બાબા રામદેવે લોંચ કર્યું સિમ, રૂ.144માં મળશે 2GB ડેટા, હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ

બિઝનેસ ડેસ્કઃ યોગગુરુ બાબા રામદેવે હવે ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે. રવિવારે એક ઇવેન્ટમાં બાબા રામદેવે એક સિમ લોન્ચ કર્યું હતું. તેને `સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ’ નામ આપ્યું છે. તેને પતંજલિ અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ મળીને લોન્ચ કર્યું છે. જોકે, આ સિમ હાલ તો પતંજલિના કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે. તેમાં 144 રૂપિયાનું રીચાર્જ કરવા પર યુઝરને 2 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ સાથે સિમ મારફત પતંજલિ પ્રોડક્ટસ પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે.

આ સિમમાં મળશે આ ફાયદા
– આ સિમમાં માત્ર રૂ.144નું રીચાર્જ કરવા પર યુઝરને દેશભરમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ સાથે 2GBz ડેટા 100 SMSની સુવિધા પણ યુઝર્સને મળશે.
– આ સિમને હાલ પતંજલિના કર્મચારીઓ માટે લોન્ચ કરવામાં આવી છે. પરંતુ જ્યારે તેને બધા માટે લોન્ચ કરવામાં આવશે ત્યારે આ સિમ કાર્ડ મારફત પતંજલિ પ્રોડક્ટસ પર 10 ટકા છૂટ પણ આપવામાં આવશે.
– એટલું જ નહિ, આ સિમનો ઉપયોગ કરનાર યુઝર્સને 2.5 લાખ રૂપિયા સુધીનો મેડિકલ ઇન્શ્યોરન્સ અને 5 લાખ રૂપિયા સુધી લાઇફ ઇન્શ્યોરન્સ પણ મળશે.

રામદેવે કહ્યું- દેશની સેવા કરવી એ જ અમારું લક્ષ્ય
– સિમ લોન્ચિંગના પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં બાબા રામદેવે કહ્યું કે બીએસએનએલ એક સ્વદેશી નેટવર્ક છે અને પતંજલિ તથા બીએસએનએલનું લક્ષ્ય દેશની સેવા કરવાનું છે.
– `કંપનીનું લક્ષ્ય ચેરિટી કરવાનું છે. અમારું નેટવર્ક માત્ર સસ્તા ડેટા અને કોલ પેકેજ જ નહિ આપે, પરંતુ લોકોને હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પણ આપશે.’
– જોકે, રામદેવે સ્પષ્ટતા કરી કે ઇન્શ્યોરન્સ માત્ર રોડ એક્સિડન્ટ પર જ કવર કરાશે.

હાલ પતંજલિના કર્મચારીઓને જ મળશે સિમ
– બીએસએનએલના ચીફ જનરલ મેનેજર સુનીલ ગર્ગે કહ્યું કે, પતંજલિનો પ્લાન બીએસએનએલનો બેસ્ટ પ્લાન છે. તેમણે કહ્યું કે માત્ર રૂ.144ના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 2 જીબી ડેટા અને 100 એસએમએસની સુવિધા છે.
– તેમણે કહ્યું કે હાલ આ સિમકાર્ડ ફક્ત પતંજલિના કર્મચારીઓ માટે છે.