રોનિત રોય ઝી ટીવીના જઝબાત્ત પર પોતાની છૂપી પ્રતિભાને ઉજાગર કરે છે

રોનિત રોય ઝી ટીવીના જઝબાત્ત પર પોતાની છૂપી પ્રતિભાને ઉજાગર કરે છે

જઝબાત્તના હોસ્ટ રાજીવ ખંડેલવાલ દ્વારા એક વાયોલીન ભેટમાં આપવામાં આવતા, ટેલિવિઝનના આ કલાકારે તેનો સંગીત પ્રત્યેનો પ્રેમ સૌપ્રથમ વખત ટેલિવિઝન પર દર્શાવ્યો!
5મી મેથી પ્રિમિયર થઈ રહેલો ઝી ટીવીનો આગામી ચેટ શો, ‘જઝબાત્ત… સંગીન સે નમકીન તક’માં દર્શકો પ્રસિદ્ધ સેલિબ્રિટીની પ્રેરણાદાયી મુસાફરીની ઝળહળતી ઝલક આપશે. આ સિરિઝની શરૂઆત એક મનોરંજક રીતે થાય છે, જેમાં પ્રતિભાશાળી અભિનેતા ભાઈઓ રોનિત રોય અને રોહિત રોયએ તેમના ઊંડાણપૂર્વકના રહસ્યો જાહેર કર્યા અને હોસ્ટ રાજીવ ખંડેલવાલની સાથે વાતચીત કરીને તેમની અંદરની લાગણીઓને જાહેર કરી હતી.

જ્યારે તેમની વચ્ચે ખુલ્લા દિલથી વાતચીત ચાલી રહી હતી અને આ અભિનેતા ભાઈઓ ઉદ્યોગમાં તેમની મહેનતના અનુભવ જણાવતા હતા અને અચાનક જ તેમના જાણિતા સહ-કલાકાર અને હોસ્ટ રાજીવ ખંડેલવાલે એક તક ઝડપી અને મહેમાનો એક ગીફ્ટ આપીને ચોકાવી દીધા. પ્રતિભાશાળી કલાકાર રોનિત રોયની અન્ય બાજુને દર્શાવતા રાજીવે આ કલાકારને વાયોલિન સાથે રજૂ કરી. ઘણા લોકો અજાણ છે કે, રોનિતે વાયોલિન વગાડતા શિખ્યું છે અ તે આ સાધન પાછળ અત્યંત પાગલ છે, કારણકે તેને સાંભળનારની ઘણી લાગણીઓ બહાર આવે છે. રાજીવના આ પ્રતિભાવ સ્પર્શી જતા, રોનિતે એક મધુર રેટ્રો ગીત, એક પ્યાર કા નગમા હૈં વગાડ્યું અને શોના સેટ પર એક શાંતિની ક્ષણો ઉભી કરી દીધી. વધુમાં, રાજીવે આ બંને પ્રતિભાશાળી ભાઈઓ માટે તેનો પ્રેમ રજૂ કરતા વાયોલિન પર એક વ્યક્તિગત સંદેશો પણ આપ્યો હતો, જેમાં લખ્યું હતું, “કોઈ એવી વ્યક્તિ જેને હું મારી પસંદગીની વ્યક્તિ તરીકે જોઉં છું, રાજીવ.”

રોનિત અને રોહિત રોય બંને ભાઈઓ મનોરંજનની દુનિયામાં આવ્યા તેમના નોંધપાત્ર પ્રવાસ અને તેમના વિશે ભાવનાત્મક ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે લાગ્યું કે શરૂઆતનો એપિસોડ જ ખૂબ જ મસ્તી અને મનોરંજનથી પેલો તથા બંને ભાઈઓ વચ્ચે પોલખોલ રહ્યો હતો. એક એવી પણ આવી જ્યારે રોહિતે જણાવ્યુ કે, તે કોઈ દિવસ ડિરેક્ટર બનવા ઇચ્છેછે, તેને તેના ભાઈ રોનિતને નહાતો હોય તેવો એક સીન ઓન ધ સ્પોટ પર્ફોર્મ કરવા કહ્યું. શું તમે વિચારી શકશો કે આ નાહવાનો પ્રતિકાત્મક સીન કોને નિભાવ્યો છે? અરે…. વિચારવાનો સવાલ જ નથી… અન્ય કોઈ નહીં, પરંતુ હોસ્ટ રાજીવ ખંડેલવાલે પોતે કર્યો હતો! આ બોય્સ નાઈટ આઉટ જેવું હતું… કે પછી આપણે કહી શકીએ કે, રોયસ નાઈટ આઉટ, અને આ ભાઈઓની જોડીની સાથે રાજીવ જોડાયો અને કેટલીક ચટપટી ગપશપ કરી.

વધુ જાણવા માટે જોતા રહો, જઝબાત્ત… સંગીન સે નમકીન તક, દર શનિવાર અને રવિવાર સાંજે 7 વાગ્યે ફક્ત ઝી ટીવી પર!