મોદી મેજિક : કર્ણાટકમાં પણ ભાજપને મોટી પાર્ટી બનાવી

મોદી મેજિક : કર્ણાટકમાં પણ ભાજપને મોટી પાર્ટી બનાવી

સ્પષ્ટ બહુમતિ ન અપાવી શક્યા પણ ભાજપનો જોરદાર દેખાવ

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ ટુંકા ગાળામાં ૨૧થી વધુ રેલી કરી હતી

: સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા

બેંગલોર,તા. ૧૫
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે આવવાની શરૂઆત થઇ હતી. મતગણતરી શરૂ થયા બાદ શરૂઆતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્પર્ધા રહી હતી. જો કે મતગણતરી આગળ વધતા ભાજપે મજબુત લીડ મેળવી લીધી હતી. પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને સપાટી પર આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ મોજુ ફરી એકવાર જોવા મળ્યુ હતુ. અલત્ત મોદી પાર્ટીને છેલ્લે બહુમતિના જાદુઇ આંકડા સુધી પહોંચાડી શક્યા ન હતા. જો કે તેમના પ્રચારની અસર સ્પષ્ટ દેખાઇ હતી. લોકો તેમની સાથે છે તે બાબત આજે ફરી એકવાર સાબિત થઇ હતી. મોદી ભાજપને બહુમતિની બિલકુલ નજીક લઇ ગયા હતા. જો કે હવે ગઠબંધનની રાજનીતિ શરૂ થઇ છે. મોદીએ ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પણ જોરદાર ટક્કર આપવામાં સફળ રહી હતી. જો કે ભાજપે સૌથી મોટી પાર્ટી બનવામાં સફળતા મેળવી હતી. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવી દેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. મોદીએ માત્ર નવ દિવસના ટુંકા ગાળામા ંજ ૨૧ રેલીઓ સંબોધી હતી. મોદી પહેલા કર્ણાટકમાં ૧૫ રેલી જ કરનાર હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમની રેલીઓની સંખ્યાને વધારી દેવામાં આવી હતી. નિષ્ણાંતોના કહેવા મુજબ ભાજપની સ્થિતી નબળી દેખાતા તેમની રેલીની સંખ્યા વધારી દેવામાં આવી હતી. કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા વધારે તીવ્ર દેખાઇ રહી હતી. જેથી રેલીઓની સંખ્યા વધારી દેવામાં આવી હતી. આ પહેલા ગુજરાતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ તાકાત લગાવી દીધી હતી. મોદીએ ગુજરાતમાં ૩૪ રેલીઓ કરીને ભાજપની સ્થિતીને વધારે મજબુત કરી હતી. ગુજરાતમાં ભાજપની સ્થિતી ખુબ નબળી દેખાઇ રહી હતી. જુદા જુદા સમુદાયના શક્તિશાળી નેતા તેની વિરુદ્ધમાં હતા. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ મોદીએ ૨૪ રેલીઓ કરી હતી. જ્યા ભાજપને પ્રચંડ બહુમતિ મળી હતી. પ્રચારના છેલ્લા દિવસે તમામ ટોપ નેતાઓ પ્રચારના વ્યસ્ત રહ્યા હતા.મતગણતરી શરૂ થયા બાદ બાદ જોરદાર સ્પર્ધા શરૂ થઇ હતી. શરૂઆતી ગાળામાં સ્પર્ધા રહી હતી. જો કે મોડેથી ભાજપે લીડ મેળવી લીધી હતી. કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર ફટકો પડ્યો છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ ટકા સુધી ઉંચુ મતદાન થયુ હતુ. ઉંચા મતદાન બાદથી ભાજપ અને કોંગ્રેસના જીતના દાવા શરૂ થયા હતા.