the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

યુ એચ ઝવેરી બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

યુ એચ ઝવેરી બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા (ટાળો)

યુ એચ ઝવેરી લિમિટેડ (યુએચઝેડ) ની રત્નો અને જ્વેલરી કંપની તરીકે સ્થાપના કરવામાં આવી હતી. ઝવેરાતના વેપારમાં તેના કારોબારી કામગીરીને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે, એટલે કે હોલસેલ અને જ્વેલરીના રિટેલ. યુએચઝેડ મુખ્યત્વે સોનાનું ઝવેરાત વેચે છે અને આવકની સીમાંત ટકાવારી ચાંદીની જ્વેલરી અને અન્ય પ્રકારની જ્વેલરી અને વાસણોના વેચાણ દ્વારા મેળવવામાં આવે છે. તે ઉત્પાદન નથી પરંતુ આઉટસોર્સ્ડ છે.જો કે, તેના દ્વારા વેચવામાં આવેલા જ્વેલરીને ઈન આઉસ અથવા ૩-ડી દાગીના ડિઝાઇનર દ્વારા અથવા તૃતીય પક્ષ ડિઝાઇનરો દ્વારા તૈયાર કરવામાં આવે છેઅથવા ઉત્પાદકો પાસેથી જ્વેલરી વેચવા માટે તૈયાર ખરીદવામાં આવે છે. તેમની રજિસ્ટર ઓફિસનું સરનામું અને શોરૂમ સરનામું એ જ છે, એટલે કે, નિકોલ રોડ, અમદાવાદમાં અને ભારતમાં અથવા વિદેશમાં કોઈ અન્ય આઉટલેટ નથી. તે સમકાલીન, એન્ટીક, કુંદન, પોલ્કા અને મંદિરના જ્વેલરીનો અનન્ય સંગ્રહ વેચે છે. તેમનાં ઉત્પાદનો વિવિધ ભાવનાં હોય છે અને ગ્રાહકોને હાઇ-એન્ડ, મિડ-માર્કેટ અને વેલ્યુ માર્કેટ સેગમેન્ટ્‌સમાં પૂરાં પાડવામાં આવે છે.
કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૨૨૨૦૦૦૦ ઈકવીટી શેર, રૂ. ૩૬ ના મુકરર ભાવથી ઓફર કરીને રૂ. ૭.૯૯ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૮.૦૫.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૪.૦૫.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લી. છે જયારે રજીસટ્રાર તરીકે કાર્વી કોમ્પ્યુટર શેર પ્રા. લી. કાૃય કરી રહેલ છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૩૬.૩૦ % ટકા હિસ્સો આપશે. કંપનીએ શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા શેર રૂ. ૭૬૦ ના ભાવે આપેલ છે. આ પછી તેમણે ફેબ્રુઆરી ર૦૧૮માં એક શેર પર પ૦ શેર બોનસ આપેલ છે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત રૂ. ૦.૨૦ અને રૂ. ૧૪.૦૬ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૩.૯૦ કરોડ છે તે વધીને રૂ. ૬.૧૨ કરોડ થશે.
આ કંપનીની સ્થાપના ર૮મી ઓગષ્ટ, ર૦૧૭ના રોજ થયેલ છે અને તેથી તેઓ માત્ર પાંચ માસનો ટ્રેક રેકર્ડ ધરાવે છે. તા. ૩૧.૧.૧૮ના રોજ પુરા થયા સમય માટે તેમણે રૂ. ૧૩.૮૯ કરોના ટર્નઓવર પર રૂ. ૦.૭૫ કરોડ નફો કરેલ છે. ઓફર ડોકયુમેન્ટસ મુજબ તેમણે શેર દીઠ આવક રૂ. ૧.૯ર (વાર્ષિક ધોરણે નથી અને નવા શેર ઉમેરીને પણ નથી) તેમ જ આ ઓ એન ડબલ્યુ ૧ર.૮૭ ટકા બતાવેલછે. (તા. ૩૧.૧.૧૮ અંતિત પાંચ માસનો સમય ગાળો). જો કે, આપણે તેમની છેલ્લી કમાણીને ઈસ્યુ પછીના બધા જ ઈકવીટીના આધારે ગણીએ તો ઈસ્યુનો માગવામાં આવેલ ભાવ લગભગ રૂ. ર૦ ના પીઈ રેશિયોની આસપાસ આવે છે. જે સામે આ ઉદ્યોગનો કોમ્પોઝીટ પી ઈ રેશિયો ૩પ નો છે. તા. ૩૧.૧.૧૮ના એન એ વી રૂ. ૧૪.૯૦ મુજબ ઈસ્યુનો ભાવ ર.૪ર ના પી /બીવીથી આવે છે, અને ઈસ્યુ પછીના એન એ વીના આધારે ૧.૬૦ ના પી/બીવી થી આવે છે. ઓફર ડોકયુમેન્ટ મુજબ તેમણે ગોલ્ડમ ઇન્ટેલ, રેનેસન્સ જ્વેલરી અને ઉદય જ્વેલરીની યાદીમાં લિસ્ટેડ પેઅર્સ છે, જે લગભગ અનુક્રમે ૧૦, ૯ અને ૩૫ ની પી / ઇ (૦૪.૦૫.૧૮ ના રોજ) ટ્રેડ થઈ રહ્યા છે. ઝવેરાત સેગમેન્ટ માટે વર્તમાન નબળું સેન્ટિમેન્ટ ચિંતામાં વધારો કરે છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ૪ વર્ષમાં આ તેમની ૧૭મી કામગીરી છે, અને તેમનાં ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે ૭ ઈસ્યુ ઓફર ભાવ કરતાં ડીસ્કાઉન્ટમાં ખુલેલ છે. ૩ ઈસ્યુ ૧ થી ૧૦ ટકાના પ્રિમિયમથી ખુલેલ છે. આ રીતે તેમનો ટ્રેક રેકર્ડ નબળો છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
આ કંપનીનો કાર્યકાલ માત્ર પાંચ માસનો છે. ઈસ્યુના ભાવ આક્રમક છે. મર્ચંટ બેન્ક પણ નબળો ટ્રેક રેકર્ડ ધરાવે છે. જવેલરી સેગમેન્ટની હારની પરિસ્થિતિ વિષે વિચારતાં આ ઈસ્યુ ટાળવામાં કોઈ નુકશાન નથી.