the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત ભરત પરીખ દ્વારા શહેરમાં વંધ્યત્વ માટે ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન

સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી વ્યક્તિની ફળદ્રુપતા માટે અત્યંત આવશ્યકઃ ડો. ભરત પરીખ

અમદાવાદના જાણતા ગાયનેકોલોજિસ્ટ અને વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત
ભરત પરીખ દ્વારા શહેરમાં વંધ્યત્વ માટે ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન

અમદાવાદ, ૧ મે, ૨૦૧૮ઃ આપણા દેશમાં આજે અનેક વર્ગોના કરોડો પરિવારમાં હજુ પણ એ માન્યતા અકબંધ છે કે પરિવાર ત્યારે જ કહેવાય કે જ્યારે ઘરમાં એક બાળક હોય. જોકે, વધતી જતી દોડભાગવાળી જીંદગીથી માંડી પારિવારિક અને સામાજિક તણાવોને લીધે તથા કેટલાક નવા રોગોએ માનવીય શરીરમાં ઘર કરતા આજે સ્ત્રી અને પુરુષ માટે લગ્ન બાદ વંધ્યત્વ જેવી મોટી વ્યાધી ઉભી થઈ છે. દંપતિને સંતાન પ્રાપ્તિ અંગે સચોટ માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત ડો. ભરત પરીખ દ્વારા રોઝમેરી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેડિકલ ચેક-અપનું આયોજન કરવામાં આવ્યું છે.

અક્ષર આઇવીએફ અને રોઝમેરી વુમન હોસ્પિટલના એમડી, ગાયનેકોલોજીસ્ટ ડો. ભરત પરીખે જણાવ્યું હતું કે, “આજના ઝડપથી બદલાતા યુગમાં લોકોની ભોજનશૈલીમાં નોંધપાત્ર પરિવર્તન અને શારિરિક કસરતના અભાવે યુવાનો અને યુવતીઓમાં મેદસ્વિતાના પ્રમાણમાં વધારો થયો છે. આ ઉપરાંત બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટોરેલની સમસ્યા થવાથી વ્યક્તિની પ્રજનનક્ષમતા ઉપર નકારાત્મક અસરો સર્જાય છે. મહિલાઓનું વજન વધી જવાને કારણે તેમને પોલીસિસ્ટિક ઓવારિયન ડિસિઝ (પીસીઓડી)નામનો રોગ થાય છે અને તેના પરિણામે વંધત્વની સમસ્યા સર્જાય છે. આ સંજોગોમાં સંતુલિત આહાર, નિયમિત કસરત તથા સંયમિત જીવન વ્યક્તિની ફળદ્રુપતાને જાળવી રાખવામાં ઉપયોગી બની રહે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “ઘણાં દંપતિ જીવનમાં કંઇક હાંસલ કરવાની મહાત્વાકાંક્ષા સાથે કારકિર્દીમાં નવી ઉંચાઇઓ સર કરવા માટે મોડેથી સંતાન પ્રાપ્તિનું આયોજન કરે છે, પરંતુ વિશેષ કરીને સ્ત્રીઓમાં એકવાર ૩૦ વર્ષની ઉંમર પાર કરી ગયા પછી તેમની ફળદ્રુપતામાં ઝડપથી ઘટાડો થાય છે. આ સાથે તેમના ગર્ભધારણ કરવાની સંભાવનાઓ પણ ઘટતી જાય છે.”

ડો. પરીખે વધુમાં જણાવ્યું હતું કે, “એક અંદાજ મૂજબ ગુજરાતમાં વંધત્વની સમસ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણે મોડેથી લગ્ન થવા, વારંવાર ગર્ભપાત કરાવવો અને સંતાન પ્રાપ્તિમાં વિલંબ કરવો વગેરે છે. આ ઉપરાંત જંક ફુડ, પ્રિઝર્વેટિવ્સ, ધુમ્રપાન, દારૂના સેવન વગેરે જેવા પરિબળો પણ વ્યક્તિની ફળદ્રુપતા માટે નુકશાનકારક છે. એક અહેવાલ અનુસાર પુરુષના વીર્યમાં મીલીલીટર દીઠ ઓછામાં ઓછા ૧૫ મિલિયન સ્પર્મ કાઉન્ટ હોવા જોઇએ અને તેનાથી નીચેના સ્પર્મ કાઉન્ટ વંધત્વ માટે જવાબદાર ઠરી શકે છે.”

આવા નિઃસંતાન દંપતિઓ આપણી સામાજિક વ્યવસ્થાને કારણે ઘણો બધો તણાવ અનુભવે છે. યુવાન સ્ત્રીઓને તે આત્મહત્યા તરફ પણ દોરી જઇ શકે છે અને જીંદગીના અંત સુધી તેમને પીડા કરે છે. આવા કઠીન શારિરિક, માનસિક અને સામાજિક પ્રશ્નોનો શક્ય તેટલી હદે નિરાકરણ કરવાના નિષ્કર્ષ સાથે અક્ષર આવીએફ વારંવાર આવા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજે છે અને તેમાં નોંધણી કરાવનાર દંપતિઓને બહુ જ રાહતદરે સારવાર આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૬માં પણ યોજાયેલા કેમ્પમાં ૬૦થી૭૦ ટકા દંપતિઓએ સફળ સારવાર સાથે સંતાનસુખ પ્રાપ્ત કર્યું છે.