હું કૌશિકીના સેટ્‌સ પર બધાને ડ્રાઈવ કરીને લઈ જઈશઃ સયાની ગુપ્તા

સૌકોઈ જાણે છે કે કલાકારો તેમના કામે જવા- આવવા વચ્ચેનો સમય તેમની અમુક કુશળતા નિખારવા માટે ઉપયોગ કરે છે. આ જ રીતે સયાની ગુપ્તા વીયુની બહુપ્રતિક્ષિત વેબ- સિરીઝ કૌશિકીમાં જોવા મળવાની છે તે પોતાનો આ ડ્રાઈવ સમય સાથી કલાકારો સાથે મોજમસ્તીમાં ફેરવી દે છે. સયાનીએ આજકાલ ડ્રાઈવિંગને ગંભીરતાથી લીધું છે અને માર્ગો પર રહીને પ્રેક્ટિસ કરવા માગે છે એવું લાગે છે. બન્યું એવું કે કૌશિકીનો સેટ તેના ઘરથી બહુ દૂર છે. જોકે તેણે હાલમાં જ ડ્રાઈવિંગ શીખ્યું હોવાથી લાંબા અંતરનો પ્રવાસ ફાવશે કે કેમ તે વિશે શંકા હતી. આ સંજોગોમાં તેના સાથી કલાકારો તેની મદદે આવ્યા.
આ મૂંઝવણ વિશે સમર્થન આપતાં સયાની કહે છે, મેં હાલમાં જ ડ્રાઈવિંગ શીખ્યું છે અને અન્યોની જેમ મને પણ લાંબા અંતર સુધી ડ્રાઈવ કરવાનું ફાવશે કે કેમ તે વિશે શંકા હતી, કારણ કે કૌશિકીનો સેટ મારા ઘરથી ૨-૩ કલાકના ડ્રાઈવિંગ અંતરે છે. ઉપરાંત મારી ડ્રાઈવિંગ કુશળતાની પ્રેકટિસ કરવા માટે પ્રવાસનો ઉપયોગ કરી શકીશ તે હું જાણતી હતી. આથી મારા સાથી કલાકારો મારા ઘરની નજીક રહે છે તેમને પણ ડ્રાઈવ પર મારી સાથે જોડી દીધાં. આને કારણે અમારા સંબંધો વધુ દઢ બન્યા અને અમે એકબીજા સાથે કનેક્ટ થઈ ગયાં. મને ખુશી છે કે હું ડ્રાઈવિંગની મારી કુશળતા નિખારતી હતી તેવા સંજોગોમાં ડ્રાઈવર તરીકે તેમણે મારી પર ભરોસો મૂકયો.
ટીમ નિશ્ચિત જ સયાનીના ડ્રાઈવિંગ સાથે મજેદાર સમય વિતાવી રહી છે.
કૌશિકીમાં સયાનીને જોવા માટે જોતા રહો વીયુ, ૨૭મી એપ્રિલથી, બહુપ્રતિક્ષિત આ શો રોમાંચક બની રહ્યો છે.