બ્રિટનઃ વાવાઝોડાંના કારણે 24 કલાકમાં 70,000 વીજળીના કડાકા, પૂરની સ્થિતિ

વાવાઝોડાં અને પૂરના કારણે ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો પણ ખોરવાયોઆજે સોમવારે 1.2 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતાઓ છે જેના કારણે પૂરની સ્થિતિ યથાવત રહેશે.ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં ગત રવિવારથી ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે આજે સોમવારે પણ ફ્લડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. બ્રિટનમાં આજે 27 સેલ્શિયસ ડિગ્રી તાપમાન રહેશે, ગવર્મેન્ટે અહીં યલો એલર્ટ વોર્નિંગ જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂરના કારણે આજે હજારો ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પૂરવઠો ખોરવાશે ઉપરાંત પૂરના કારણે પીવાના પાણીની પણ અછત સર્જાશે. વાવાઝોડાંના કારણે બ્રિટનમાં એરલાઇન્સ અને ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં ગત રવિવારે વહેલી સવારથી અત્યાર સુધી 70,000 વખત વીજળીના કડાકા થયા છે. જેનો અર્થ એ થાય છે કે, છેલ્લાં 24 કલાકમાં દર 1.4 સેકન્ડે એક વીજળીનો કડાકો થયો છે. રવિવારે ડઝન જેટલાં પ્લેનને ટેક-ઓફ કરવાની મનાઇ કરવામાં આવી હતી.
– મિડલેન્ડ અને સાઉથ ઇંગ્લેન્ડના લોકોને વાવાઝોડાં સામે સાવચેતીના પગલાં લેવાની ઓથોરિટીએ તાકીદ કરી છે. – એક્સેસ એરપોર્ટ પર આજે ડઝનથી વધુ પ્લેન ટેક-ઓફ સિગ્નલની રાહ જોતાં એરપોર્ટ ગ્રાઉન્ડ ઉપર જ જોવા મળ્યા. પેસેન્જર્સને કહેવામાં આવ્યું કે, દરેક ફ્લાઇટ અંદાજિત ત્રણ કલાક મોડી હશે.
– આ ઉપરાંત લંડન એરપોર્ટ પર 200 ફ્લાઇટ્સ મોડી પડી હતી.
24 કલાકમાં 70,000 વીજળીના કડાકા– યુકેના સાઉથ ઇંગ્લેન્ડમાં રવિવારે જે વાવાઝોડું આવ્યું તે ઇતિહાસનું સૌથી પ્રચંડ વાવાઝોડું હતું. શનિવારે મોડી રાતથી શરૂ થયેલા વાવાઝોડાંના કારણે રવિવારે 24 કલાકમાં 70,000થી વધુ વીજળીના કડાકા થયા હતા. – છેલ્લાં 24 કલાકમાં આવેલા વાવાઝોડાં અને પૂરના કારણે ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. – હવામાન વિભાગે આજે અને આવતીકાલે 6 વાગ્યા સુધી યલો વેધર વોર્નિંગ જાહેર કરી છે. સાઉથ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
– યુકેમાં આજે સોમવારે બેંક હોલિડે ગણાય છે. રવિવારે પૂર અને વાવાઝોડાં છતાં આજે સૌથી વધુ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એજબેસ્ટનના વેસ્ટ વિન્ટરબોર્નમાં રવિવારે બપોરે એક કલાકમાં 2.28 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે 12 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો.
– વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વેસ્ટ મિડલેન્ડમાં એક મહિનામાં 2 ઇંચ જેટલો વરસાદ પડે છે. પરંતુ વાવાઝોડાંના કારણે છેલ્લાં 12 કલાકમાં જ 4 ઇંચ વરસાદ પડી ગયો હતો.
– આજે સોમવારે પણ અહીં ધોધમાર વરસાદ આવવાની આગાહી છે. જ્યારે કેટલાંક વિસ્તારો જ્યાં યલો વેધર વોર્નિંગ આપવામાં આવી છે ત્યાં વાવાઝોડાં સાથે વરસાદ આવવાની શક્યતાઓ છે.
– હવામાન વિભાગે આજે 20 ફ્લડ વોર્નિંગ આપી છે. જ્યારે સેન્ટ્રલ ઇંગ્લેન્ડમાં 40 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
ઇમારતોને પૂર અને વાવાઝોડાંના કારણે નુકસાન
 વેસ્ટર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશનના જણાવ્યા અનુસાર, મિડલેન્ડમાં અંદાજિત 1,000 જેટલાં બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેનું મુખ્ય કારણ વીજળીના કડાકાઓ છે.
– 70,000 વીજ કડાકામાં 150 લાખ કિલો વોટ્સ પાવર જેટલી એનર્જી રહેલી હોય છે. જેમાંથી 60 કરોડ કપ પાણી ઉકાળી શકાય.
– મેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ફ્લડના કારણે કેટલીક ઇમારતો ધરાશાયી થઇ છે. પૂરના પાણી મુખ્ય હાઇવે પર આવી જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.
– આજે સોમવારે 1.2 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતાઓ છે જેના કારણે પૂરની સ્થિતિ યથાવત રહેશે. ઉપરાંત કડાકા અને વાવાઝોડાંના પવનના કારણે વીજ પુવરઠો ખોરવાશે.