રોહિત પૂરોહિતની સેલ્ફી – મેરેથોન!

રોહિત પૂરોહિતની સેલ્ફી – મેરેથોન!

સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝનના ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી રહેલા શોમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટની ભૂમિકા ભજવી રહેલા હેન્ડસમ કલાકાર રોહિત પૂરોહિતે પોતાની અભિનય શક્તિથી સૌના દિલ જીતી લીધા છે. આ અભિનેતા તાજેતરમાં તેના હોમટાઉનમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. આ અભિનેતાએ ઘણા લાંબા સમય પછી પોતાના ઘરે પરત આવીને તેના તમામ સંબંધીઓને સરપ્રાઈઝ આપી હતી. રોહિતને પોતાની સાથે જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા હતા. જ્યારે અમે તેને મળ્યા ત્યારે રોહિતે જણાવ્યું હતું કે, “હું લાંબા સમય પછી ઘરે ગયો હતો. હું એક ડેઈલી સોપ (દૈનિક ટીવી શો)નો હિસ્સો હોવાથી મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આ વખતે, અમારે ત્યાં ખૂબ જ ભવ્ય ઉજવણી હોવાથી હું તેને છોડવા માંગતો નહોતો. – આ પાર્ટી મારા પિતા કામમાંથી નિવૃત્ત થયા તે નિમિત્તે હતી. અમારા બધા સંબંધી અને મિત્રો ત્યાં આવ્યા હતા, આથી હું તેને મિસ કરવા માંગતો નહોતો?”

રોહિતે આ ઉજવણી માટે બે દિવસનો વિરામ લીધો હતો. પરંતુ આ અભિનેતાએ તેના સ્ટારડમની કિંમત પણ ચુકવવી પડી હતી – તેણે પોતાના તમામ મિત્રો અને સંબંધીઓ સાથે સેલ્ફી પડાવવી પડી હતી. રોહિતે અમને જણાવ્યું હતું કે, “હું માત્ર બે દિવસ માટે જયપુરમાં હતો અને મારા પરિવાર સાથે રહેવા માટે મારી પાસે વધુ સમય નહોતો. મારે થોડા સમયમાં 400-500 સંબંધીઓને મળવાનું હતું! હું પાર્ટીમાં ચાર કલાકથી વધુ સમય રહ્યો હતો અને તે સમયમાં બધા સાથે માત્ર સેલ્ફી ક્લિક કરવામાં જ સમય વીતી ગયો હતો!”

આગામી એપિસોડ્સમાં જ્યારે પુરુ (લક્ષ્ય) આગમાં ફસાયેલા ગામને બચાવે છે ત્યારે વિશુદ્ધિ અને તેના 5 વર્ષના ભાઈ સાથે તેની મુલાકાત થાય છે અને બંનેને તે હોડીમાં બેસાડીને લઈ જાય છે. પુરુને તેણીમાં કંઈ અજુગતુ અને અયોગ્ય લાગે છે પરંતુ તેની સાથે રહેલા નાના બાળક પર નજર કરતા તેણે બંનેને હોડીમાં બેસાડવાનો નિર્ણય કર્યો અને તેને પોતાના ગામમાં ઉતાર્યા. વિશુદ્ધિને પુરુની હત્યા કરવા માટે જ રાખવામાં આવી હોય છે. શું તે પોતાના આ મિશનમાં સફળ થશે અથવા શું તે પુરુને પોતાનું દિલ દઈ દેશે? જોતા રહો….

પોરસ સોમવારથી શુક્રવાર સાંજે 8.30 કલાકે જુઓ માત્ર સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝન પર