ આ અઠવાડિયે @zeecinema પર #ZeeCinemaPremierLeague માં મોખરે છે તેનાથી હું ઉત્સાહિત છું. અમને પ્રોત્સાહન આપતાં રહો! @mandybedi @saumyatandon @karan009wahi @anitahasnandani દોસ્તો જોર લગાવતા રહો! ટ્વીટે ચાહકોને વિનંતી કરી કે સોશિયલ મીડિયા ઉપર ફેમિલિ ઇન્ડિયન્સને પાનો ચડાવતા રહે અને તેમના મિત્રોને પણ તેમની માનીતી ટીમને ટેકો આપવા વિનંતી કરી.

જ્યાં ચાહકો ઉમટી પડ્યા છે, રાહ જોવાનું ઉચિત રહેશે કે આખરી વિજેતા કોણ નીવડે છે.

તમારી માનીતી ટીમને જીતાડવા માટે જોતા રહો સિનેમા પ્રિમિઅર લીગ – ચેમ્પિયન ફિલ્મે, રોજ ફક્ત ઝી સિનેમા પર