the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

માઇલસ્ટોન ફર્નિચર બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

માઇલસ્ટોન ફર્નિચર બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા (ટાળો)

માઇલસ્ટોન ફર્નિચર લિ. (એમએફએલ) આંતરિક અને મોડ્યુલર ફર્નિચર બિઝનેસનું ઉત્પાદન અને માર્કેટીંગ કરી રહેલં છે. શિક્ષણ, હેલ્થકેર અને કોર્પોરેટ સંગઠનોમાં વપરાતા ફર્નિચરમાં ડિઝાઇન અને નવીનીકરણ સાથે સ્પેસ અને વર્ક સ્ટેશન મેનેજમેન્ટમાં કૌશલ્ય અને નિપૂણતા વિકસાવી છે.
મોડયુલર નવીન ફર્નિચર ઉત્પાદન, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૩૨૯૭૦૦૦ ઈકવીટી શેર, રૂ. ૪પ ના મુકરર ભાવથી ઓફર કરીને રૂ. ૧૦.૮૪ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૭.૦૫.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૧.૦૫.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૩૫.૪૬ % ટકા હિસ્સો આપશે. આ ઈસ્યુના લીડ મેનેજર મોનાર્ક નેટવર્થ કેપિટલ પ્રા. લી. છે જયારે રજીસ્ટ્રાર કાર્વી કોમ્પ્યુટર શેર પ્રા. લિ છે. કંપનીએ શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા શેર રૂ. ૧ર થી રૂ. ૪પ ના ભાવે આપેલ. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત રૂ. ૨૨.૬૫ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૬.૦૦ કરોડ છે તે વધીને રૂ. ૯.૩૦ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો, રૂ. ૦.૩૮ કરોડ / રૂ. ૦.૦૩ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૩.૩૨ કરોડ / રૂ. ૦.૦૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૫.૫૨ કરોડ / રૂ. ૦.૨૦ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૮.૯૫ કરોડ / રૂ. ૦.૩૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૭-૧૮ ના તા. ૩૦.૧૧.૧૭ સમય ગાળામાં આ કંપનીએ રૂ. ૨૩.૭૨ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૦.૮૦ કરોડ નફો કરેલ હતો. આ રીતે ના. વ. ૧૮માં ટોપ અને બોટમ લાઈનમાં એકાએક કૂદકો આશ્ચર્ય ઉપજાવે છે અને ભવાં ઉચાં કરે છે. તા. ૩૦.૧૧.૧૭ના એનએવી ૧પ.ર૦ ના આધારે આ ઈસ્યુનો ભાવ ર.૯૬ પી/બીવી થી આવે છે. ઓફર ડોકયુમેન્ટમાં એન એ વી ના. વ. ર૦૧પ માટે રૂ. ૯૮.૬૦ અને ના. વ. ર૦૧૬ માટેરૂ. ૨૯૭.૫૦ દર્શાવેલ છે જે આશ્ચર્યજનક છે અને કોઈ પણ આ કાર્યરીતી સમજી શકે તેમ નથી. જો કંપનીના મૂડીના ઈતિહાસ પર નજર કરીએ તો તેમણે ર૮મી માર્ચ, ર૦૧૭ સુધીમાં શરુઆતમાં રૂ. ૧.૦૧ કરોડ સઈકવીટી દ્વારા મેળવેલ. ર૮મી માર્ચ ર૦૧૭ અને ઓકટોબર ૧૭ તેમણે બીજા ઈકવીટી (૨૯૯૦૦૦૦ શેર) શેર દીઠ રૂ. ૧ર ના ભાવે આપેલ અને ડીસેમ્બર ર૦૧૭ માં તેમણે કુલ ૨૦૦૦૦૦૦ શેર રૂ. ૪પ ના ભાવે આપેલ હતા. તા. ૩૧.૩.૧૭ના રોજ તેમની ભરપાઈસ થયેલમૂડી રૂ. ૩ કરોડ હતી જે તા. ૧૭.૧૦.૧૭ના રોજ રૂ. ૪ કરોડ અને તા. ૧૫.૧૨.૧૭ના રોજ રૂ. ૬.૦૦ કરોડ થયેલ છે. છેલ્લાત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧રર.૩૦ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ રૂ. ૪૪.૬૭ ટકા દર્શાવેલ છે, જે ઈકવીટી બેઈઝ ના. વ. ૧૪ થી ના. વ. ૧૬ ના રૂ. ૦.૦૧ કરોડ અને ના. વ. ૧૭ ના રૂ. ૩.૦૦ કરોડના આધારે છે. અને બધા જ શેર આધારે નથી. જો કે, આપણે તેમની છેલ્લી કમાણીને ઈસયુ પછીના બધા જ ઈકવીટીના આધારે ગણીએ તો ઈસ્યુનો માગવામાં આવેલ ભાવ લગભગ રૂ. ૩૪ ની આસપાસ આવે છે. જે સામે આ ઉદ્યોગનો કોમ્પોઝીટ પી ઈ રેશિયો ર૦ નો છે. ઓફર ડોકયુમેન્ટ મુજબ તેમણે નિલકમલ, પીઆઈએલ ઈટાલિકા અને ઓમફર્નને હરિફ લિસ્ટેડ પેઢીઓ તરીકે દર્શાવેલ છે, જે અનુક્રમે ૨૧, ૩૭ અને ૮ ની પી / ઇ પર ટ્રેડિંગ કરે છે. (૦૨.૦૫.૧૮ ના રોજ) આમ આ ઈસ્યુ આક્રમક કિંમતવાળો છે.
મર્ચંટ બેંક મોરચે, આ તેમની ૬ઠ્ઠી કામગીરી છે, અને તેમનાં પ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે એક ઈસ્યુ ભાવોભાવખુલેલ, ત્રણ ૧.૪% થી પ% પ્રિમિયમથી અને એક ૪પ% પ્રિમિયમથી ખુલેલ હતા. ૪પ પ્રિમિયમથી ખુલેલ ઈસ્યુ વીસીયુ ડેટા હતો, જે હાલમાં ૩૮%ના ડીસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
કંપનીની નાણાકીય વિગતો ગૂંચવાડા ભરી છે અને છેલ્લી કામગીરી ખૂબ આશ્ચર્યજનક છે, સેકન્ડરી બજારમાં આનાથી ઓછા પીઈથી સારા વિકલ્પ (શેર) ઉપલબ્ધ છે, જેથી આ ઈસ્યુને ટાળવામાં કોઈ નુકશાન થી.