the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

બજારમાં મંદી : સેંસેક્સમાં ૭૩ પોઇન્ટ સુધીનો ઘટાડો

કારોબારના અંતે સેંસેક્સ ૩૫૧૦૩ની સપાટીએ
બજારમાં મંદી : સેંસેક્સમાં ૭૩ પોઇન્ટ સુધીનો ઘટાડો

નિફ્ટી ૩૮ પોઇન્ટ ઘટી ૧૦૬૭૯ની સપાટીએ : નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક ટકાથી પણ વધુનો ઘટાડો થયોમુંબઇ,તા. ૩
શેરબજારમાં આજે કડાકો બોલી ગયો હતો. આઈટી અને ફાર્મા શેરમાં તીવ્ર મંદી રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણામાં કેટલી પ્રગતિ થઇ રહી છે તેને લઇને રોકાણકારોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધુ એક ટકાનો ઘટાડો રહ્યો હતો. એચસીએલ ટેકનોલોજીના શેરમાં એક ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. બુધવારના દિવસે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. એવું જાણવા મળી રહ્યું છે કે, અમેરિકાની સેન્ટ્રલ બેંક મે ૨૦૧૮ સુધી રેટને યથાવત રાખશે પરંતુ જુન ૨૦૧૮માં ફરી એકવાર વધારો કરી શકે છે. આજે શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ વચ્ચે સેંસેેક્સ ૭૩ પોઇન્ટ ઘટીને ૩૫૧૦૩ અને નિફ્ટી ૩૮ પોઇન્ટ ઘટીને ૧૦૬૭૯ની સપાટીએ રહ્યો હતો. બુધવારના દિવસે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરને સ્થિર રાખવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે ઉથલપાથલના અંતે સેંસેક્સ ગઇકાલે બુધવારના દિવસે ૧૬ પોઇન્ટ સુધરીને ૩૫૧૭૬ની સપાટીએ રહ્યો છે જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૨૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૧૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આ સપ્તાહ દરમિયાન અનેક મોટી કંપનીઓ તેમના પરિણામ જાહેર કરશે. અંબુજા સિમેન્ટ, ગોદરેજ, ઇન્ડિયન બેંક, પીવીઆર દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો. બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે.આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. શેરબજારમાં રાજકીય ઘટનાક્રમનો દોર પણ અસર કરી શકે છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી. ૧૨મી મેના દિવસે મતદાન યોજાનાર છે.
આ ઉપરાંત ૧૫મીએ પરિણામ જાહેર થનાર છે. કર્ણાટકની ચૂંટણીને ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કેટલાક રાજકીય પંડિતો આને સેમિફાઇનલ તરીકે પણ ગણે છે. હજુ સુધીની સ્થિતિ મુજબ કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે.