the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મેડિકલમાં પ્રવેશ માટે નીટમાં ૧૩ લાખથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

ગુજરાતમાંથી ૭૫૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
મેડિકલમાં પ્રવેશ માટે નીટમાં ૧૩ લાખથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
અભૂતપૂર્વ સુરક્ષા અને કોપી કેસને ટાળવા શ્રેણીબદ્ધ પગલાઓ વચ્ચે પરીક્ષા યોજાયા બાદ હવે ૫મી જૂનના દિવસે પરિણામ : વિદ્યાર્થી ઉત્સાહિત દેખાયા

નવીદિલ્હી-અમદાવાદ,તા. ૬
દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના નેશનલ એન્ટ્રસ કમ ઇલિજિબીલીટી ટેસ્ટ (નીટ) આજે યોજાતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા રહી હતી. આ વર્ષે ૬૬૦૦૦ સીટ માટે આશરે ૧૩૩૬૦૦૦ વિદ્યાર્થીઓ પ્રિમેડિકલ અને ડેન્ટલ પરીક્ષામાં પરીક્ષા આપી હતી. કોઇપણ પ્રકારની નકલને ટાળવા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા. કઠોર નીતિ નિયમો લાગૂ કરવામાં આવ્યા હતા. પરીક્ષા કેન્દ્રોની અંદર વિદ્યાર્થીઓને પેન લઇ જવાની મંજુરી પણ આપવામાં આવી ન હતી. આ પરીક્ષા આજે સવારે ૯.૩૦ વાગે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધા બાદ ૧૦ વાગ્યાથી શરૂ થઇ હતી અને બપોરે એક વાગ્યા સુધી આ પરીક્ષા ચાલી હતી. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ઉપર જુદી જુદી રીતે નજર રાખવામાં આવી હતી. ગયા વર્ષે પણ બોર્ડની વ્યાપક ટિકા થયા બાદ આવી કોઇપણ ટિકાટિપ્પણીને ટાળવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ તરફથી આજે લેવામાં આવી રહેલી સ્નાતક મેડિકલ-ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફરજિયાત નીટ માટે ગુજરાતમાંથી ૭૫૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૦ વાગ્યાથી આ પરીક્ષા શરૂ થઇ હતી. રાજ્યભરમાં ૧૩૮ પરીક્ષા કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ૩૬ પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા હતા જ્યારે દેશભરમાં ૧૩૬ શહેરોમાંથી ૧૩૨૬૦૦૦ વિદ્યાર્થીઓ આજની પરીક્ષામાં બેઠા હતા. નીટ યુઝીમાં હિન્દી, અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન સાથે સંબંધિત ૧૮૦ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. આજે પરીક્ષા યોજાયા બાદ પાંચમી જૂનના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પરીક્ષા શરૂ થવાના અઢી કલાક પહેલા શરૂ થઇ ગયા હતા. વિદ્યાર્થીઓને સવારે ૯.૩૦ વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ નહીં આપવાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન બે વખત હાજરી નોંધાવવાની ફરજ પડી હતી. જે પૈકી પરીક્ષા શરૂ થતાં પહેલા અને ઉત્તરવહી સોંપતી વેળા આ હાજરી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરવહી પર હસ્તાક્ષર કરવા ઉપરાંત ફિંગરપ્રિન્ટ પણ આપવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓ પ્રવેશના સમયે કોઇપણ ચીજવસ્તુને લઇને અંદર પ્રવેશી શક્યા ન હતા. પેન અને પેન્સિલની પણ મંજુરી અપાઈ ન હતી. પેન અને પેન્સિલ પણ પરીક્ષા કેન્દ્રો ઉપર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને હળવા વસ્ત્રો પહેરવા માટે કહેવામાં આવ્યું હતું. સ્લીપર, સેન્ડલ અથવા તો લો હિલના સેન્ડલ પહેરીને પ્રવેશ કરવા માટે કહેવામાં આવ્યું હતું. શુઝ પહેરીને પ્રવેશ કરવાની મંજુરી અપાઈ ન હતી. શ્રેણીબદ્ધ નીતિનિયમો લાગૂ કરવામાં આવ્યા હતા.