મુંબઇને પછડાટ આપવા માટે કિંગ્સ ઇલેવન પંજાબ સુસજ્જ

આજે ઇન્દોર મેદાન પર રોમાંચક મેચ રમાશે
મુંબઇને પછડાટ આપવા માટે કિંગ્સ ઇલેવન પંજાબ સુસજ્જ
રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ખરાબ ફોર્મના કારણે પહેલાથી જ બહાર થઇ : સ્ટાર ઉપર નજર

ઇન્દોર,તા. ૩
ઇન્દોરમાં આવતકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની ૩૪મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનાર છે. વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ હવે સ્પર્ધામાંથી બહાર થઇ ચુકી છે. તે પોઇન્ટ ટેબલમાં આઠ મેચોમાં માત્ર બે મેચોમાં જીત સાથે સૌથી છેલ્લા સ્થાન પર છે. બીજી બાજુ કિંગ્સ ઇલેવન પંજાબનો દેખાવ આ વખતે શાનદાર રહ્યો છે. રવિચન્દ્રણ અશ્વિનના નેતૃત્વમાં આ ટીમે હજુ સુધી સાત મેચો રમીછે જે પૈકી પાંચમાં તેની જીત થઇ છે અને બેમાં હાર થઇ છે. આ ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે. જેમાં ક્રિસ ગેઇલ અને એરોન ફિન્ચનો સમાવેશ થાય છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે.બન્ને ટીમો નીચે મુજબ છે.
મુંબઇ ઇન્ડિયન્સ : બુમહાર, ચહેલ, કમિન્સ, કટિંગ, ધનંજયા, બિન્ની, લાડ, લેવિસ, લુંબા, મેકક્લાઘન, માર્કંડે, મોહસીન ખાન, રહેમાન, નિદેશ, હાર્દિક પંડ્યા, કેએચ પંડ્યા, પોલાર્ડ, રોય, સાંગવાન, રોહિત શર્મા (કેપ્ટન), તેજેન્દરસિંહ, એપી તારે, તિવારી યાદવ.
કિંગ્સ ઇલેવન પંજાબ : અશ્વિન (કેપ્ટન), નાથ, અગ્રવાલ, ડગર, દ્વારસુસ, ફિન્ચ, ગેઇલ, મંજુર દાર, મિલર, રહેમાન, કેકે નાયર, પટેલ, રાહુલ, રાજપૂત, સાહૂ, શર્મા, શરણ, સ્ટેનોઇસ, એમકે તિવારી, ટાઈ, યુવરાજ.