શેરડીના ખેડૂતોને સબસિડીની ચુકવણી અપાશે :કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણંય

‘શેરડીના ખેડૂતોને સબસિડીની ચુકવણી અપાશે :કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણંય
ખેડૂતોને 5.5 રૂપિયે પ્રતિ ક્વિન્ટલના દરે સબસિડીની ચૂકવણી: ખેડૂતોને સબસિડી ખાંડ મિલોને વેચાયેલી શેરડીના આધારે થશે

નવી દિલ્હી: સરકારે શેરડી પકવતા ખેડૂતોના બાકી લેણાની પતાવટ માટે સબસીડી આપવા નિર્ણંય કર્યો છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ તેઓ ખેડૂતોને 5.5 રૂપિયે પ્રતિ ક્વિન્ટલના દરે સબસિડીની ચૂકવણી કરશે. ખેડૂતોને સબસિડી ખાંડ મિલોને વેચાયેલી શેરડીના આધારે થશે.

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં સબસીડી આપવા નિર્ણય કરવા સાથે સરકારે તેમાં એક શરત પણ રાખી છે કે ધન ફક્ત મિલો દ્વારા ખરીદાયેલી શેરડી કે જે નિર્ધારિત શરતો પર ખરી ઉતરશે તેના ઉપર સબસિડી અપાશે. ખાંડ મિલો પર ખેડૂતોનું બાકી લેણું વધીને 20 હજાર કરોડ થઈ ગયું છે. સરકારની સબસિડીની કવાયતને કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. કર્ણાટકમાં 12મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષે ખાંડનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. જેના કારણે ખાંડનો ભાવ ખુબ ઘટી ગયો છે. મિલોએ ખુબ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. મિલો પર ખેડૂતોનું બાકી લેણુ સતત વધી રહ્યું છે. મિલો ખેડૂતો પાસે ખરીદેલી શેરડીની રકમની ચૂકવણી કરવામાં અસમર્થ છે આથી તેમણે સરકારને મદદની ગુહાર લગાવી હતી. દેશમાં ખાંડનું ઉત્પાદન 15 એપ્રિલ સુધી કુલ 29.98 મિલિયન ટન (અત્યાર સુધીનો સૌથી વધુ) રહ્યું. ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન (ISMA)ના ડીજી અવિનાશ વર્માએ ફેસલાનું સ્વાગત કરતા કહ્યું કે શુગર મિલને ખુબ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.

   વર્માએ કહ્યું કે સરકારના ફેસલાથી 2017-18માં મિલોને 1500-1600 કરોડ રૂપિયાની રાહત મળશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે ઉદ્યોગો સામે પરેશાનીઓ ખુબ છે. વર્માએ આશા વ્યક્ત કરી કે   પગલાં બાદ સરકાર શેરડીના ખેડૂતો અને ખાંડ ઉદ્યોગની ભલાઈ માટે હજુ વધુ પગલાં લેશે. ખાંડના ભાવ છેલ્લા ચારથી પાંચ મહિનામાં 9 રૂપિયા સુધી ઘટ્યા છે.

   કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કૃષિ વિભાગની પહેલા જે યોજનાઓ ચાલી રહી હતી તે 11 યોજનાઓને એક કરીને એક નવી યોજના હરિત ક્રાંતિ કૃષ્ણોન્તિ યોજના લાવવામાં આવશે. હરિત ક્રાંતિ કૃષિ ઉન્નતિ યોજના માટે 2019-20 સુધી 33,270 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. જો કે ઉપરાંત કેબિનેટે મલ્ટી સેક્ટોરલ ડેવલપમેન્ટ યોજનાનાં પુર્નગઠનનો ફેસલો પણ લીધો છે. જે હેઠળ 196 જિલ્લા આવતા હતાં પરંતુ હવે 308 જિલ્લાઓ આવરી લેવાશે.