હવે પહેલાથી જ જાણી શકાશે કે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાના કેટલી શક્યતા છે

ટ્રેનોમાં લાંબી વેટિંગ લિસ્ટને જોઇને મુસાફરો દુવિધામાં મુકાઇ જાય છે કે ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. પરંતુ રેલવેની નવી વ્યવસ્થાના અંતર્ગત મુસાફરોની આ દુવિધાનો અંત આવશે. હવે વેટિંગ ટિકિટ લેતા સમયે તમને એ જાણવા મળશે કે સીટ કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે. ઉલ્લેખનીય છે , 29 મે, મંગળવારે આઇઆરસીટીસીની વેબસાઇટને નવું રૂપ મળવા જઇ રહ્યું છે. અહીં મુસાફરોને અનેક સુવિધાઓ મળશે.

આઇઆરસીટીસીની વેસબાઇટ સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ (સીઆરઆઈએસ) દ્વારા તૈયાર કરવામાં આવેલા એગ્લોરિધમની મદદથી મુસાફરોને એ જણાવશે કે વિટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે પૂર્વાનુમાનના એક નવા ફિચર અંતર્ગત કોઇપણ બુકિંગ ટ્રેડર્સના આધારે એ જાણી શકાશે કે તે વેટ લિસ્ટેડ અથવા આરએસી ટિકિટની કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિચાર રેલવે મંત્રી પીયુષ ગોયલે આપ્યો છે. તેમણે આ સેવાને આઇઆરસીટીસી સાથે જોડવા માટે એક વર્ષની ડેડલાઇન આપી હતી. અલ્ગોરિધમ એક નક્કર વ્યાવહારિક મોડલ સુધી પહોંચવા માટે ગત 13 વર્ષના ડેટાનો ઉપયોગ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક પ્રાઇવેટ પ્લેયર્સ પુર્વાનુમાન સુવિધા આપી રહ્યા છે. પરંતુ રેલવેની સિસ્ટમ વધારે વિશ્વાસ પાત્ર હશે.

આ ઉપરાંત ટ્રેનો અને સીટોની ઉપલબ્ધતા સર્ચ કરવા માટે હવે તમારે વેબસાઇટમાં લોગ ઇન કરવાની જરૂર નહી રહે. જૂના વર્જનમાં રજીસ્ટર્ડ યુઝર્સને જ આ સુવિધા મળતી હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે બુકિંગ સમયે પ્રત્યેક યાત્રીઓને એક અલગ કાર્ડ આપવામાં આવશે. જેનાથી તેઓ પોતાની ડિટેલ ઉપલબ્ધ કરાવશે. પહેલાથી જ ભરેલી જાણકારી જલદી ટિકિટ બુકિંગ સુનિશ્વિત કરાવશે.